ગોધરા: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રીડમ રન 2.0 દોડનું આયોજન, 100થી વધારે વિદ્યાર્થીઓએ લીધો ભાગ


Updated: September 27, 2021, 8:40 PM IST
ગોધરા: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રીડમ રન 2.0 દોડનું આયોજન, 100થી વધારે વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ગોધરા સેવા સદન-1

Godhra news: પંચમહાલ જિલ્લાના (Panchmahal news) મુખ્યમથક ગોધરા ખાતે નેહરુ (Godhra news) યુવા કેન્દ્ર દ્વારા ભારતની આઝાદીના (75 year of freedom) 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ (azadi ka Amrit mahotsav) અંતર્ગત શ્રીપંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ફ્રીડમ રન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું.

  • Share this:
ગોધરાઃ ગોધરા શહેરના (Godhra news) સેવાસદન-1 (sevasadan) ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi no Amrut mahotsav) અંતર્ગત ફ્રીડમ રન 2.0 દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. 100 ઉપરાંત વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક દોડમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રીપંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ફ્રીડમ રન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું, ગોધરા શહેરમાં આવેલા જિલ્લા સેવાસદન ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એનએસએસ અને એનસીસી સંસ્થાના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત ગોધરા ધારાસભ્ય સીકે રાઉલજીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા દેશના યુવાનો માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. દેશના યુવાનોને અભ્યાસ બાદ પોતાના રસ રુચિ અને ક્ષમતા અનુસાર રોજગારી મળી જાય તે માટે સરકાર દ્વારા સતત નવી પહેલો કરવામાં આવી રહ્યા છે. હાલ દેશમાં રોજગારીની નવી તકોનું સર્જન થાય, ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ બની રહે, ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે. એક સ્વસ્થ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે દેશના યુવાનોએ અભ્યાસ ઉપરાંત પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપીને એ માટે વિશેષ સમય ફાળવવો જોઈએ.

ગોધરા ધારાસભ્ય સીકે.રાઉલજી સહીત નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના ગુજરાત રાજ્ય નિર્દેશક મનીષાબેન શાહ તથા નહેરુ યુવા કેન્દ્રના નિવૃત્ત ડાયરેકટર શિવદાયાલ શમૉ તેમજ નેશનલ યુથ એવોર્ડ વિજેતા અશરફ પટેલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી દોડનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં 100થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ એકસાથે દોડ્યા હતા, દોડમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. દેશની યુવા પેઢીને માટે પોતાના મનગમતા આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે ઉત્તમ તક આ સમય છે.
Published by: ankit patel
First published: September 27, 2021, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading