kheda news: મહુધાના ભૂલી ભવાની ફાર્મમાં દંપતીએ વખ ગોળ્યું, પતિનું મોત, પત્નીની હાલત નાજુક
News18 Gujarati Updated: January 23, 2022, 10:05 PM IST
108 એમ્બ્યુલન્સની ફાઈલ તસવીર
kheda crime news: મહુધા પંથકના (Mahudha news) ભૂલી ભવાની પોલ્ટ્રી ફાર્મ પર રહેતા દંપતીએ (couple drunk poison) કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. આ પૈકી પતિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.
જનક જાગીરદાર, ખેડાઃ ખેડા જિલ્લામાં (kheda news) આપઘાતના બનાવો વધી રહ્યા છે. રવિવારે મહુધા પંથકના (Mahudha news) ભૂલી ભવાની પોલ્ટ્રી ફાર્મ પર રહેતા દંપતીએ (couple drunk poison) કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. આ પૈકી પતિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. જ્યારે તેની પત્ની જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહી છે.
મહુધા તાલુકાના ભૂલી ભવાની ગામની સીમમાં ઈકબાલભાઈ મલેકનું પોલ્ટ્રી ફાર્મ આવેલ છે. આ પોલ્ટ્રી ફાર્મ પર અશોક વિરન ગોડ તેમજ તેની પત્ની આરતીબેન (રહે. મધ્યપ્રદેશ) મજૂરીકામ અર્થે રહેતાં હતાં. શનિવાર સાંજથી રાત્રે કોઈ પણ સમયે આ દંપતીએ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. રવિવારે સવારે આ પૉલ્ટ્રી ફાર્મ પર મજૂરી કરતાં બંને બેભાન હાલતમાં મળી આવ્યા હતાં. બંનેના મોંમાંથી ફીણ નીકળતું જોવા મળ્યું હતું.
આ બનાવમાં 32 વર્ષિય અશોક વીરન ગોડનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તેઓની પત્ની આરતીબેનની હાલત ગંભીર હોવાને કારણે પ્રાથમિક સારવાર મહુધા સરકારી દવાખાનામાં સારવાર આપી વધુ સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ-Ahmedabad : લો બોલો! બિલ્ડરો કે વેપારીઓ પાસેથી નહિ પણ ભિક્ષુકો પાસેથી હપ્તો લેનાર ઝડપાયો
આ દંપતીએ કેમ ઝેરી દવા પીધી તેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. મહિલા ભાનમાં આવશે ત્યાર બાદ મહુધા પોલીસ નિવેદન લેશે તે બાદ ચોક્કસ કારણ જાણવા મળશે. હાલ આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે અહેસાસહુસેન આઝમમિયા મલેકની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
આ પણ વાંચોઃ-Junagadh: વિચિત્ર અકસ્માતનો live video, ..અને એક્ટીવા ફૂડબોલની જેમ હવામાં ઉછળ્યુંક્રાઈમના અન્ય ઘટના અંગે વાત કરીએ તો અમદાવાદ શહેરના (Ahmedabad city news) પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યા નો બનાવ સામે આવ્યો છે. પત્ની પર શંકા વહેમ રાખીને પતિએ ગળાના ભાવે બ્લેડના (husband killed wife) ઘા મારીને હત્યા નિપજાવી છે. જો કે પોલીસને જાણ થતાં જ ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીની (police arrested accused) ધરપકડ કરી લીધી છે.
Published by:
ankit patel
First published:
January 23, 2022, 9:47 PM IST