તું મને છૂટાછેડા આપી દે મકાન મને સોંપી દે મારે બીજી પત્ની લાવવાની છે, કહી પતિ ત્રાસ આપતો અને પછી...


Updated: November 26, 2021, 11:44 PM IST
તું મને છૂટાછેડા આપી દે મકાન મને સોંપી દે મારે બીજી પત્ની લાવવાની છે, કહી પતિ ત્રાસ આપતો અને પછી...
બામરોલી રોડ, ગોધરા

બામરોલી રોડ પર આવેલ નિત્યમ સ્કૂલની પાછળ રહેતા એક પરિવારમાં દંપતી વચ્ચે જગડો થયો હતો. તેની પત્નીને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપી તું મને છૂટાછેડા આપી દે મકાન મને સોંપી દેમારે બીજી પત્ની લાવવાની છે તેમ કહી હેરાન પરેશાન કરતા પત્નીને લાગી આવતા પોતાના ઘરમાં જ સુસાઈડ નોટ લખી પંખા ઉપર સાડી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

  • Share this:
ગોધરા: બામરોલી રોડ પર આવેલ નિત્યમ સ્કૂલની પાછળ રહેતા એક પરિવારમાં દંપતી વચ્ચે જગડો થયો હતો. તેની પત્નીને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપી તું મને છૂટાછેડા આપી દે મકાન મને સોંપી દેમારે બીજી પત્ની લાવવાની છે તેમ કહી હેરાન પરેશાન કરતા પત્નીને લાગી આવતા પોતાના ઘરમાં જ સુસાઈડ નોટ લખી પંખા ઉપર સાડી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગેની જાણ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને એફ એસ એલ ની મદદ લઈ માનસિક ત્રાસ આપનાર પતિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિતેષભાઇ ફતાભાઈ સોલંકીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કેમારી બેન સોનલના તેઓનો અગાઉનો પતિ વિજયભાઇની સાથે અણબનાવ થતા આજથી આઠેક વર્ષ અગાઉ છુટા છેડા લીધા હતા ત્યારબાદ ગોધરા મુકામે બહારપુરામા રહેતા ભરતભાઇ મંગળભાઇ પ્રણામીએ મારી બેન સોનલ સાથે મૈત્રી કરાર કરી ફુલહાર કરી લીધા હતા ત્યારથી મારીબેન સોનલ ભરતભાઇ સાથે પત્ની તરીકે રહેતી હતી અને ત્યારબાદ સોનલ ને વસ્તારમા છોકરી થઈ જેનુ નામ મહેક છે અને મારી બેન સોનલ તથા તેનો પતિ ભરતભાઇ મંગળભાઇ સોલંકી ઉર્ફે પ્રણામી આજથી દોઢેક વર્ષથી બામરોલી રોડ નિત્યમ સ્કુલની પાછળ મારી બેન સોનલ એ તેના નામે પોતાનુ મકાન લઇને રહેતા હતા.

આ પણ વાંચો: અમદાવાદઃ સચિવાલયમાં નોકરી કરતી પરિણીતાની દર્દભરી કહાની! પતિ કેનેડા ગયો, સાસુએ...

ગત તા. 25મી ના રોજ અમારા વતનમા ગામ -ખટુકપુર તા.શહેરા મુકામે ગયેલ હતા અને સાંજના આશરે છ એક વાગે મારી બેન સોનલ એ મારા ફોન ઉપર ફોન કરી મારી માતા ના ખબર અંતર પુછયા હતા અને તા.૨૬ ના રોજ રાત્રીના આશરે સવા એક વાગ્યાના સુમારે ગોધરા પોલીસમાંથી મારા ફોન ઉપર ફોન આવ્યો અને જણાવ્યું કે સોનલબેને તેઓના ઘરમા પંખા ઉપર સાડી વડે ગળે ફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. તેવી વાત કરતા અમે તાત્કાલીક પ્રાઇવેટ વાહન કરી ગોધરા મુકામે આવ્યા છીએ જેથી ભરતભાઇ મંગળભાઇ પ્રણામીએ મારી બેન સોનલને તુ મને છુટા છેડા આપી દે અને મકાન મને સોપી દે મારે બીજી પત્ની લાવવી છે તેમ કહી શારીરીક માનસિક ત્રાસ આપવાના કારણે મારી બેન સોનલે તેઓના શારીરીક માનસિક ત્રાસથી કંટાળી જઇ ઘરમા ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી ગોધરા એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ એફ.એસ.એલ. ની મદદ લઈ જરૂરી તપાસ હાથ ધરી હતી અને સોનલ ના મૃતદેહને પેનલ પીએમ અર્થે ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોલીસ હાલ તો ભરત પ્રણામી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by: kuldipsinh barot
First published: November 26, 2021, 11:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading