નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી, ગોધરાની બજારમાં અવનવી ચણિયાચોળીનું આગમન


Updated: September 28, 2021, 4:20 PM IST
નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી, ગોધરાની બજારમાં અવનવી ચણિયાચોળીનું આગમન
શેરી ગરબા માટે કેટલા લોકો ઉત્સાહિ??

હાલ નવરાત્રી (Navratri 2021)ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગોધરા (Godhra) શહેરમાં ચણિયાચોળી તેમજ કેડિયા ના શોખીન લોકો માટે બજારો ખુલ્લા થયા છે. છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે નવરાત્રિ ન થવાથી પ્રજા મીટ માંડીને નવરાત્રી ની રાહ જોઈ રહી છે.

  • Share this:
ગોધરા: હાલ નવરાત્રી (Navratri 2021)ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગોધરા (Godhra) શહેરમાં ચણિયાચોળી તેમજ કેડિયા ના શોખીન લોકો માટે બજારો ખુલ્લા થયા છે. છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે નવરાત્રિ ન થવાથી પ્રજા મીટ માંડીને નવરાત્રી ની રાહ જોઈ રહી છે. ત્યારે ગરબા રમવા માટે પહેરવામાં આવતી ચણિયાચોળી અને કેડિયા ની ખરીદી આ સમયે પૂરજોશમાં જોવા મળે.

ગોધરાના બમરોલી રોડ પાસે આવેલા દાહોદ હાઇવે ઉપર અજય ભાઈ દ્વારા પથારો કરી ચણીયા ચોળીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. તેમના કહેવા અનુસાર ગયા વર્ષે તેમને મોટા પ્રમાણમાં ચણીયા ચોળી ની ખરીદી કરી હતી જે નવરાત્રીના થતા એ જ હાલતમાં પડી રહી. જેના કારણે તેમને ઘણી મોટી આર્થિક સંકળામણનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે ભારે હોબાળો, કોંગ્રી ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા

આ વર્ષે શેરી ગરબાને પરવાનગી આપી હોવાથી પ્રજામાં ચણિયાચોળી અને કેરીની ખરીદી થશે તેવી આશા તેમને જોવા મળી. જ્યારે ગોધરાના હોલસેલ મિત્રતા ભાવેશભાઈ ચંદુલાલ ડગલી તેમનું કહેવું એમ છે કે આ વર્ષે મોટા ભાગના વેપારીઓ પોતાનો સ્ટોક થયેલો માલ વેચાણ કરવા માટે ઉત્સુક છે. હાલ તો ગ્રાહકો ખરીદી નથી કરી રહ્યા પરંતુ આવનારા અઠવાડિયામાં નવરાત્રિના એક બે દિવસ અગાઉ ખરીદી મોટા પ્રમાણમાં થાય તેવી આશા છે.
Published by: kuldipsinh barot
First published: September 28, 2021, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading