BCA પાસ જાનવીનો સંઘર્ષ, નોકરી છૂટ્યા બાદ CTM વિસ્તારમાં વેચી રહી છે પાણીપુરી


Updated: May 28, 2022, 4:14 PM IST
BCA પાસ જાનવીનો સંઘર્ષ, નોકરી છૂટ્યા બાદ CTM વિસ્તારમાં વેચી રહી છે પાણીપુરી
એકલી મહિલાને જોઈને ખરાબ નજરના લોકો પણ ત્યાં આવે છે.

અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે ટ્રાવેલ્સની ઓફીસ સામે સાંજના સમયે પાણીપુરી, નાસ્તાનું કાઉન્ટર ચલાવતી આ 21 વર્ષીય યુવતીનું નામ જાનવી કડીયા છે. તેની માતાનું 12 વર્ષ અગાઉ લીવર કેન્સરના કારણે નિધન થઈ ગયું હતું. બાદમાં એક વર્ષ અગાઉ તેની દાદીનું પણ નિધન થયું. ઘરમાં પિતા અને તે બંને જ રહે છે.

  • Share this:
સંતાનમાં દીકરો જ માતા-પિતાનો સહારો બને આવી વાતો તમે અનેકના મોઢે સાંભળી હશે. જોકે વાસ્તવિકતા આનાથી ઘણી અલગ છે. પુત્રોએ માતા-પિતાને તરછોડી દીધાં હોવાના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે દીકરીને સાપનો ભારો સમજતા લોકોના ગાલે તમાચા સમાન એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ (Ahmedabad)માં માતા વિનાની એક દીકરી પિતાની જીંદગીનો સહારો બની છે. બી.સી.એ પાસ અને ઘરકામ કરવાની સાથે રોડ પર ટેબલ લગાવી પાણીપુરી વેચતી 21 વર્ષીય યુવતીની કહાની નાસીપાસ થતા લોકો માટે જુસ્સો ભરવાનું કામ કરશે.

અમદાવાદની આ પાણીપુરી ગર્લ કોણ છે? શું છે એની કહાની?

અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે ટ્રાવેલ્સની ઓફીસ સામે સાંજના સમયે પાણીપુરી, નાસ્તાનું કાઉન્ટર ચલાવતી આ 21 વર્ષીય યુવતીનું નામ જાનવી કડીયા છે. તેની માતાનું 12 વર્ષ અગાઉ લીવર કેન્સરના કારણે નિધન થઈ ગયું હતું. બાદમાં એક વર્ષ અગાઉ તેની દાદીનું પણ નિધન થયું. ઘરમાં પિતા અને તે બંને જ રહે છે. બીસીએ પાસ જાનવી ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી પરંતુ કોરોનાકાળના કારણે નોકરી પણ ગુમાવી. બાદમાં શું કરવાથી પપ્પાને મદદ કરી શકાય? તેવા વિચારમાં 2 મહિના ઘરે બેસી રહ્યા બાદ નાસ્તાનું કાઉન્ટર શરૂ કર્યું હતું. છેલ્લા કેટલાક મહિનાથી જાનવી સીટીએમ ચાર રસ્તા પાસે પાણીપુરી નાસ્તાનું કાઉન્ટર ચલાવે છે.આ અંગે જનવી કડિયાનાં કહેવા પ્રમાણે ઘરની પરિસ્થિતિ સારી નથી એવામાં પાણીપુરી બિઝનેસનો આઈડિયા તેને આવ્યો હતો. આ માટે ઘણા લોકોની ખરાબ નજર અને પહેલા તો કસ્ટમર કેવી રીતે બોલાવવા એ અંગે ખબર નહોતી પડતી પરંતુ ધીમે ધીમે ખ્યાલ આવવા માંડ્યો. જાનવીને પહેલાથી જ રસોઈ બનાવવાનો શોખ હતો, જેમાં દાદીએ અલગ-અલગ રસોઈ બનાવતા શીખવ્યું હતું. નોકરી ગયા બાદ બે મહિના ઘરે બેસી અને વિચાર આવ્યો કે ખાણીપીણીનો ધંધો શરૂ કરવો જોઈએ. પૈસે ટકે સુખી ના હોવાને કારણે વસ્ત્રાલમાં ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો જે લાંબો સમય ચાલ્યો નહીં. ત્યારબાદ સીટીએમ ચાર રસ્તા કે જ્યાં ભીડ હોવાના કારણે લોકોની અવરજવર વધારે રહેતી હોય છે ત્યાં પાણીપુરીના કાઉન્ટરની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો- કચ્છમાંથી ફરી ચરસના 10 પેકેટ મળી આવ્યાએકલી મહિલાને જોઈને ખરાબ નજરના લોકો પણ ત્યાં આવતા હોવાનું તેમજ સબંધીઓ પણ છોકરીએ આવી રીતે રસ્તા પર કામ ના કરવું જોઈએ એવા ટોણા મારતા હોવાનું જાનવી જણાવે છે. જાનવી કડિયાએ જણાવ્યું કે, છોકરી થઈ રોડ પર પાણીપૂરી વેચવી આ સામાન્ય રીતે કોઈ સ્વીકારી ના શકે પરંતુ મને મારા પિતાનો ફૂલ સપોર્ટ હતો. એમને કહ્યું કે કોઈની શરમ વગર કામ કરવું એ બહુ મહત્ત્વનું છે. જાનવી સાથે તેના પિતા પણ તેને મદદ કરતા હોય છે. પાણીપુરી અને નાસ્તાનું સામાન સવારે એના પપ્પા લઈ આપે છે. ત્યારબાદ જાનવી તમામ તૈયારીઓ કરે છે અને સાંજે પાંચ વાગ્યે સીટીએમ ચાર રસ્તા પાસે કાઉન્ટર શરૂ કરે છે.

આ પણ વાંચો- હવે વિમાન મારફતે દારૂની હેરાફેરી!

જાનવીના પિતા પંકજભાઈ પણ હાડકાની સમસ્યાથી પીડાય છે. તેમણે પણ ઓપરેશન કરાવવું પડ્યું છે. અગાઉ તેઓ સિક્યુરિટીમાં કામ કરતા હતા અને ચાર મહિના પથારીવશ પણ રહ્યા હતા. જોકે હવે જાનવી અને તેના પપ્પા સાથે મળીને નીડરતાથી કામ કરી રહ્યા છે. આ અંગે પંકજભાઈ કડિયાના કહેવા પ્રમાણે દીકરીનાં હોત તો તેમનું આ જીવન અધુરુ હોત. જાનવીને કારણે તેમને ક્યારેય એવું નથી થયું કે એમનો દીકરો નથી. પત્નીના મોત બાદ બીજા લગ્ન કરવા કરતાં તેમને જાનવીનો ઉછેર કર્યો અને બંને દીકરી અને પિતાએ મળી પાણીપુરીનો બિઝનેસ શુરૂ કર્યો. 12 વર્ષ અગાઉ માતાને ગુમાવ્યા, એક વર્ષ અગાઉ દાદી ગુમાવ્યા, પપ્પા પણ ઓપરેશનવશ. આમ છતાં પણ દીકરી થઈ સંબંધીઓના ટોળા વચ્ચે આજે જાનવી નીડરતાપૂર્વક સીટીએમ ચાર રસ્તા પાસે પાણીપુરીનું કાઉન્ટર ચલાવી રહી છે. જાનવીનો સંઘર્ષ ભાવુક કરે તેવો છે. જેમાંથી નાસીપાસ થતાં તમામ લોકોએ શીખ લેવાની જરૂર છે.
Published by: rakesh parmar
First published: May 28, 2022, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading