Vadodara: ગરવી ગુજરાત,શહેરના 40 ગાયકોએ ભેગા મળીને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગાયું અનોખું ગીત


Updated: May 1, 2022, 4:38 PM IST
Vadodara: ગરવી ગુજરાત,શહેરના 40 ગાયકોએ ભેગા મળીને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગાયું અનોખું ગીત
Vadodara News : ગરવી ગુજરાત એકાપેલા ગીત જે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1લી મે ને ધ્યાનમાં રાખીને ખાસ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં આ પ્રકારનો આ પહેલો પ્રયોગ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના 40 કલાકારોએ આ ગીત ગુજરાતને સમર્પિત કર્યું છે.

Vadodara News : ગરવી ગુજરાત એકાપેલા ગીત જે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1લી મે ને ધ્યાનમાં રાખીને ખાસ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં આ પ્રકારનો આ પહેલો પ્રયોગ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના 40 કલાકારોએ આ ગીત ગુજરાતને સમર્પિત કર્યું છે.

  • Share this:
નિધિ દવે, વડોદરા: ગરવી ગુજરાત (Garvi Gujarat) એકાપેલા ગીત જે ગુજરાત સ્થાપના દિવસ (Gujarat Foundation Day) એટલે કે 1લી મે ને ધ્યાનમાં રાખીને ખાસ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં આ પ્રકારનો આ પહેલો પ્રયોગ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના 40 કલાકારોએ આ ગીત ગુજરાતને સમર્પિત કર્યું છે.

એકાપેલા વિદેશમાં પ્રચલિત એક સંગીત વીડિયોનો પ્રકાર

જે વિશે માહિતી આપતા વડોદરા શહેરના સંગીતકાર નિખિલ, પ્રણવ અને શૈલેષ (ટ્રાયો) એ જણાવ્યું હતું કે, એકાપેલા વિદેશમાં પ્રચલિત એક સંગીત વીડિયોનો પ્રકાર છે. જેને અનુસરીને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે અમે શહેરના 40 સિંગરોને ભેગા કરીને ગરવી ગુજરાત એકાપેલા ગીત બનાવ્યું છે. જેને અમે યુટ્યૂબ પર લોન્ચ કર્યું છે. આ ગીતમાં કોઈ પણ પ્રકારના મ્યુઝિક સાધનનો ઉપયોગ થયો નથી. એટલે કે આ ગીતમાં ફક્તને ફક્ત મોઢાના અવાજથી જ ઇન્સ્ટ્રુમેન્ટ, રિધમ, સાઉન્ડ ઈફેક્ટ અને હાર્મોની વગેરે ક્રિયેટ કરવામાં આવી છે. આ ગીતના શબ્દો મોનાલી દળવી જોશીએ લખ્યા છે. જયારે દક્ષેશ પટેલ અને માનસ વોરા બંને રિધમમિસ્ટે ગીતને લયબદ્ધ કર્યું છે. ગીતનું વિડિઓ શૂટ જૈનમ શાહ, હેત પટેલ તથા વિડિઓ એડિટિંગ ચિરાયુ સૂર્વે દ્વારા કરાયું છે. આ ગીતને પૂરું કરવા માટે અમે 35 દિવસ સુધી અંદાજિત રોજે 5-6 કલાક સુધી સતત કાર્ય કર્યું હતું. એકાપેલા પ્રકારનું ગીત બનાવવામાં જેટલો સમય લાગે છે તેટલા સમયમાં પાંચ સામાન્ય ગીત બની જતા હોય છે. https://youtu.be/W0GmtdlNgQU

ગરવી ગુજરાત એકાપેલા સોંગના ગાયક:

ક્ષિતિજ બેન્કર, મોનાલી દળવી-જોશી, પરિતોષ ગોસ્વામી, વૈભવ માંકડ, જીગર જોશી, સનત પંડ્યા, ગૌતમ ડબીર, અચલ મેહતા, રેખા રાવલ, અભિજિત ખાંડેકર, પિયુષ પરમાર, રિષભ દોશી, હેલી ભટ્ટ, માનસી દેસાઈ, ત્વરા કીકાણી, રુચા ચૌહાણ, કેતકી ગોડબોલે જસકિયા, અનુષ્કા પંડિત, ધનાશ્રી પાધ્યે, જ્યોતિ ઐયર, રિયા ઓઝા, શિવાની મેહતા, અક્ષવિકા શાહ, સ્વરિત કેળકર, મહર્ષિ પંડ્યા, હાર્દિક પરમાર, ચિરાગદીપ ઘોષ, ચંદન પૃથી, ચિંતન મંગુકિયા, અનિકેત આરોંદેકર, આલાપ જાનવે, સૌમિલ સોલંકી, અભિષેક ત્રિવેદી અને જીગ્નેશ દવે.
Published by: Jay Mishra
First published: May 1, 2022, 4:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading