Ahemdabad: પ્રિમોન્સૂનની કામગીરીમાં તંત્ર દાખવી રહી છે બેદરકારી, લોકોની અનેક રજૂઆત છતાં તંત્ર મોજમાં


Updated: May 24, 2022, 4:17 PM IST
Ahemdabad: પ્રિમોન્સૂનની કામગીરીમાં તંત્ર દાખવી રહી છે બેદરકારી, લોકોની અનેક રજૂઆત છતાં તંત્ર મોજમાં
ઠેર ઠેર સર્વિસ રોડની હાલત બિસમાર, સ્ટ્રીટ લાઇટ્સ પણ બંધ

શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીને લઇ તંત્ર બેભાન અવસ્થા માં કેટલાક વિસ્તારમાં ગટરના ઢાંકણાં તૂટ્યા તો ક્યાંક ખાડા પડ્યા.ઠેર ઠેર સર્વિસ રોડની હાલત બિસમાર, સ્ટ્રીટ લાઇટ્સ પણ બંધ.

  • Share this:
અમદાવાદ: ઉનાળાનો (Summer) કાળો કહેર વર્તાવતી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે વરસાદ (Rain) વહેલો આવવાના એંધાણ મળી રહ્યા છે. રાજ્યમાં 2 દિવસથી ગરમીનો (Garmi) પ્રકોપ ઘટી ગયો છે અને વાતાવરણમાં ભેજનું (Moisture) પ્રમાણ જોવા મળી રહ્યું છે.

આ વર્ષે વરસાદ વહેલો આવવાની શક્યતા

અમદાવાદમાં (Amdavad) ગરમીનો પારો 46 ડિગ્રીથી ઘટીને 43 ડિગ્રી જેટલું તાપમાન થઈ ગયું છે. ત્યારે વરસાદ આવવાની સંભાવના વર્તાઈ રહી છે. પવનની (Wind) ગતિમાં ફેરફાર થવાથી ઝડપી પવન પણ ફૂંકાઈ રહ્યો છે.આ વર્ષે વરસાદ વહેલો આવવાની શક્યતા છે. જેને લઈને તંત્રએ પ્રિમોન્સૂનની (Pre monsoon) કામગીરી શરૂ કરી દેવી જોઈએ. પરંતુ લોકોની તંત્ર વિરુધ્ધ વધતી જતી ફરિયાદો તંત્રની બેદરકારી બતાવી રહી છે.

કેટલાક વિસ્તારમાં ગટરના ઢાંકણાં તૂટ્યા તો ક્યાંક ખાડા પડ્યા

અમદાવાદમાં આવેલા ખોડિયારનગર વિસ્તારના નારાયણનગરમાં ગટરના ઢાંકણાં (Gutter lids) તૂટી ગયા છે. આ અંગે તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવાતા ન હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. તંત્રની બેદરકારી ક્યારેક મોટા અકસ્માતને (Accident) આમંત્રણ આપી શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને ખાડા પછડાવાનો ભય સતાવે છે. તંત્ર તાકીદે ગટરનું નવું ઢાંકણું નખાવે તેવી માગ જનતા તરફથી ઊઠવા પામી છે.

રોડ રિસર્ફેસ પાછળ કરોડો ખર્ચવા છતાં પણ પૂર્વમાં રોડ-રસ્તાની સમસ્યા ઘટવાના સ્થાને દિન પ્રતિદિન વધી રહી છે.આ પણ વાંચો: મહેસાણા: ગોપાલ ડોનની તેની જ પત્ની અને સાળાએ કરી હત્યા, આડા સંબંધમાં હત્યા

બીજી તરફ વાત કરીએ તો ખોખરા સર્કલ પાસે રસ્તાની (Road) વચ્ચોવચ મોટો ખાડો પડી ગયો છે. તંત્રે ખોદકામ બાદ યોગ્ય સમારકામ કર્યું ન હોવાથી સ્થિતિ સર્જાવા પામી છે. જેના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રોડ રિસર્ફેસ (Resurface) પાછળ કરોડો ખર્ચવા છતાં પણ પૂર્વમાં રોડ-રસ્તાની સમસ્યા ઘટવાના સ્થાને દિન પ્રતિદિન વધી રહી છે. તંત્ર તાકીદે રસ્તાનું સમારકામ (Repairs) હાથ ધરે તેવી માગ ઊઠી છે.

ઠેર ઠેર સર્વિસ રોડની હાલત બિસમાર, સ્ટ્રીટ લાઇટ્સ પણ બંધ

કાંકરિયાના પારસી અગિયારી પાસેનો માર્ગ પણ બિસમાર બન્યો છે. જેના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. આ રસ્તા પર સ્ટ્રીટ લાઇટ્સની (Street Lights) સમસ્યા પણ વારંવાર ઊઠતી આવી છે. ત્યારે તંત્ર તાકીદે સ્ટ્રીટ લાઇટ્સ અને રસ્તાનું સમારકામ કરાવે તેવી માગ જનતા તરફથી ઊઠવા પામી છે. વાહનોથી ધમધમતો આ માર્ગ પર તંત્રની (Tantra) બેદરકારી અકસ્માતને આમંત્રણ આપી શકે છે.

આ પણ વાંચો:  5 જૂનથી વક્રી શનિ મકર રાશિમાં કરશે ગોચર, ચમકાવી દેશે આ 3 રાશિના લોકોની કિસ્મત

નારોલ ચાર રસ્તાથી પિરાણા જવાના માર્ગ (Way) પર ઠેર ઠેર સર્વિસ રોડ બિસમાર બની ગયો છે અને ફૂટપાથ (Sidewalk) પણ તૂટી ગયો છે. જેના કારણે વાહનચાલકોને પારાવાર પરેશાની થઇ રહી છે. આ ઉપરાંત ઠેરઠેર ગંદકીના (Dirt) ગંજ સર્જાયા છે. જેથી તંત્ર તાકીદે રસ્તાનું સમારકામ કરી ફૂટપાથ બનાવે તે આવશ્યક છે.
Published by: kuldipsinh barot
First published: May 24, 2022, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading