મહીસાગર : ગેરકાયદેસર ગર્ભપાત કરવનાર 'માનવતાની હત્યારીઓ' ઝડપાઈ, Viral Videoએ ખુલ્લો પાડ્યો ગોરખઘંધો

News18 Gujarati
Updated: July 19, 2021, 5:22 PM IST
મહીસાગર : ગેરકાયદેસર ગર્ભપાત કરવનાર 'માનવતાની હત્યારીઓ' ઝડપાઈ, Viral Videoએ ખુલ્લો પાડ્યો ગોરખઘંધો
મકાનના વાડામાં ગર્ભપાત કરાવતા હોવાનો વીડિયો વાયરલ, માનવતાની હત્યા

Illegal Abortion in Mahisagar : મહીસાગરના સંતરામપુરનો વાયરલ વીડિયો, એક મકાનના વાડામાં ગોરખધંધો ચાલતો હોવાની ફરિયાદો હતી, મોટા કૌભાંડની આશંકા, પકડાયેલી મહિલાઓ કોનું નામ આપશે.

  • Share this:
મિતેષ ભાટીયા, મહીસાગર : મહીસાગર (Mahisagar) જિલ્લામાં નાની ઉમર ધરાવતી યુવતીના (Illegal Abortion) પેટ માં રહેલા બાળક ને પેટમાં જ હત્યા કરી દેવામાં આવી રહી હોવાનો વીડિયો (Viral Video) એક યુવાન દ્વારા ન્યૂઝ18 ને આપવામાં આવ્યો હતો. જે બાબતે ન્યૂઝ18 દ્વારા વીડિયો ની તલસ્પર્શી તપાસમાં વીડિયોમાં બતાવવામાં આવેલું લોકેશન સંતરામપુર (Santrampur) નગરમાં આવેલ એફ.સીઆઈ ગોડાઉન પાછળના ભાગના એક મકાનમાં મહિલાના પેટમાં રહેલા બાળક ને બહાર આવતા પહેલા જ હત્યા કરી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે ન્યૂઝ18 અહેવાલ બાદ આરોગ્ય અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે 'માનવતાની હત્યારી' મહિલાઓની ધરપકડ કરી લીધી છે. જોકે, આ બધાની વચ્ચે સવાલ એ સર્જાયો છે કે આખરે આ મહિલાઓ કોના ઈશાર કામ કરતી હતી.

મહીસાગર જિલ્લામાં આવી અનેક જગ્યા એ ગોરખ ધંધાઓની હાટડીઓ ચાલી રહી છે. અનેકવાર હોસ્પિટલના ડોક્ટરો ઝડપાયા પણ છે પરંતુ ક્યાંક ભીનું સંકેલાતા ડોક્ટરો પરત આવી ને પાછી પોતાની હાટડીઓ ચાલુ કરી દેવાના કિસ્સાઓ અનેકવાર બહાર આવ્યા હોવાનું સ્થાનિક લોકો પણ જણાવી રહ્યાં છે.

આ પણ વાંચો : વડોદરા : હાર્ટ એટેકનો Live Video,બિલ્ડર દર્શન કરતા કરતા ઢળી પડ્યા, મંદિરમાં જ થયું મોત

આ વીડિયોમાં એક નાની ઉમર ની યુવતીને બેભાન કરી ને પેટમાંથી રહેલા બાળકની હત્યા કરતા અંદાજીત ત્રણથી ચાર મહિલાઓ વીડિયોમાં દેખાઈ રહી છે અને સંતરામપુરના એક મકાનમાં ચાલી રહેલા બાળકની હત્યાના ગોરખ ધંધાથી માત્ર 100 મીટર દૂર આવેલ એક ખાનગી હોસ્પિટલના સ્ટાફ  હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું હતું.

દરમિયાન રાજ્યના ગૃમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા અહેવાલના પગલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સંતરામપૂરમાં કૂખના સોદાગરો સામે તપાસના આદેશ આરપવામાં આવ્યા હતા ત્યારે કાળીબેન સહિતની મહિલાઓ ની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો મુજબ આ મહિલાઓ છેલ્લા કેટલાય સમયથી કૂખમાં જ ભ્રૂણની આવી રીતે હત્યા કરી નાખતી હતી. જોકે, આ સમગ્ર કૌભાંડ કોના ઈશારે ચાલી રહ્યુ હતું તેની તપાસ કરવામં આવી રહી છે.

આ પણ વાંચો : થરાદ : પે સેન્ટરના આચાર્યના મહિલા સાથેની અંગત પળોના PHOTOS Viral, તપાસના આદેશઅગાઉ આરોગ્ય અધિકારી સ્વપ્નીલ શાહે ન્યૂઝ 18 ગુજરાતીને જણાવ્યું કે ''આ વીડિયો જે જોવા મળ્યો છે તે ગંભીર છે જો આ વીડિયો સંતરામપુરનો હોવાનું સાબિત થાય તો કડક પગલાં ભરવામાં આવશે. આ પ્રકારે ગર્ભપાત કરાવવો એ કાયદાકીય રીતે ગુનો છે. અમે આ અંગે તપાસ કરાવીશું અને જવાબદારો સામે કડક પગલાં ભરીશું."
આ ઘટના બાદ આરોગ્ય અધિકારી દ્વારા જ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ વીડિયોમાં જોવા મળી રહેલ ત્રણ થી ચાર મહિલા કે જેઓ નાની ઉમ ની યુવતીના પે માંથી બાળકની હત્યા કરી રહ્યા છે તે મહિલા સ્ટાફ સંતરામપુ ની ખાનગી હોસ્પિટલ પ્રિયલ હોવાનું જાણવા મળી રહયું છે તેમજ આરોગ્ય અધિકારી દ્વારા આ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર મીનેશ શાહ સાથે વીડિયો બાબતે ટેલિફોનિક ચર્ચા કરતા વીડિયોમાં દેખાતો સ્ટાફ મારી હોસ્પિટલનો હોવાની કબૂલાત કરી

આ પણ વાંચો : દાહોદ : મહિલાને નગ્ન કરી ચીર હરણ કરનાર વધુ 5 'કૌરવો' ઝડપાયા, Viral Videoથી સમાજ શર્મસાર

હતી પરંતુ બાદમાં તેમણે હું આ મહિલાઓને ઓળખી નથી શકતો તેવું જણાવ્યું હતું. ઉપરાંત પોલીસની તપાસમાં પણ તેમણે મહિલાઓને ઓળખી શકતો નથી તેવું નિવેદન આપ્યું હતું.
Published by: Jay Mishra
First published: July 19, 2021, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading