Godhara: આ યુવાન પાસે છે 257 દેશોની ચલણી નોટો, અનેક એવોર્ડ મળ્યા, પદ્મશ્રી એવોર્ડ મેળવવાનું સ્વપ્ન


Updated: January 19, 2022, 4:20 PM IST
Godhara: આ યુવાન પાસે છે 257 દેશોની ચલણી નોટો, અનેક એવોર્ડ મળ્યા, પદ્મશ્રી એવોર્ડ મેળવવાનું સ્વપ્ન
દુર્લભ સંગ્રહ, ગોધરા, પંચમહાલ

Godhara News: અર્પિત ભાઈનાં આ શોખનાં કારણે તેઓ આજ સુધી ઘણા બધા અવોર્ડસ અને સર્ટીફીકેટો મેળવી ચુક્યા છે, online world records નામ ની સંસ્થાએ તેમને ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

  • Share this:
ગોધરા, પંચમહાલ: આપણે સાંભળ્યું હશે કે લોકોને જુદા જુદા પ્રકારના શોખ હોય છે, કોઈકને ખાવાનો શોખ તો કોઈને ફરવા નો શોખ , કોઈ ને પૈસા કમાવાનો શોખ તો કોઈને ખરીદી કરવાનો શોખ , પરંતુ ગોધરાના એક યુવાનને પૈસા ભેગા કરવાનો શોખ છે , પંચમહાલ જીલ્લાનાં ગોધરા નગરમાં રહેતા યુવાન અર્પિત ભાઈ ખ્રિસ્તી છેલ્લા 22 વર્ષ થી જુદા જુદા દેશોની ચલણી નોટો, સિક્કાઓ અને ટપાલ ટીકીટો સંઘ્રહ કરવાનો અનોખો શોખ ધરાવે છે.

અર્પિત ભાઈ ખ્રિસ્તીએ ટોટલ 257 દેશોની આશરે 900 થી વધુ ચાલની નોટો , આશરે 3500 થી વધુ ટપાલ ટીકીટો અને 400 થી વધુ સિક્કાઓનો સંગ્રહ કર્યો છે જે ગોધરાની જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે, તેમના સંગ્રહની વાત કરીએ તો તેમાં ખુબ કીમતી અને ભાગ્યે જોવા મળતી સ્મારક નોટો કે જેને આપડે કોમોમેરીટીવ બેંકની નોટો તરીકે ઓળખીએ છીએ તેનો પણ સમાવેશ થાય છે.

તેમજ પ્લાસ્ટિક થી બનેલી નોટો તથા જર્મનીમાં 1920 માં જયારે કાગળની અછત હતી તેવા સમયે કાર્ડબોર્ડ પર બનેલી નોટોનો પણ ઘણો મોટો સંગ્રહ છે.

અર્પિત ભાઈનાં આ શોખના કારણે તેઓ આજ સુધી ઘણા બધા અવોર્ડસ અને સર્ટીફીકેટો મેળવી ચુક્યા છે, online world records નામ ની સંસ્થાએ તેમને ટ્રોફી અને સર્ટીફિકેટ આપી વિશ્વરેકોર્ડમાં સ્થાન આપ્યું છે,

તે ઉપરાંત incredible book of records નામની સંસ્થાએ અર્પિત ભાઈને નેશનલ અવોર્ડ આપ્યો છે, અર્પિત ભાઈના જણાવ્યા મુજબ તેમનું સપનું છે કે ભવિષ્યમાં તેઓ પદ્મશ્રી અવોર્ડ થી સન્માનિત થાય, તેઓનું આ સ્વપ્ન પૂર્ણ કરવામાં તેમનો પરિવાર તેમને પુરતો સાથ સહકાર આપી પ્રોત્સાહિત કરે છે.
Published by: Margi Pandya
First published: January 19, 2022, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading