શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ બન્યા ગૃહના ઉપાધ્યક્ષ, ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી કરી ઉજવણી


Updated: September 28, 2021, 3:54 PM IST
શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ બન્યા ગૃહના ઉપાધ્યક્ષ, ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી કરી ઉજવણી
દારૂ ભરેલી કાર ખાડામાં ઉતરી ગઈ

વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ શહેરા (Shehra MLA)ના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ (Jethabhai Bharvad) બનતા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

  • Share this:
પંચમહાલ:  વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ શહેરા (Shehra MLA)ના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ (Jethabhai Bharvad) બનતા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધારાસભ્યના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી ફટાકડા ફોડીને ઢોલ ના તાલે નાચી ને કરવામાં આવી છે.

૨. ગોધરા એલ.સી.બી. પોલીસે હાલોલ તાલુકાના ધનકુવા ચોકડી ઉપર પ્રોહી નાકાબંધી કરી ગાડીનો પીછો કરી ચાડવા ગામે રોડ સાઇડમાં ખાડમાં ઉતરી ગયેલ અલ્ટો કારમાં ભરેલ વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી બોટલો નંગ- ૮૪ કિ.રૂ.૨૮,૦૨૦ તથા કિ.રૂ.૫૦,૦૦૦મળી કુલ કિ.રૂ. ૭૮,૦૨૦ ના પ્રોહી મુદ્દામાલ પકડી પાડયો છે.

ઉપરોક્ત ઓલ્ટો કાર ચાલક રાજુભાઈ ખાતુભાઈ પરમાર રહે વાંકડિયા તાલુકો હાલોલ તથા વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ધર્મેન્દ્રભાઈ લક્ષ્મણભાઇ બારિયા રહે ઘાટા તા.હાલોલ નાઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પાવાગઢ સ્ટેશનમાં પ્રોહી બીશન એક્ટ કલમ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

૩. ગોધરા શહેરના સેવાસદન-૧ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રીડમ રન ૨.૦ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.૧૦૦ ઉપરાંત વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક દોડમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રીપંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ફ્રીડમ રન ૨.૦. નું આયોજન કરવામાં આવ્યું હતું, ગોધરા શહેરમાં આવેલા જિલ્લા સેવાસદન ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એનએસએસ અને એનસીસી સંસ્થાના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત ગોધરા ધારાસભ્ય સીકે રાઉલજીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા દેશના યુવાનો માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. દેશના યુવાનોને અભ્યાસ બાદ પોતાના રસ રુચિ અને ક્ષમતા અનુસાર રોજગારી મળી જાય તે માટે સરકાર દ્વારા સતત નવી પહેલો કરવામાં આવી રહ્યા છે. હાલ દેશમાં રોજગારીની નવી તકોનું સર્જન થાય, ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ બની રહે, ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે.એક સ્વસ્થ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે દેશના યુવાનોએ અભ્યાસ ઉપરાંત પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપીને એ માટે વિશેષ સમય ફાળવવો જોઈએ.
ગોધરા ધારાસભ્ય સીકે.રાઉલજી સહીત નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના ગુજરાત રાજ્ય નિર્દેશક મનીષાબેન શાહ તથા નહેરુ યુવા કેન્દ્રના નિવૃત્ત ડાયરેકટર શિવદાયાલ શમૉ તેમજ નેશનલ યુથ એવોર્ડ વિજેતા અશરફ પટેલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી દોડનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

જેમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ એકસાથે દોડ્યા હતા, દોડમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
દેશની યુવા પેઢીને માટે પોતાના મનગમતા આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે ઉત્તમ તક આ સમય છે.
Published by: kuldipsinh barot
First published: September 28, 2021, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading