અમદાવાદમાં છેતરપિંડીનો વિચિત્ર કિસ્સો, OLX પર વેચવા મુકેલ વોટર ફિલ્ટર મશીન ગઠિયો પડાવી ગયો
Updated: May 17, 2022, 8:17 PM IST
OLX પર વેચવા મુકેલ વોટર ફિલ્ટર મશીન બાજુની સોસાયટીમાં રહેતા પિતાજીને બતાવવાના બહાને કરામત કરી ગયો.
Ahmedabad News: ફરિયાદીની ઓફિસથી થોડે આગળ જતા આ જગ્યાએ તેઓને કહ્યું હતું કે મારી એકટીવાની ચાવી તમારી ઓફિસમાં રહી ગયેલ છે, હું અહીં મશીન લઈને ઉભો છું તમે એકટીવાની ચાવી લઇ આવો.
અમદાવાદ (Ahmedabad)માં ઘણી વખત છેતરપિંડી (Fraud)ના કેટલાક એવા બનાવો સામે આવે છે કે જેના વિશે જાણી લોક દંગ રહી જાય દે છે. સ્વપ્ને પણ ખ્યાલ ના હોય તેવી કરામતો કરીને ગઠિયાઓ છેતરપિંડી આચરતા હોય છે. આવો એક બનાવ શહેરના બાપુનગર (Bapunagar) વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં OLX પર વેચવા મુકેલ વોટર ફિલ્ટર મશીન બાજુની સોસાયટીમાં રહેતા પિતાજીને બતાવવાના બહાને લઈ જઈને કરામત કરી ગઠિયો આખું મશીન પડાવી લઇ ગયો હતો.
નવા નરોડા વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ ગજ્જર બાપુનગર ખોડીયાર નગર ચાર રસ્તા પાસે આવેલ જય અંબે ફર્નિચરની દુકાનમાં ફર્નિચર ફીટીંગ કરવાનું કામ કરે છે. દુકાનના માલિકે વોટર ફિલ્ટર મશીન ઓએલએક્સ પર વેચવા માટે મુકેલ હતું. કેટલાક દિવસ અગાઉ તેમનો ફોન ચિરાગ ભાઈ પર આવ્યો હતો અને કોઈ વ્યક્તિ ફિલ્ટર મશીન જોવા માટે આવે છે તેઓને મશીન બતાવવા મટે કહ્યું હતું. સવારના નવ વાગ્યાની આસપાસ આ યુવક તેમની દુકાન પર આવ્યો હતો. જે ગઠીયાએ કહ્યું હતું કે મારું ઘર તમારી ઓફિસની બાજુની સોસાયટીમાં આવેલ છે. ત્યાં મશીન તેના પિતાજીને બતાવી આવવા માટે કહ્યું હતું. જેથી ફરિયાદી મશીન લઈને આ ગઠીયા સાથે ગયા હતાં.
આ પણ વાંચો- Bharuch: દહેજમાં ભારત રસાયણમાં ધડાકા સાથે આગ લાગી, 25 લોકો ઘાયલ, 10ની હાલત ગંભીરજોકે ફરિયાદીની ઓફિસથી થોડે આગળ જતા આ જગ્યાએ તેઓને કહ્યું હતું કે મારી એકટીવાની ચાવી તમારી ઓફિસમાં રહી ગયેલ છે, હું અહીં મશીન લઈને ઉભો છું તમે એકટીવાની ચાવી લઇ આવો.
આ પણ વાંચો- મુઘલો દ્વારા અનેક વખત ધ્વસ્ત કરવામાં આવ્યું વિશ્વનાથ મંદિર! જાણો કઇ રીતે નિર્માણ પામી જ્ઞાનવાપી મસ્જિદ
ફરિયાદી વિશ્વાસમાં આવી જતા ઓફિસમાં એકટીવાની ચાવી લેવા માટે ગયા હતા પરંતુ ચાવી ન મળતાં તેઓ પરત ફર્યા હતા. જો કે પરત આવીને જોયું તો ગઠિયો ત્યાં હાજર જ ન હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:
rakesh parmar
First published:
May 17, 2022, 8:17 PM IST