ખેડા: 30 વર્ષિય યુવકનું Hit & Runમાં મોત, વિધવા માતાએ દીકરો અને બે બહેનોએ ભાઇ ગુમાવ્યો

News18 Gujarati
Updated: November 25, 2021, 3:23 PM IST
ખેડા: 30 વર્ષિય યુવકનું Hit & Runમાં મોત, વિધવા માતાએ દીકરો અને બે બહેનોએ ભાઇ ગુમાવ્યો
ખેડામાં હિટએન્ડ રન કેસમાં યુવકનું મોત

Hit & Run: ઠાસરાનાં સૈયાંત ગામની સીમમાં નોકરીએથી પરત ફરતાં યુવકના મોટરસાયકલને અજાણ્યા વાહને ટક્કર મારતાં 30 વર્ષિય યુવકનું મોત, આશાસ્પદ યુવકનું મોત થતાં વિધવા માતાનો સહારો છીનવાયો, બે બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો

  • Share this:
જનક જાગીરદાર, ખેડા: રાજ્યની સાથે સાથે જિલ્લામાં પણ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ઠાસરાના સૈયાંત ગામે નોકરીએથી પરત ફરતાં આશાસ્પદ યુવકના મોટરસાયકલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. બાઇક ચાલકનું નામ અનીલ સિંહ છે જેની ઉંમર માત્ર 30 વર્ષ છે. અકસ્માતના પગલે વિધવા માતાએ પોતાના દિકરાનો સથવારો ગુમાવ્યો છે. તો બે બહેનોએ પોતાનો ભાઈ, ઠાસરા પોલીસે આ અંગે હિટ એન્ડ રનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી દીધી છે.

ડાકોરના ડુંગરા ભાગોળ વિસ્તારમાં રહેતા સવિતાબેન રામસિંહ ઝાલા પોતે વિધવા છે અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમને ત્રણ સંતાનો છે જેમાં સૌથી મોટી દિકરી પારુલ, વચેટ દિકરો અનીલસિંહ અને સૌથી નાની દિકરી શિલ્પા છે. સવિતાબેન ડાકોર ગાયોનાં વાડામાં મજૂરી કામ કરે છે. જ્યારે દિકરો અનીલસિંહ રોજમદારી પર તેમની સાથે નોકરી કરે છે. સવિતાબેનને બુધવારે પોતાના કામે જવાની રજા હોવાથી તેમનો દિકરો અનીલસિંહ એકલો નોકરીએ ગયો હતો.

અનીલસિંહ ગતરોજ વહેલી સવારે મોટરસાયકલ ચલાવીને નોકરીએ ગયા અને બપોરે આવી જમી પરત ફરીથી નોકરીએ ગયો હતો. મોડી સાંજે તે મોટરસાયકલ નં. (GJ 7 BG 8624) ચલાવીને નોકરીએથી પરત આવતો હતો. આ સમયે સૈયાંત ગામની સીમમાંથી પસાર થતાં સમયે અજાણ્યા વાહને ઉપરોક્ત મોટરસાયકલને ટક્કર મારી હતી. ટક્કર મારતાં મોટરસાયકલ ચાલક અનીલસિંહ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અને અનીલસિંહનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. તો બીજી બાજુ આ ઘટનાની જાણ મૃતકની માતાને થતાં તેઓ પણ બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા. આ અકસ્માત સંદર્ભે ઠાસરા પોલીસે મૃતકની માતા સવિતાબેન ચૌહાણની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. આમ આ અકસ્માતમાં એક આશાસ્પદ 30 વર્ષિય યુવકના મોત થયું છે. જેથી એક વિધવા માતાએ પોતાના દિકરાનો સથવારો તો બે બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે. જેના કારણે વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું.
Published by: Margi Pandya
First published: November 25, 2021, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading