શહેરામાં બર્ફીલા પવન સાથે ગ્રામ પંચાયત ચૂંટણીની ગરમી, ત્રીજા દિવસે કુલ મળીને સરપંચોના 124 ઉમેદવારી પત્રો ભરાયા


Updated: December 3, 2021, 12:29 AM IST
શહેરામાં બર્ફીલા પવન સાથે ગ્રામ પંચાયત ચૂંટણીની ગરમી, ત્રીજા દિવસે કુલ મળીને સરપંચોના 124 ઉમેદવારી પત્રો ભરાયા
પંચમહાલ જિલ્લાની આપને અસર કરતી તમામ ખબરો...

સરપંચો સભ્યો તેમજ તેમની સાથે આવેલા સમર્થકો જે વાહનો લઇને આવ્યા હતા તે બસ સ્ટેન્ડ માં પાર્ક કરતા શહેરા બસ સ્ટેશન પાર્કિંગ એરિયા 

  • Share this:
૧. શહેરા તાલુકાની 58 ગ્રામ પંચાયતોની ચુંટણીને લઈને આજ રોજ સરપંચો તેમજ સભ્યો ના ફોર્મ ભરવાના ત્રીજા દિવસે સરપંચો તેમજ સભ્યો તેમજ તેમના સમર્થકો સાથે કમમોસમી વરસાદ ,શીત લહેર, બર્ફીલા પવન સાથે શહેરા તાલુકા પંંચાયત ખાતે તાલુકાની 58 ગ્રામ પંચાયતો ની ચુંટણીના ફોર્મ ભરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. શહેરા સેવા સદન તાલુકા મથક ખાતે આજ રોજ સરપંચોના 95 અને સભ્યોના 259 ફોર્મ ભરાયાં હતાં. ત્રીજા દિવસે કુલ મળી ને સરપંચો ના 124 અને સભ્યો ના 325 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે. કચેરી ખાતે ઉમેદવારી નોધાવવા માટે મોટી માત્રામાં ઉમેદવારો તેમના સમર્થકો સાથે વાજતે ગાજતે તાલુકા પંચાયત કચેરી તેમજ સેવાસદન ખાતે ખાતે આવી પહોંચ્યા.

શહેરા બસ સ્ટેન્ડ ચૂંટણીના માહોલ ને લઈને મોટી સંખ્યામાં ટુવ્હિલર તેમજ ફોરવ્હિલર ગાડીઓ થી ભરપુર થયું હતું. સરપંચો સભ્યો તેમજ તેમની સાથે આવેલા સમર્થકો જે વાહનો લઇને આવ્યા હતા તે બસ સ્ટેન્ડ માં પાર્ક કરતા શહેરા બસ સ્ટેશન પાર્કિંગ એરિયા માં પરિવર્તિત થયું હતું. જેથી બસોને અવરજવર કરવામાં મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.

૨. રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. આ કમોસમી વરસાદની અસર સમગ્ર રાજ્યના શહેરો સાથે પંચમહાલ પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો બે દિવસ થી વાદળ છાયું વાતાવરણ હતું જ્યારે ગતરોજ વહેલી સવારે થી વાતાવરણમાં ધીમી ગતિએ પવન સાથે વરસાદ ની શરૂઆત થઈ હતી જિલ્લામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા. કમોસમી વરસાદ હોવાને કારણે ખેડૂતોને તુવેર તેમજ હાલમાં ઘઉં અને ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં વધુ પ્રમાણ માં વરસાદ પડે તો મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી ભિતી સેવાઈ રહી છે.

ગુજરાત માં વરસાદ ની આગાહી મુજબ છૂટો છવાયો વરસાદ વરસતા કમોસમી વરસાદ થતાં સમગ્ર જિલ્લામાં ઠંડી નું વાતાવરણ પ્રસરી જવા પાામ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લામાં અનુક્રમે ગોધરા, હાલોલ, કાલોલ,શહેરા, જાંબુઘોડા, ઘોઘંબા તથા મોરવા હડફ તાલુકામાં ૧૭,૧૪, ૯, ૪, ૨૬, ૫ તથા ૧૨ mm વરસાદ ગઈ કાલે રાત્રે ૮ વાગ્યા થી લઈ ને આજરોજ બપોરે ૨ વાગ્યા સુધી માં નોંધાયો છે.તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લામાં સરેરાશ ૧૨.૪૨mm વરસાદ ની નોંધણી કરાઈ છે.
Published by: kuldipsinh barot
First published: December 3, 2021, 12:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading