Panchmahal News : વેજલપુર નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત, લગ્નમાંથી પરત ફરતા ત્રણ યુવકોના મોત

News18 Gujarati
Updated: January 26, 2022, 6:56 PM IST
Panchmahal News : વેજલપુર નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત, લગ્નમાંથી પરત ફરતા ત્રણ યુવકોના મોત
પંચમહાલમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત

Panchmahal Accident news: આજે એક દિવસમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ત્રણ ગમખ્વાર અકસ્માત (Road Accident) સર્જાયા છે. રાજ્યમાં જુદા-જુદા ત્રણ અકસ્માતોમાં કુલ 6 લોકોના કરૂણ મોત નિપજ્યા છે.

  • Share this:
રાજેષ જોષી, પંચમહાલઃ સમગ્ર દેશ 73મો ગણતંત્ર દિવસ (Republic Day)ની ઉજવણીઓ થઇ રહી છે. ત્યારે આજના દિવસે ગુજરાતમાં અકસ્માતો (Gujarat Accident)ની વણઝાર થઇ રહી છે. આજે એક દિવસમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ત્રણ ગમખ્વાર અકસ્માત (Road Accident) સર્જાયા છે. પંચમહાલ (Panchmahal)માં ત્રીજો ગમખ્વાર અકસ્માત થયો છે જેમા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આમ આજે રાજ્યમાં જુદા-જુદા ત્રણ અકસ્માતોમાં કુલ 6 લોકોના કરૂણ મોત નિપજ્યા છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે પંચમહાલન કાલોલના (Panchmahal news) વેજલપુર નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર (truck and bike accident) અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ પ્રાંણપંખેરુ ઉડી ગયા હતા અને રોડ પર જ લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા. બાઇક સવાર ત્રણેય યુવકો હાલોલ નજીક આવેલા વાઘવાણીના હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે.

જોકે આ ભયાનક અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને થોડી વાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા જ વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ટ્રાફીકજામને રાબેતા મુંજબ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યાં જ બીજા અકસ્માતમાં પાટણના વરાણા ગામ નજીક મોડી સાંજે ખાનગી બસ અને અલ્ટોકાર વચ્ચે સર્જાયો હતો. જેમાં રાધનપુર તરફથી આવી રહેલ અલ્ટો કારમાં પરિવારના છ જેટલા સભ્યો સવાર હતા. અકસ્માતમાં ઘટના સ્થળે અલ્ટોકારમાં સવાર બે ભાઈ-બહેનના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. તો અન્ય ત્રણ જેટલા ને ગંભીર ઇજાઓ થવા પામી હતી.

આજે સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક શિક્ષિકાએ દમ તોડ્યો હતો. આ શિક્ષિતા આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે શાળાએ જતાં હતા ત્યારે રસ્તામાં જ કારનો અકસ્માત નડ્યો હતો અને તેઓ મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

આ પણ વાંચોઃ-Junagadh: વિચિત્ર અકસ્માતનો live video, ..અને એક્ટીવા ફૂડબોલની જેમ હવામાં ઉછળ્યુંઆમ આજના દિવસે રાજ્યમાં ત્રણ મોટા અકસ્માત સર્જાયા હતા અને જેમા પ્રથમ અકસ્માતમાં પંચમહાલના હાલોલ નજીક આવેલા વાઘવાણીના ત્રણ યુવકો મોતને ભેટ્યા હતા. ત્યાં જ બીજા અકસ્માતમાં દીકરીના હાથમાં મહેંદી લાગે તે પહેલાં મોતને ભેટી હતી સાથે જ તેના એકના એક ભાઇનું પણ અકસ્માતમાં મોત થયું હતું તો ત્રીજા અકસ્માતમાં એક શિક્ષિકાએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા જ રોડ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા.

આ પણ વાંચોઃ-Arvalli: અકસ્માતનો live video, શિક્ષિકાની કારનું ટાયર ફાટ્યા બાદ સામે આવતી કારને જોરદાર અથડાઈ

ઉલ્લેખનીય છે કે આજે સવારે અરવલ્લી (Aravali) જિલ્લાના મોડાસા (Modasa)માં એક શિક્ષિકા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે શાળાએ જતાં હતા ત્યારે રસ્તામાં જ કારનો અકસ્માત (Cat Accident) થતાં મોતને ભેટ્યા હતા. ત્યાં જ પાટણના વરાણા ગામ નજીક મોડી સાંજે ખાનગી બસ અને અલ્ટોકાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી જેમાં ભાઈ બહેનના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
Published by: ankit patel
First published: January 26, 2022, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading