Godhra famous food: લોકોને દાઢે વળગતા ખાડાના ભજીયા અને સમોસા, શું છે વિશેષતા


Updated: September 23, 2021, 8:38 PM IST
Godhra famous food: લોકોને દાઢે વળગતા ખાડાના ભજીયા અને સમોસા, શું છે વિશેષતા
ખાડાના પ્રખ્યાત સમોસા અને ભજીયાની તસવીર

Godhra famous food: ગોધરા અને ગોધરાની (Godhra) બહારથી પણ કોઈપણ ગોધરાની મુલાકાત લે તો દાહોદ રોડ (Dahod road) પાસે આવેલા ખાડાના ભજીયા અને સમોસાની (Bhajia samosa) અવશ્ય મુલાકાત લેજ.

  • Share this:
પંચમહાલઃ પંચમહાલ (Panchmahal news) જિલ્લામાં ખાણીપીણીના શોખીન લોકો વસવાટ કરે છે. તેમાંય ગોધરા નગરમાં (Godhra city news) રહેતા લોકો ખાણીપીણીનો વિશેષ શોખ (Special hobby of eating) ધરાવે છે. ગોધરા નગર ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભલે નાનું છે પણ અનેક વિશેષતાઓ ધરાવે છે. ગોધરામાં ખાણીપીણીના શોખીન લોકો તો છે જ સાથે સાથે લહેજેદાર ખાણીપીણીની વાનગીઓ (famous food of Godhra) પણ ગોધરામાં મળે છે. એવી જ એક વાનગીની આજે આપણે વાત કરીશું જેને ગોધરા અને ગોધરાની બહારથી પણ કોઈપણ ગોધરાની મુલાકાત લે તો દાહોદ રોડ (Dahod road) પાસે આવેલા ખાડાના ભજીયા અને સમોસાની (Bhajia samosa) અવશ્ય મુલાકાત લેજ.

આજથી 60 વર્ષ પહેલા નંદકિશોર શંકરલાલ ત્રિવેદી પોતાની સાથે ફક્ત 35 રૂપિયા ની મૂડી લઈ ગોધરામાં આવ્યા હતા. 60 વર્ષ પહેલા તેમને નાનકડી કેબીન જેટલી જગ્યામાં ફરસાણ નો વ્યવસાય શરૂ કર્યો. પરંતુ લોક પ્રતિસાદમાં ગોધરા તેમજ ગોધરા બહારના લોકોને તેમના ભજીયા અને એમાંય ડુંગળીના ભજીયા અને સમોસા ખૂબ જ ફાવટ માં આવી ગયા.

ભજીયા અને સમોસા તો ખરા જ પણ તેમના દ્વારા ભજીયા અને સમોસા સાથે આપવામાં આવતી ચટણીનો અનોખો જાદુ છવાયો. આમલી અને ગોળ માંથી બનાવેલી ચટણીનો સ્વાદ લોકોના મોઢે ચઢી ગયો. તેમની દુકાનેથી સમોસા લઈએ કે ભજીયા તેની સાથે પીરસવામાં આવતી આમલી અને ગોળ ની ખાટી મીઠી ચટણી અને તેની ઉપર સહેજ દહીં અતિશય સ્વાદિષ્ટ બની જાય છે.

નંદકિશોર શંકરલાલ ત્રિવેદી આજે હયાત નથી પરંતુ તેમના સમકાલીન થી લઈ અત્યાર સુધીની પેઢીના તમામ ઉંમરના લોકો તેમના સમોસા અને ભજીયાના ચાહકો છે. તેમજ તેમને ત્યાં બનાવવામાં આવતું ખાટું-મીઠું મિક્સ ચવાણું જે બીજે ક્યાંય કદાચ મળતું હશે કે કેમ? તેના પણ અનેક ચાહકો છે. 60 વર્ષથી આજ દિન સુધી તેમના સમોસા, ભજિયા અને ચવાણા ના સ્વાદમાં કોઈ જ ફેરફાર થયો નથી જેના સાક્ષી તેમના જૂના ગ્રાહકો પણ છે.

અને કદાચ એટલે જ ગોધરા બહારના લોકો જે એક વાર તેમને ત્યાંથી સમોસા કે પછી ભજીયા કે પછી ચવાણું ચાખી જાય છે તેઓ ફરી જ્યારે પણ ગોધરા આવે છે ત્યારે યાદ રાખીને ખાડાના સમોસા ભજીયા ની અવશ્ય મુલાકાત લે છે.
First published: September 23, 2021, 8:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading