Daily Highlights: ગોધરા પંથકમાં શરદપૂનમે નવચંડી યજ્ઞ તેમજ હવન કરવામાં આવ્યા


Updated: October 20, 2021, 11:03 PM IST
Daily Highlights: ગોધરા પંથકમાં શરદપૂનમે નવચંડી યજ્ઞ તેમજ હવન કરવામાં આવ્યા
પંચમહાલ જિલ્લાની આપને અસર કરતી તમામ ખબરો...

ગોધરા નગર તેમજ અન્ય આસપાસ ના ગામો માં શરદપૂનમે નવચંડી યજ્ઞ તેમજ હવન કરવામાં આવ્યા.આજરોજ ગોધરાના રણછોડજી મંદિર ખાતે તેમજ કાંસુડી ખાત?

  • Share this:
પંચમહાલ:  ગતરાત્રે હાલોલના મહિલા સફાઈ કર્મચારીઓ નગરપાલિકા હાલોલના વહીવટથી નારાજ થતાં હાલોલ નગરપાલિકા ની પાસે જ પ્રતિક ઉપવાસ આંદોલનના બે દિવસમાં ઉગ્ર દેખાવ શરૂ કરી દીધો હતો. પાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ હોવા છતાં અન્ય પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ થકી સાફ-સફાઈ કરાવતા આ ઘટના બનવા પામી હતી. હાલોલ નગર મા મોડી રાત્રે સફાઈ કર્મચારીઓનું પ્રતીક ઉપવાસ આંદોલન ઉગ્ર બન્યુ.હાલોલ પ્રાઈવેટ કોન્ટ્રાક્ટર ને રાત્રે સફાઈ કરાવતા નગર પાલિકાના મહિલા કર્મચારીઓ એ મચાવ્યો ભારે હોબાડો મચાવ્યો હતો.

પાલિકા દ્વારા મંગાવેલા પ્રાઇવેટ કામદારો ને સફાઈ કરતા અટકાવતા ભારે હોબાળો થતાંહાલોલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.હાલોલ પાલિકા ના ચીફ ઓફિસર સહીત પાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ સહીત પાલિકા સભ્યો પણ દોડી આવ્યા હતા.પ્રતીક ઉપવાસ પર ઉતરેલા સફાઈ મહિલા કર્મચારીઓ ચીફ ઓફિસર અને પાલિકા સભ્યો નો હુરિયો બોલાવ્યો હતો.મહિલા કર્મચારીઓ મોટી સંખ્યા મા ભારે સૂત્રોચ્ચાર સાથે મોડી રાત્રે રોડ પર ઉતરી આવ્યા હતા.

હાલોલ નગર પાલિકા સફાઈ કર્મચારીઓ વિવિધ માગણીઓ લઈ પ્રતીક ઉપવાસ પર ઉતર્યા હતા. ન્યાયની માંગણી કરવા માટે ગાંધીજીના માર્ગે સફાઈ કર્મચારીઓ આગળ આવ્યા.હાલોલ નગર મા ગંદકી નું સામ્રાજ્ય ફેલાતા પાલિકા તંત્રએ બહારથી પ્રાઈવેટ કોન્ટ્રાકટ બોલાવી સફાઈ કરાવતા ભારે હોબાળૌ મચાવા પામ્યો હતો. સફાઈ કામદારોની વ્યથા એ હતી કે કોરોના ના કાળમાં જ્યારે સ્થાનિક સફાઈ કામદારોએ ખૂબ જ મહેનત કરી હતી ત્યારે હવે જ્યારે કોરોના હળવો થયો છે ત્યારે સફાઇ કામદારોને વર્ક ઓર્ડર નથી મળી રહ્યા અને વળતર વધારવાની માગણી પણ સાંભળવામાં આવતી નથી વધુ વિગત માટે જોઈએ વીડીયો....

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવી બહુચર માતાના મંદિરની કરી પ્રાણ પ્રતિષ્ઠા

કોરોનાનો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે બીજીબાજુ મેલેરિયા, ડેન્ગ્યૂ તથા ચિકનગુનિયાના કેસ સામે આવી રહ્યા છે. સાંપ્રત સમયમાં પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી મેલેરિયાના ૩૪ ડેન્ગ્યુના ૧૭૦ તેમજ ચિકનગુનિયાના 10 કેસ મળી આવ્યા છે. તેમજ પંચમહાલ જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા રોગો સામે લડત આપવા માટેની કામગીરી તેમજ તકેદારી વિશે સી.ડી.એચ.ઓ પંચમહાલ ડો. મીનાક્ષીબેન ચૌહાણ દ્વારા શું વાતચીત કરવામાં આવી જોઈએ વિડિયો...

ગોધરા નગર તેમજ અન્ય આસપાસ ના ગામો માં શરદપૂનમે નવચંડી યજ્ઞ તેમજ હવન કરવામાં આવ્યા.આજરોજ ગોધરાના રણછોડજી મંદિર ખાતે તેમજ કાંસુડી ખાતે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યાં..
Published by: kuldipsinh barot
First published: October 20, 2021, 11:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading