ગોધરા: મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત ઓનલાઇન તાલીમ યોજાઇ


Updated: July 24, 2021, 11:55 PM IST
ગોધરા: મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત ઓનલાઇન તાલીમ યોજાઇ
ગોધરા:મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત ઓનલાઇન તાલીમ યોજાઇ. સેન્ટ્રલ એકેડેમી ઓફ ?

મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ અંતર્ગત ખાસ અધ્યાપકો આ તાલીમ મેળવે એવા હેતુથી રાષ્ટ્રીય સ્તરની તાલીમ online ગોઠવાઈ હતી.

  • Share this:
પંચમહાલ : સેન્ટ્રલ એકેડમી ઓફ ફોરેસ્ટ સર્વિસ, દેહરાદુન એ મીનીસ્ટ્રી ઓફ એન્વાયરન્મેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લ્યામેટ ચેન્જ અંતર્ગત કાર્યરત સંસ્થા છે જે દેશમાં ફોરેસ્ટ ઓફિસર્સ અને તેમને સંલગ્ન સ્ટાફને તાલીમ આપવાનું કામ કરે છે.

સેન્ટ્રલ એકેડેમી ફોર સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ અથવા CASFOS ની સ્થાપના ૧૯૮૧માં થઈ હતી. જે વિવિધ રાજ્યોના સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ ઓફિસરોને તાલીમ આપવાનું કાર્ય કરે છે. જેનું નવું કેમ્પસ દહેરાદૂન જે ઉત્તરાખંડની રાજધાની છે ત્યાં આવેલું છે. તેઓએ મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ અંતર્ગત ખાસ અધ્યાપકો આ તાલીમ મેળવે એવા હેતુથી રાષ્ટ્રીય સ્તરની તાલીમ online ગોઠવાઈ હતી.

તા. ૧૯ થી ૨૦ જુલાઈ, ૨૦૨૧ દરમ્યાન ખાસ અધ્યાપકો આ તાલીમ મેળવે એવા હેતુથી રાષ્ટ્રીય સ્તરની તાલીમ ઓનલાઈન ગોઠવાઈ હતી જેમાં અન્ય યુનિવર્સિટીની સાથે ગોધરાની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીને પણ આમંત્રણ અપાયું હતું. જે સંદર્ભે યુનિ. દ્વારા ખાસ કુલપતિ પ્રો.પ્રતાપસિંહજી ચૌહાણ ગોવિંદ ગુરૂ યુનિ. ગોધરાનાં અધ્યાપકોને આ કાર્યક્રમમાં જોડવા અપીલ કરી હતી. યુનિ. આ માટે સભ્યોની સમિતિ પણ બનાવી હતી, જેમાં ડો. અજય સોની, ડો. મહેશ મહેતા, ડો. હરીશ ડાભી, ડો. મુકેશ પટેલ અને ડો. રૂપેશ નાકર સહિતના આચાર્યો અને અધ્યાપકોને સમગ્ર પ્રોગ્રામમાં અધ્યાપકો જોડાય તે માટે કામગીરી અપાઈ હતી. જેને લઈને ૩૫ થી વધુ કોલેજોના કુલ ૧૫૦ થી પણ વધારે અધ્યાપકો આ ઓનલાઈન તાલીમમાં જોડાયા હતા.

બાયોડાયવર્સીટી કન્સર્વેશન, વેટલેન્ડનું મહત્વ, એમ્ફીબિયન્સ ઓફ ઇન્ડિયા, ઇકો કન્સર્વેશન, ટાયગર કન્સર્વેશન ઉપરાંત પેનલ ડિસ્કશન જેવા ઓનલાઇન લેક્ચર્સ રાષ્ટ્રીય સ્તરનાં વક્તાઓ દ્વારા થયા હતા. આયોજકોએ ખાસ ગુજરાતના અધ્યાપકોનો મોટી સંખ્યામાં જોડવા માટે આભાર પણ માન્યો હતો. કુલપતિ પ્રો.પ્રતાપસિંહજી ચૌહાણે ખાસ આ તાલીમ દ્વારા અધ્યાપકો સજ્જ બને ઉપરાંત કન્સર્વેશન જેવા વિવિધ મુદ્દાઓથી વિદ્યાર્થીઓને પણ માહિતગાર કરે તે માટે આહ્વાન કર્યું હતું.
First published: July 24, 2021, 11:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading