ગોધરામા ધૂળની ડમરીથી વાહનચાલકો પરેશાન, દુકાનમાંથી મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમા કેદ, ગઠીયો ફરાર


Updated: October 13, 2021, 7:20 PM IST
ગોધરામા ધૂળની ડમરીથી વાહનચાલકો પરેશાન, દુકાનમાંથી મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમા કેદ, ગઠીયો ફરાર
પંચમહાલમાં ધૂળની ડરમરીયો

Godhra news: ગોધરામાં છેલ્લા કેટલાય સમયથી રસ્તા ઉપર પડેલા ખાડાઓની સમસ્યા થી પ્રજા હેરાન પરેશાન થઇ ચૂકી છે ત્યારે નગરપાલિકાએ તેના ત્વરીત નિકાલ માં ખાડા માં માટીનું પુરાણ કરી તે પ્રશ્ન વધુ જટિલ બનાવી દીધો છે.

  • Share this:
ગોધરાઃ ગતરોજ ગોધરાની (Godhra news) શુક્લ સોસાયટી ખાતે કરવામાં આવેલા નવરાત્રીના (Navratri 2021 સુચારૂં આયોજનમાં ગોધરાની શેરી ગરબા સંવર્ધન સમિતિના આગેવાનોને માતાજીની આરતી (Mataji ni aarati) માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. શેરી ગરબામાં પણ શ્રેષ્ઠ આયોજન ગણાતું એવું ગોધરાની શુક્લ સોસાયટીનું નવરાત્રિનું આયોજન ગણી શકાય. તથા આરતી ના કાર્યક્રમમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

૨. ગોધરામાં છેલ્લા કેટલાય સમયથી રસ્તા ઉપર પડેલા ખાડાઓની સમસ્યા થી પ્રજા હેરાન પરેશાન થઇ ચૂકી છે ત્યારે નગરપાલિકાએ તેના ત્વરીત નિકાલ માં ખાડા માં માટીનું પુરાણ કરી તે પ્રશ્ન વધુ જટિલ બનાવી દીધો છે. અત્યાર સુધી પ્રજા ખાડા ના કારણે પરેશાન થઇ રહી હતી હવે તેની અંદર માટીનું પુરાણ કરવાથી અતિશય ધૂળની ડમરીઓ ઉડવા પામે છે. ત્યારે નગરપાલિકાએ દિવસ દરમિયાન રસ્તા ઉપર ની ધૂળ ઉડાડી ને સાફ સફાઈ કરી ચાલુ દિવસે પણ પ્રજાની પરેશાની વધારી ને પોતાનો ખોખલો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવું લાગી રહ્યું છે...

૩. ગોધરા ખાતે આવેલી ચશ્માની દુકાનમાં થી મોબાઈલ ચોરી સમગ્ર ધટના સીસીટીવી ફુટેજ માં કેદ ગઠીયો ફરાર.

ગોધરા ની જુની પોસ્ટ ઓફીસ પાસે આવેલ ઓપ્ટીક ચશ્મા નામ ની દુકાન માં અજાણ્યો ગઠીયો ચશ્મા ખરીદવા ના બહાને દુકાનમાં આવ્યો અને દુકાનદાર ને વાતોમાં રાખી ખીસ્સામાં મોબાઈલ ફોન સરકાવી બિન્ધાસ્ત રવાના થઈ ગયો સમગ્ર ધટના થઈ સીસીટીવી ફુટેજ માં કેદ, બનાવ અંગે દુકાનદાર ધ્વારા શહેર પોલીસ ને જાણ કરવામાં આવી.
Published by: ankit patel
First published: October 13, 2021, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading