દાહોદનો પ્રેમ કહાનીનો વિચિત્ર કિસ્સો! પુત્રી પ્રેમી સાથે ભાગી ગઈ, પિતાએ ફરિયાદ કરતા પોતે જ ભરાયા

News18 Gujarati
Updated: June 21, 2021, 11:11 PM IST
દાહોદનો પ્રેમ કહાનીનો વિચિત્ર કિસ્સો! પુત્રી પ્રેમી સાથે ભાગી ગઈ, પિતાએ ફરિયાદ કરતા પોતે જ ભરાયા
પ્રતિકાત્મક તસવીર

Dahod love story: પિતાએ યુવતીનું અપહરણ અંગે સુખસર પોલીસ મથકે ફરિયાદ આપી શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં ચેડા કરી યુવતી સગીર હોવાનો દાવો કર્યો હતો.

  • Share this:
સાબિર ભાભોર, દાહોદઃ પોતાની દીકરી પ્રેમી સાથે ભાગી જતા (Daughter run away with boyfriend) પિતાએ યુવતીનું અપહરણ અંગે સુખસર પોલીસ (sukhasar police station) મથકે ફરિયાદ આપી શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં (LC) ચેડા કરી યુવતી સગીર હોવાનો દાવો કર્યો હતો. પોલીસ શાળામાં (Police in school) પહોંચી તો પિતાનો ભાંડો ફૂટતા પોલીસે પિતા (complaint againts police) વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

વાત છે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામની છોકરી ઝાલોદ તાલુકાના પોતાના પ્રેમી સાથે ભાગી જતા સુખસર પોલીસ મથકે આ અંગે 15 દિવસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. યુવતીના પિતા એ શાળાના પ્રમાણપત્ર રજૂ કરી સગીર હોવાના દાવા કરતા પ્રમાણપત્રના આધારે પોલીસે પોકસો એકટની કલમનો પણ ઉમેરો કર્યો હતો.

પોલીસ તપાસમાં રજૂ કરાયેલ દસ્તાવેજોની ચકાસણીમાં યુવતીના પિતા પાસે જન્મ પ્રમાણપત્ર નહોતું જેથી અલગ અલગ શાળામાં અભ્યાસ કર્યો હતો. તેથી પોલીસ ટીમ યુવતીની ઉંમરની ખરાઈ કરવા શાળા એ પહોંચી તો યુવતી સગીર ન હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચોઃ-વલસાડઃ ટૂંકા વસ્ત્રોમાં 4 'સ્પા સુંદરીઓ' મોંઘીદાટ દારૂની બોટલો સાથે ઝડપાઈ, વડોદરામાં સ્પામાં કરે છે કામ, પોલીસ પણ શરમાઈ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આઠ મહિનાથી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, આવા ત્રાસથી પત્ની આવી ગઈ ડિપ્રેશનમાં અને પછી..

આ પણ વાંચોઃ-મોરબીઃ વિચિત્ર અકસ્માતનો live video,ખાખરાળામાં ચાલું ટ્રકમાંથી ટાયર નીકળી દૂકાનમાં ઘૂસી ગયું, લોકોનો આબાદ બચાવયુવતીની સાચી જન્મ તારીખ 9-3-2007 હતી જે પ્રમાણપત્રની નકલમાં પિતાએ ત્રણને બદલે સાત કરી તેની નકલ કરી પોલીસને આપવામાં આવી હતી. જેનો પર્દાફાશ થતા ઝાલોદ સી.પી.આઈ એમ.જી. ડામોરે યુવતીના પિતા હીંમતભાઈ ભાભોર વિરુદ્ધ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદી જ આરોપી બની ગયા હતા.પિતા દ્વારા પુત્રીને સગીર દર્શાવવાના કેસમાં આરોપી બનતા નાનકડા એવા ગામમાં ચર્ચાનો વિષય બન્યા છે. ઉલ્લેખનીય છે કે યુવક યુવતીઓ પ્રેમને પામવા માટે માતા-પિતાના ઘરને છોડીને ભાગી જઈ પ્રેમ લગ્નો કરતા હોય છે. ત્યારે આ ઘડી માતા-પિતા માટે દુઃખત હોય છે. પરંતુ દાહોદમાં બનેલી આ ઘટના અત્યારે લોકોમાં ચર્ચા જગાડી છે.
Published by: ankit patel
First published: June 21, 2021, 11:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading