પંચમહાલ : 'પ્રગતિશીલ' ખેડૂતનું કારસ્તાન, મકાઈની વચ્ચે વાવ્યો ગાંજો, 6.59 લાખનો માલ ઝડપાયો


Updated: July 23, 2021, 5:40 PM IST
પંચમહાલ : 'પ્રગતિશીલ' ખેડૂતનું કારસ્તાન, મકાઈની વચ્ચે વાવ્યો ગાંજો, 6.59 લાખનો માલ ઝડપાયો
શહેરનાના જોધપુર ગામમાંથી ગાંજો પકડાતા ચકચાર

Panchmahal News : આમ તો ખેડૂતો પોતાની પ્રગતિશીલ ખેતીના કારણે જ ચર્ચામાં આવતા હોય છે પરંતુ આ ખેડૂત કારસ્તાનના કારણે પોલીસના હાથે ચઢ્યો છે, જાણો કેવી રીતે ભાંડો ફૂટ્યો

  • Share this:
શિવમ પુરોહિત, પંચમહાલ :  પંચમહાલમાં (Panchmahal) ગોધરાની એસઓજી (Godhra SOG) ટીમે શહેરાના જોધપુર ગામ માંથી મકાઈના ખેતરમાં ઉગાડેલા 6.59 લાખની કિંમતનો લીલો ગાંજો ઝડપી પાડયો છે. ગોધરા એસ.ઓ.જી પોલીસનાં પી.આઇ એમ.કે પંડ્યા ને સચોટ બાતમી મળી હતી કે શહેરાના જોધપુર શેખપુરના કટારા ફળિયામા રહેતા રમેશભાઈ અમલાભાઇ ખાંટે પોતાના મકાનની સામે બાજુ આવેલ ખેતરમાં મકાઈના ઉભા પાકમાં ગાંજાના (Marijuana) છોડ નું વાવેતર કર્યુ હતું.

બાતમીને આધારે એસઓજીની ટીમ પી.આઈ એમ પી પંડ્યા, પી.એસ.આઇ આરએમ મુધવા તથા ટીમના સભ્યોએ પંચોને સાથે રાખી બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા મકાઈના ખેતરમાં ભારે શિકત પૂર્વક ગાંજા ના છોડ નું વાવેતર કરેલુ જણાઈ આવ્યું હતું. એક સમયે એસઓજીની ટીમ તપાસ કરતાં ચોંકી ઉઠી હતી કારણકે મકાઈના ખેતરમાં એક બે નહીં પરંતુ 35જેટલા ગાંજાના છોડ વાવેતર કરેલા હતા. અને છેલ્લા ઘણા સમયથી આ છોડ વાવ્યા હોવાનો અંદાજ છોડની ઊંચાઈ અને કદના આધારે લગાવી શકાય તેમ હતું.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : આડા સંબંધોની શંકામાં ખેલાયો ખૂની ખેલ, કડીવાળી લાકડીના ઘા ઝીંકી યુવકની હત્યા

પરંતુ નવાઈની વાત છે આટલી મોટી માત્રામાં ગાંજો વાવ્યો હોવા છતાં આસપાસના રહીશો કે ખેતર માલિકોને ધ્યાને પણ ન આવ્યું. એસ.ઓ.જી પોલીસે મુદ્દામાલ ની ગણતરી કરતા રમેશભાઈના ખેતરમાંથી ૩૫ જેટલા મોટા કદના ગાંજાના છોડ કબજે લીધા છે.

આ પણ વાંચો : સુરત : Web Seriesના નામે પોર્ન ફિલ્મ બનાવવાના 'એડલ્ટ' ખેલનો પર્દાફાશ, મુંબઈ પોલીસે કરી ધરપકડ

ખેતરમાંથી મળી આવેલ ગાંજાના 35 છોડ નું વજન અંદાજિત 65.97 કિલો ગ્રામ થયું હતું જેની અંદાજિત કિંમત રૂપિયા છ લાખ ઓગણસાઠ હજાર સાતસો થઈ હતી. તેથી ગોધરા એસ.ઓ.જી ટીમે આ  6.59 લાખ લાખ રૂપિયાનો  મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરવા માટે ઘટનાસ્થળે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : વડોદરા : પતિના સ્પર્મથી બાળક ઈચ્છતી હતી પત્ની, હાઇકોર્ટના આદેશ બાદ સેમ્પલ લેવાયા, કલાકોમાં મોત

ગોધરા પોલીસ એસ.ઓ.જી ટીમ દ્વારા તપાસ દરમ્યાન ખેતર માલિક રમેશભાઈ અમલાભાઇ ખાંટ પોતાના ઘરે જ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી. તેની સામે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: July 23, 2021, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading