Panchmahal: ગોધરાનાં ઓટોમોબાઇલ હબમાં ચોરીની બાઇક સાથે એક પકડાયો


Updated: January 26, 2022, 7:29 PM IST
Panchmahal: ગોધરાનાં ઓટોમોબાઇલ હબમાં ચોરીની બાઇક સાથે એક પકડાયો
બાઇક ચોરી, સીમલા, ગોધરા

ગોધરાનો રહેવાસી ઝુલ્ફીકાર સીરાજ મણકી ઉર્ફે કાલીયા જે ક્યાંક થી મોટર સાયકલ ચોરી કરી લઇ આવ્યો હતો 

  • Share this:
ગોધરા, પંચમહાલ: પંચમહાલ (Panchmahal) જિલ્લાનાં ગોધરા (godhra) ખાતે સીમલા (Simla) વિસ્તારને ઓટોમોબાઇલ હબ (automobile hub) તરીકે દૂર દૂરનાં લોકો જાણે છે. ત્યાં વાહનોની મરામતની સાથે સાથે ચોરી (theft) પણ થાય છે તેવો કિસ્સો સામે આવતા તંત્ર એલર્ટ જોવાં મળ્યું હતું. ગતરોજ ગોધરાનાં સીમલા વિસ્તારમાંથી ચોરી કરેલી કાળા કલરની પેશન પ્રો મોટરસાયકલ સાથે પંચમહાલ એસ.ઓ.જી. પોલીસ દ્વારા એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા તથા પંચમહાલ ગોધરા રેન્જ નાં પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ પંચમહાલ ગોધરા દ્વારા મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે આપેલી સુચના અને માર્ગદર્શનનાં આધારે પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યા એસ.ઓ.જી. શાખા ગોધરાને આ અંગે બાતમી મળી હતી. બાતમી મળતાની સાથે જ તેઓએ એસ. ઓ.જી. સ્ટાફના માણસોને એલર્ટ કરી દિધા હતાં.

ગોધરાનો રહેવાસી ઝુલ્ફીકાર સીરાજ મણકી ઉર્ફે કાલીયા જે ક્યાંકથી મોટર સાયકલ ચોરી કરી લઇ આવ્યો હતો અને મોટરસાયકલ લઈને નિલમ લોજ બાજુ આવવાનો હતો અને એસ.ઓ.જી. શાખાના પોલીસ માણસો ગોધરા ટાઉન વિસ્તારમાાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તેઓને આ અંગેની બાતમી મળી હતી અને તે વિશેની સમજણ મેળવી કાયદેસર ની કાર્યવાહી કરવા સુચના કરતા પોલીસ સ્ટાફના માણસોએ બે પંચના માણસોને બોલાવી સાથે રાખી વોચ માં હતા. તે દરમ્યાન બાતમી પ્રમાણે નો ઇસમ મોટર સાયકલ લઇને આવતા તેને કોર્ડન કરી મોટર સાયકલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Arvalli: પ્રજાસત્તાક દિવસે જ કરુણ ઘટના! મોડાસામાં કારનું ટાયર ફાટતા શિક્ષિકાનું મોત

પકડી પાડ્યા બાદ તે ઇસમને મોટર સાયકલ બાબતે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ગોધરા નાં ઓટોમોબાઇલ હબ તરીકે ઓળખાતા સીમલા વિસ્તારના પેટ્રોલ પંપ નજીક રોડ પાસેથી ચોરી કરીને આ મોટરસાયકલ લાવ્યો છે. જેથી પોલીસ ટીમ દ્વારા એન્જીન નંબર તથા ચેસીસ નંબર પોકેટકોપ મોબાઇલમાં સર્ચ કરીને જોતા વાહન નાં અસલ માલીક નું નામ તથા સરનામું મળ્યું હતું. ત્યારબાદ તેઓનો સંપર્ક કરતા તેમણે પોતાની મોટર સાયકલની ચોરી બાબતે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો તેવું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: Ahmedabad : Motivational Speaker બની શિક્ષકે દીકરીની ઉંમરની વિદ્યાર્થિનીને પીંખી

તેથી ચોરીની હિરો કંપની ની કાળા કલરની પેશન પ્રો મોટરસાયકલ જેનો નંબર GJ 17 AN 9160 સાથે ઝડપાયેલો પંચમહાલ જિલ્લાના ગોધરા નાં ગોહયા મહોલ્લામાં રહેતો ઝુલ્ફીકાર સીરાજ મણકી ઉર્ફે કાલીયા ને ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાં ગુ.ર.નં. નાં.૧૧૨૦૭૦૦૨૨૨૦૦૩૦/૨૦૨૨ IPC કલમ ૩૭૯ મુજબ ગુનો ડીટેક્ટ કરીને આગળ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: kuldipsinh barot
First published: January 26, 2022, 7:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading