શહેરા તાલુકાનાં ગામમાં ગ્રેનાઈટ પથ્થરની લીઝ ફરી ચાલુ કરતાં ગ્રામજનોમાં રોષ


Updated: October 26, 2021, 3:59 PM IST
શહેરા તાલુકાનાં ગામમાં ગ્રેનાઈટ પથ્થરની લીઝ ફરી ચાલુ કરતાં ગ્રામજનોમાં રોષ
ખાણ ખનીજ વિભાગ, ગોધરા, પંચમહાલ

ગૌચર જગ્યા હોઈ અને તેની વચ્ચેની જગ્યા બોથ ખરાબો કરવામાં આવતો હોય અને તે માઈન્સ કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા કે કોઈપણ જાહેરાત આપ્યા સિવાય ?

  • Share this:
શહેરા તાલુકાના વાડી વલ્લભપુર સરકારના આદેશ મુજબ ગ્રેનાઈટ પથ્થર ની લીઝ ભાડા પેટે આપવામાં આવી છે જેમાં અગાઉના સમય માં સર્વે નં 657બ ગ્રામજનો દ્વારા ગાંધીનગર ખાતે જઈ આત્મવિલોપનનાં પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ગાંધીનગર તંત્ર દ્વારા આ લીઝ બંધ કરવામાં આવી હતી જ્યારે હાલ લગતા વળગતા અધિકારી પાસેથી અભિપ્રાય અને ગ્રામ પંચાયત ખાતેથી અભિપ્રાય મેળવવામાં આવ્યો હતો

જ્યારે આ સર્વે નંબર માં ગૌચર જગ્યા હોવાના કારણે લગતા વળગતા તંત્ર દ્વારા તેમાંથી અમુક ટુકડો બોથ ખરાબો પાડી તેનો અભિપ્રાય મેળવવી અને સંપાદન ના અધિકારી ના અભિપ્રાય દ્વારા જેતે લીઝ ધારક ને આ લીઝ ફરી ફાળવવામાં આવી હતી જોકે હાલ ગ્રામજનો એ આ લીઝ ચાલુ થતાં ગોધરા ખાણ ખનીજ વિભાગ માં આવેદન પત્ર આપવામાં આવ્યું છે હાલ ઉલ્લેખનીય તો એ છે કે જેતે માઇન્સ સરકાર દ્વારા બંધ કરવામાં આવી હોઈ અને તે જ માઇન્સ ફરી ચાલુ કઈ રીતે કરવામાં આવી

જે તે જમીન ગૌચર જગ્યા હોઈ અને તેની વચ્ચેની જગ્યા બોથ ખરાબો કરવામાં આવતો હોય અને તે માઈન્સ કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા કે કોઈપણ જાહેરાત આપ્યા સિવાય આ લીઝ ધારકો ને કેવી રીતે આપવામાં આવી અને જો આપવામાં આવી હોયતો ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ લીઝ ગ્રામજનો ને આપવામાં આવે અને તેનું સંચાલન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે તેવી ગ્રામજનો ની માગણી કરી હતી.
Published by: Margi Pandya
First published: October 26, 2021, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading