ખેડૂતો માટે જાણવા જેવું : એક હેક્ટર જમીનમાંથી કેવી રીતે કમાઈ શકાય 2 લાખ રૂપિયા?


Updated: September 20, 2021, 8:46 PM IST
ખેડૂતો માટે જાણવા જેવું : એક હેક્ટર જમીનમાંથી કેવી રીતે કમાઈ શકાય 2 લાખ રૂપિયા?
પંચમહાલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર ખેડૂતો માટે આપવામાં આવી માહિતી

How To Earn Money : આ વૃક્ષોને વાવી અને તેના ફળમાંથી એક હેક્ટરે 1.5-2 લાખ રૂપિયા વાવી શકાય છે. એક હેક્ટમાં વાવી શકાય છે 400 વૃક્ષો

  • Share this:
 શિવમ પુરોહિત પંચમહાલ : પંચમહાલ (panchmahal) જિલ્લામાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર  (Agriculture Science Center) ખાતે પ્રમુખ વૈજ્ઞાનિક ડો.એ.કે. સિંહ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (Agri Scientist) ની ટીમ દ્વારા ભારતભરમાંથી બીલીપત્ર અથવા બીલીના (Aegle marmelos) વૃક્ષની 3000ની આસપાસ પ્રજાતિઓ લાવી અને તને ઉપર સંશોધન (Research on Aegle marmelos) કરવામાં આવ્યું. જેમાંથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચાર પ્રજાતિઓ ગોમાયસી, થાર નીલકંઠ, થાર સૃષ્ટિ તથા થાર દિવ્ય વગેરે પ્રજાતિઓ વિકસિત કરવામાં આવી છે. આ પ્રજાતિઓ ખૂબ જ ગુણોથી ભરપૂર છે તેમજ તેમાંથી ગોમાયસી પ્રજાતિ વ્યવસાયિક રૂપે ઉપયોગમાં લેવામાં આવી રહી છે.

દર વર્ષે આ પ્રજાતિની વધારેમાં વધારે ડિમાન્ડ વધી રહી છે. આપણે બીલીપત્ર અને શિવજી ઉપર ચડાવવા માટે નો પત્ર સમજીએ છીએ પરંતુ બીલીના વૃક્ષ પર લાગતું ફળ એટલે બીલુ જે નહીં સગન માત્ર ખેતી કરવામાં આવે તો મબલખ નફો પણ મેળવી શકાય છે. (Farming of Aegle marmelos) બિલીના વૃક્ષ ઉપર લાગતા ફળ-ફૂલ છાલ તથા મૂળ પણ ઔષધીય ગુણ ધરાવે છે. તેમજ ડાયાબિટીસ જેવા અન્ય રોગોમાં પણ તે ઉપયોગી નીવડે છે. જેનું વર્ણન ચરક સંહિતા બૃહદ સંહિતા જેવા ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે.

ઔષધીય સાથે વ્યાવસાયિક ગુણો ધરાવે છે. 

બીલી ઔષધીય વધારવાની સાથે સાથે પણ તેમને વ્યવસાયિક મૂલ્યો પણ ડો. એ.કે.સિંહ દ્વારા જણાવવામાં આવ્યું. બીલીના વૃક્ષને કોઈપણ પ્રકારની જમીન પર ઉગાડી શકાય. તેમજ તેમાં ફળદ્રુપતા ન હોય તો પણ આ વૃક્ષ ઉછેરી શકે છે. સાથે સાથે આ વૃક્ષની સઘન ખેતી કરવામાં આવે તો બીલીના વૃક્ષને પાંચ×પાંચ મિટરના અંતરે રોપણી કરવાથી એક હેક્ટર જમીનમાં 400 જેટલા બીલીના વૃક્ષો વાવી શકાય છે અને તેમાંથી સરળતાથી આ વર્ષે દોઢથી બે લાખ રૂપિયાની આવક મેળવી શકાય છે.

આ પણ વાંચો : ભાવનગર : પ્રગતિશીલ પશુપાલકે શરૂ કર્યો ગીર ગાયના દૂધનો ધંધો, મહિને કમાય છે 90,000 રૂપિયા

એક હેક્ટરમાંથી 1.5-2 લાખ રૂપિયા જેટલી આવક મેળવી શકાય છે. ખેડૂતો દ્વારા ફાજલ પડેલી જમીનમાં વૃક્ષો વાવી અને વધારાની આવક મેળવી શકે છે તેમજ બીલીના ફળ ના રસ માંથી શરબત કેન્ડી મુરબ્બો અને કાચા ફળમાંથી અથાણું બનાવી શકાય છે જેને પોતાના ઉપયોગમાં લઈ શકાય સાથે સાથે તેનો વ્યવસાયિક રીતે પણ ઉપયોગ કરી શકાય છે.

હાલ રાજસ્થાન ગુજરાત પંજાબ તેમજ ઉત્તર પ્રદેશમાં બિલ્લી નું વાવેતર શરૂ થઇ ચૂક્યું છે તેમજ ધીરે ધીરે હવે ગુજરાતમાં અનેક ખેડૂતો તેનું વાવેતર કરી રહ્યા છે.બીલી ખૂબ જ ઔષધીય અને પોષક તત્વ ધરાવતું વૃક્ષ ભવિષ્યમાં ઔદ્યોગિક મહત્વ મેળવશે તેઓ પ્રમુખ વૈજ્ઞાનિક અને હેડ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પંચમહાલ ડો.એ કે સિંહ દ્વારા જણાવવામાં આવ્યું.
First published: September 20, 2021, 8:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading