પંચમહાલ : ગોધરા એસટી ડિવિઝનમાં વૃક્ષારોપણ; જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર


Updated: July 31, 2021, 6:08 PM IST
પંચમહાલ : ગોધરા એસટી ડિવિઝનમાં વૃક્ષારોપણ; જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
Panchmahal News : પંચમહાલ જિલ્લાના આજના સમાચાર જુઓ આ ખાસ બૂલેટિનમાં

Panchmahal News : પંચમહાલ જિલ્લાના આજના સમાચાર જુઓ આ ખાસ બૂલેટિનમાં

  • Share this:
થોડાક સમય પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર થયું હતું. ત્યારબાદ આજરોજ તારીખ 31 જુલાઈ 2021 ના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ નો પરિણામ જાહેર થવાનું હોય પરિણામ માટે આતુર વિદ્યાર્થીઓ ધીરજનો આખરે અંત આવ્યો છે. આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટ્સ તથા કોમર્સ ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો જ્યારે બીજી તરફ વિદ્યાર્થીઓ હવે આગળ શાળામાં અભ્યાસ કરી પોતાની કારકિર્દી બનાવશે તેના આયોજનો પણ થતા જોવા મળ્યા.

ગોધરામાં એસટી ડિવિઝન ઓફિસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયું

ગોધરા એસટી ડિવિઝન ઓફિસ ખાતે રોટરી ક્લબના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેનો ઉદ્દેશ હાલના સમયમાં પર્યાવરણના સંરક્ષણ ને ધ્યાનમાં રાખીને વૃક્ષોનો ઉછેર અને તેનું જતન કરી પર્યાવરણને જાળવવા નો હતો. આ કાર્યક્રમમાં અગ્રણી ડો શ્યામસુંદર શર્મા, ડીસી ડીંડોર, લેબર ઓફિસર ચોપડા, તેમજ ડેપો મેનેજર પરમાર સાહેબ હાજર રહ્યા હતા

. તેમજ રોટરી ક્લબના સહયોગથી કરવામાં આવેલા આ કાર્યક્રમમાં અપૂર્વ પાઠક પ્રમુખ રોટરી ક્લબ ગોધરા, મુકેશભાઇ ચૌહાણ ,સમીરભાઈ પરીખ, ઉદય વેદાંતી કાલિન્દી વેદાંતી, એસી બારીયા, હિતેશભાઈ ભટ્ટ વગેરે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવો, તેમજ અધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગોધરા એસટી ડિવિઝન ઓફિસ ખાતે રોટરી ક્લબના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું સુચારુ અને સફળ આયોજન થાય તે માટે ડોક્ટર શ્યામસુંદર શર્મા તેમજ ડેપો મેનેજર અને અન્ય કાર્યકર્તાઓનું સુધારવા આયોજન જોવા મળ્યું. પર્યાવરણના સંરક્ષણ ને ધ્યાનમાં લઇ અને વૃક્ષોનું રોપણ તો કરવામાં આવે જ પરંતુ તેની જાળવણી અને ઉછેર માટે પણ તકેદારી રાખવી એવું શું વ્યવસ્થિત આયોજન આ મહાનુભાવો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
First published: July 31, 2021, 6:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading