Gujarat Riots 2002: તિસ્તા સેતલવાડને અમદાવાદમાં લવાઇ, આર બી શ્રીકુમાર ધરપકડ, સંજીવ ભટ્ટને પણ કસ્ટડીમાં લેવાશે

News18 Gujarati
Updated: June 26, 2022, 9:17 AM IST
Gujarat Riots 2002: તિસ્તા સેતલવાડને અમદાવાદમાં લવાઇ, આર બી શ્રીકુમાર ધરપકડ, સંજીવ ભટ્ટને પણ કસ્ટડીમાં લેવાશે
તિસ્તા સેતલવાડને (Teesta Setalvad) આજે વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ લાવવામાં આવી છે.

Gujarat latest news: તિસ્તા 2002માં ગુજરાત હિંસાના પીડિતોની વકીલાત કરવા માટે બનાવવામાં આવેલી એક સંસ્થામાં સચિવ છે. તિસ્તા સેતલવાડને વર્ષ 2007માં પદ્મશ્રીથી પણ સમ્માનિત થયા છે. આ પહેલા 2002માં તીસ્તાને રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્દભાવના પુરસ્કાર પણ મળી ચૂક્યો છે

  • Share this:
અમદાવાદ : ગુજરાત એટીએસએ (Gujarat ATS) ગુજરાત રમખાણોના (Gujarat Riots 2002) કેસમાં શનિવારે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની ધરપકડ કરી લેવામાં આવી હતી. તિસ્તા સેતલવાડને (Teesta Setalvad) આજે વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ (Ahmedabad Crime branch) લાવવામાં આવી છે. આ કેસમાં આર બી શ્રીકુમારની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ એક અન્ય કેસમાં જેલમાં હોવાથી તેમને પણ ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડીમાં લેવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દેતા જે અધિકારીઓ અને વ્યક્તિઓના નિવેદનના આધારે SIT અને અન્યો સામે તપાસ નિષ્પક્ષ નહી હોવાના આક્ષેપો થયા હતા તેમની સામે ફરિયાદ નોંધવી જોઈએ એવી ટકોરના બીજા જ દિવસે ગુજરાત પોલીસે પગલાં લેવા શરુ કર્યા છે.

આ સંદર્ભે ગુજરાત એટીએસએ મુંબઈ ખાતેથી સેતલવાડની અટકાયત કરી છે અને ટ્રાન્સફર વોરંટના આધારે તેને હાલ અમદાવાદમાં લાવવામાં આવી છે. બીજી તરફ, આર.બી શ્રીકુમારની પૂછપરછ અમદાવાદ ખાતે ક્રાઈમ બ્રાંચમાં થઇ હતી અને જે બાદ ધરપકડ કરી લેવામા આવી છે. સંજીવ ભટ્ટ એક અન્ય કેસમાં જેલમાં હોવાથી તેમને પણ ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડીમાં લેવામાં આવે તેવી શક્યતા છે.

કોણ છે તિસ્તા?

9 ફેબ્રુઆરીએ મુંબઈમાં જન્મેલી તિસ્તાએ મુંબઈમાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તીસ્તાના પિતા અતુલ સેતલવાડ વ્યવસાયે વકીલ હતા. તીસ્તાના દાદા એમસી સીતલવાડ ભારતના પ્રથમ એટર્ની જનરલ રહી ચૂક્યા છે. જ્યારે તીસ્તાના પતિ આનંદ પણ પત્રકાર છે. તિસ્તા સેતલવાડ સામાજિક કાર્યકર્તા અને પત્રકાર છે. તે સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP)ના સચિવ પણ છે. જે 2002માં ગુજરાત હિંસાના પીડિતોની વકીલાત કરવા માટે બનાવવામાં આવેલી એક સંસ્થા છે. તિસ્તા સેતલવાડને વર્ષ 2007માં પદ્મશ્રીથી પણ સમ્માનિત થયા છે. આ પહેલા 2002માં તીસ્તાને રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્દભાવના પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. આ ઉપરાંત વર્ષ 2000માં પ્રિન્સ ક્લૉસ એવોર્ડ, 2003માં નૂર્નબર્ગ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ તો અમદાવાદમાં હજી વધશે ગરમી

તિસ્તાએ શું કર્યું હતું?CJP સંસ્થાએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 62 અન્ય સરકારી અધિકારીઓ વિરુદ્ધ 2002ના ગુજરાત રમખાણોમાં તેમની ભૂમિકા માટે ગુનાહિત કેસ કરવાની માંગ કરી હતી. આ અંગે ભાજપનું કહેવું હતુ કે, તિસ્તાનું સંગઠન PM મોદીને બદનામ કરવા માટે કોંગ્રેસ દ્વારા મેનેજ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, 24 જૂન, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો મામલે વડાપ્રધાન મોદીને આપવામાં આવેલી SITની ક્લીનચીટને યથાવત રાખવા સાથે કહ્યું હતું કે, સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડે અરજકર્તા ઝાકિયા જાફરીની ભાવનાઓનો પોતાનો સ્વાર્થ સાધવા માટે ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો: આ ગઠિયો એવી છેતરપિંડી કરતો કે પોલીસ માથું ખંજવાળવા લાગી, વાંચો કિસ્સો

તેની સામે આરોપ પણ છે કે, તિસ્તા અને તેના પતિ જાવેદ આનંદે 2007 થી 2014 સુધી મોટા પાયે ફંડ કલેક્શન કેમ્પેઈન શરૂ કરીને હિંસા પીડિતોના નામે 6 થી 7 કરોડ રૂપિયા સુધીના રકમ ઉઘરાવીને મોટું કૌભાંડ આચર્યું છે. આ દાનની રકમ માટે તેમણે પોતાની એક પત્રિકામાં જાહેરખબર આપી અને અનેક મ્યૂઝીકલ અને આર્ટિસ્ટિક ઈવેન્ટનું આયોજન કરીને પૈસા બનાવ્યા હતા.

આપને જણાવીએ કે, 2002ના ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કેસમાં પીએમ મોદીને વિશેષ તપાસ ટીમ દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટ વિરુદ્ધ ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દેતા કડક ટિપ્પણી કરી હતી. ત્યાં જ સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોમાં તિસ્તા સેતલવાડની ભૂમિકા પર વધુ તપાસ માટે હાકલ કરી હતી. કોર્ટે કહ્યું કે જે લોકો કાયદા સાથે રમત કરી રહ્યા છે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તિસ્તા સિતલવાડે ગુજરાત રમખાણોના કેસમાં ઝાકિયા જાફરીની લાગણીનો દુરુપયોગ કર્યો હતો. કાર્યકર્તા તિસ્તા સેતલવાડે અરજદાર ઝાકિયા જાફરીની ભાવનાઓનો પોતાના અંતર્ગત હેતુ માટે દુરુપયોગ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તિસ્તા પર વધુ તપાસની જરૂર છે કારણ કે તે આ કેસમાં ઝાકિયા જાફરીની લાગણીનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી રહી છે.
Published by: Kaushal Pancholi
First published: June 26, 2022, 9:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading