દાહોદ : રેલવે કર્મીએ કર્યો આપઘાત, માતાનો રોકકળ સાથે આક્ષેપ - 'પત્નીના ત્રાસથી પુત્રએ આપઘાત કર્યો'

News18 Gujarati
Updated: October 10, 2021, 5:54 PM IST
દાહોદ : રેલવે કર્મીએ કર્યો આપઘાત, માતાનો રોકકળ સાથે આક્ષેપ - 'પત્નીના ત્રાસથી પુત્રએ આપઘાત કર્યો'
મૃતક 35 વર્ષીય દિપક ખાસા

દાહોદ (Dahod)ના શહેરના છાપરી વિસ્તારમાં રહેતા રેલ્વે કર્મચારી (Railway Employee)એ આજે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરતાં ચકચાર મચી ગઈ

  • Share this:
સાબિર ભાભોર, દાહોદ : દાહોદ (Dahod)ના શહેરના છાપરી વિસ્તારમાં રહેતા રેલ્વે કર્મચારી (Railway Employee)એ આજે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરતાં ચકચાર મચી ગઈ હતી. મૃતકની માતાએ મૃતકની પત્ની ઉપર આક્ષેપ મૂક્યા હતા કે તેના ત્રાસથી જ તેમના પુત્રએ આત્મહત્યા કરી છે.

દાહોદના છાપરી વિસ્તારમાં રહેતા અને દાહોદના રેલ્વે કારખાનામાં ફરજ બજાવતા 35 વર્ષીય દિપક ખાસાએ આશરે ત્રણ વર્ષ પહેલા વૈશાલી પંચાલ સાથે લવ મેરેજ કરી લગ્ન બાદ દિપક પત્ની વૈશાલી સાથે અલગ રહેવા જતો રહ્યો હતો અને એક વર્ષ પહેલા તેમના ઘરે પુત્ર નો જન્મ થયો હતો પરંતુ બંને પતિ પત્ની વચ્ચે અનેકવાર તકરાર થતાં પત્ની છેલ્લા 3-4 મહિના થી પુત્ર ને લઈ ને પિતાના ઘરે રહેવા જતી રહી હતી.

આ દરમિયાન ગત મોડીરાત્રે દિપક ના ફોન ઉપર પરિવારજનોએ ફોન કરતાં ફોન રિસીવ નહોતો કર્યો, જ્યારે સવારે પણ ફોન રિસીવ ન કરતાં દિપક ના માતા અને ભાઈ એ ઘરે જઈને જોતાં દીપકે ઘર માં જ દોરી વડે ગળે ફાંસો ખાઈ લટકેલી હાલત માં જોતાં સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા અને માતા એ રોકકળ કરી મૂકી હતી,

આ મામલે દિપકની માતાએ તેની પત્ની વૈશાલી ઉપર આક્ષેપ કર્યા હતા કે, તે દિપકને અવારનવાર ધમકી આપતી હતી. પોલીસ ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી અને અવારનવાર થતાં ઝગડાના ત્રાસથી જ દીપકે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો - લગ્નેત્તર સમસ્યાથી પરેશાન વ્યક્તિએ પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો, પરિવાર કપાયેલા પાર્ટ સાથે તેને લઈ હોસ્પિટલ પહોંચ્યો

બનાવની જાણ પત્ની વૈશાલી ને થતાં તેના પિતા સાથે ઘરે આવતા જ માહોલ ગરમાયો હતો અને મૃતકની માતાએ તેને ઘરમાં પ્રવેશવા નહોતી દીધી. આ તબક્કે બંને વચ્ચે રકઝકના દ્રશ્યો પણ સર્જાયા હતા. બનાવની જાણ દાહોદ રૂરલ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી પંચનામું કરી મૃતદેહને પોર્સ્ટમોર્ટ્મ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by: kiran mehta
First published: October 10, 2021, 5:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading