VIRAL VIDEO: લાલચુ ડોક્ટર માનવતા ભુલ્યો, ગરીબ પાસે પૈસા ન હોવાથી ન કરાવી પ્રસુતિ
News18 Gujarati Updated: January 11, 2022, 2:08 PM IST
લાલચુ ડોક્ટર માનવતા ભુલ્યો, ગરીબ પાસે પૈસા ન હોવાથી ન કરાવી પ્રસુતિ
Kheda News: તારાપુરનાં જાગૃત યુવાનનાં ધ્યાનમાં આવતા દવાખાને પહોંચી યુવાને તાત્કાલિક 108ને બોલાવી 108 તારાપુરની ટીમે મહિલાની ડિલિવરી 108 માં કરાવી હતી
જનક જાગીરદાર, ખેડા : આણંદ જિલ્લાનાં તારાપુર તાલુકાનાં તારાપુર ગામનાં ગાયનેક ડોક્ટરે માનવતા ભૂલી ગયા છે. ગાયનેક ડોક્ટરે પોતાનાં વ્યવસાયને લગાડ્યું લાંછન લગાવ્યું છે. ધોળકા તાલુકાનાં મોટું બોરૂ ગામની ગરીબ ગર્ભવતી મહિલા પ્રસુતિ કરાવવા તારાપુર ખાનગી ગાયનેકનાં દવાખાનાં ગઈ હતી .ડોકટરનાં દવાખાને પહોંચતા દવાખાનામાં હજારો રૂપિયાની માંગણી તેની પાસે કરવામાં આવી હતી. ગર્ભવતી ગરીબ મહિલા પાસે આટલા રૂપિયા ન હતા જેથી તેને દવાખાનાંમાં પ્રવેશ ન આપી ગાયનેકે પ્રસુતિ કરી આપી ન હતી.
સમગ્ર હકીકત તારાપુરનાં જાગૃત યુવાનનાં ધ્યાનમાં આવતા દવાખાને પહોંચી યુવાને તાત્કાલિક 108ને બોલાવી 108 તારાપુરની ટીમે મહિલાની ડિલિવરી 108 માં કરાવી હતી. પણ મહિલા અને બાળક ને જોડતી નાળ કાપવામાં મુશ્કેલી થતા 108ની ટિમ તાત્કાલિક કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મહિલાનાં નવજાત શિશુને અને મહિલાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. હાલ નવજાત શિશુ ICUમાં છે.
તારાપુરનાં ડોક્ટરનાં દવાખાનાનો વિડીયો સમગ્ર પંથકમાં વાયરલ થયો છે
મહિલા સ્વસ્થ સમગ્ર ઘટનાચક્રનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. જે હાલમાં સમગ્ર પંતકમાં વાયરલ થઇ ગયું છે. સમગ્ર તારાપુર પંથકમાં ડોકટર ગરીબ મહિલા દર્દી પ્રત્યે માનવતા ભૂલ્યા હોવાની વાત વાયરલ થઇ છે અને આ વીડિયો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.
Published by:
Margi Pandya
First published:
January 11, 2022, 2:07 PM IST