ગુજરાતના આ ગામમાં વરરાજા નહીં પણ તેની બહેન ભાભી જોડે ફરે છે લગ્નના ફેરા, જાણો આવું કેમ?


Updated: April 27, 2022, 2:29 PM IST
ગુજરાતના આ ગામમાં વરરાજા નહીં પણ તેની બહેન ભાભી જોડે ફરે છે લગ્નના ફેરા, જાણો આવું કેમ?
કુંવારા ગામ દેવતાને રાજી રાખવા છોકરાને બદલે એની બેન પરણવા જાય એવો ખાસ રિવાજ ....

છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારના ત્રણ ગામો, અંબાલા, સનાડા અને સુરખેડામાં વર વગરની જાનની માન્યામાં ન આવે તેવી ખૂબ વિશિષ્ઠ પરંપરા છે. અંબાલાના હરસિંગ ભાઈના દીકરા નરેશના લગ્ન હતા અને એની જાન એની સાસરીના ફેરકુંવા ગામે તડેવાળ ફળિયામાં કન્યા પક્ષનાં માંડવે ગઈ હતી.

  • Share this:
વડોદરા: લગ્ન (Marriage) એ સોળ સંસ્કારો પૈકીનો એક ખૂબ મહત્વનો જીવન સંસ્કાર છે.તેના બે મુખ્ય પાત્રો વર અને કન્યા છે. એટલે વર અને કન્યા (Bride and groom) હોય તો જ લગ્ન થાય.લગ્નના દિવસે વરનો વરઘોડો નીકળે. અને સાજન માજન સાથે, ઢોલ અને શરણાઈ સાથે, આતિશબાજીનાં ધૂમ ધડાકા સાથે વર કન્યા પક્ષનાં માંડવે જાય અને રિવાજ અને પરંપરા (Custom and Tradition) પ્રમાણે એની વધુને પરણીને લાવે.પણ જો તમને કહીયે કે ના વર ના હોય તો પણ લગ્ન થાય તો તમને નવાઈ લાગશે પણ આ એક હકીકત છે.

રાઠ વિસ્તારના ત્રણ ગામ જ્યાં વર નહીં પણ વરની બહેન ભાભી સાથે કરે છે લગ્ન

છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારના ત્રણ ગામો, અંબાલા, સનાડા અને સુરખેડામાં વર વગરની જાનની માન્યામાં ન આવે તેવી ખૂબ વિશિષ્ઠ પરંપરા છે. અંબાલાના હરસિંગ ભાઈના દીકરા નરેશના લગ્ન હતા અને એની જાન એની સાસરીના ફેરકુંવા ગામે તડેવાળ ફળિયામાં કન્યા પક્ષનાં માંડવે ગઈ હતી. પરંતુ જેના લગ્ન હતાં. એ. નરેશ.......પોતાના અંબાલા ગામના ઘેર, વર રાજાના શાહી લિબાસમાં, કેડે કટાર બાંધીને, હાથમાં સજાવેલું શ્રીફળ સાહીને,માથે ફૂમતાવાળી પાઘ પહેરીને એકલો અટૂલો ઘરના વરંડામાં બેઠો હતો. એની માતા સિવાય ઘર પરિવારના તમામ લોકો એની જાનમાં મહાલવા ગયા હતા.

તમને સ્વાભાવિક એ સવાલ થશે કે તો પછી એની મંગેતર લીલા ને પરણવા જાન લઇને કોણ ગયું છે અને વર વગર લગ્ન કેવી રીતે થાય? એનો જવાબ એ છે કે વર રાજાની બહેન સજીધજીને, જાન લઇને, વર રાજાને બદલે પરણવા જાય છે. કન્યા પક્ષના માંડવે વરને બદલે વરની બહેન પોંખાશે અને લગ્નોત્સુક લાડી સાથે ફેરા ફરશે. અને વટથી પોતાની ભાભીને પરણી લાવી ભાઈને મોંઘામુલી ભેટ તરીકે નવવધૂ આપશે. ભાઈ બહેનને વીર પસલી આપે છે પરંતુ અહીં જાણે કે બહેન ભાઈને ભગિની પસલીમાં એની પરણેતર આપે છે.આ રિવાજ પ્રમાણે ફેરકુંવામાં કન્યા પક્ષના આંગણે યોજાયેલા આ લગ્નમાં વધુને વર માળા અને મંગળસૂત્ર પણ વર રાજાની બહેને પહેરાવ્યું અને વરની લાડી એટલે કે પોતાની ભાભી સાથે ફેરા પણ નણંદ જ ફરી. છે ને માન્યામાં ન આવે એવી પરંપરા! આવા વિચિત્ર લાગે તેવા રિવાજનું કારણ શું?....

આ પણ વાંચો: ખોડલધામની બેઠક પૂર્ણ, નરેશ પટેલના રાજકારણ અંગે ન થઇ કોઇ ચર્ચા

જો કોઈ રિવાજ તોડે તો ગામના દેવતા ભરમાં દેવના કોપથી બચી શકાતું નથી.અંબાલ ના સરપંચે જણાવ્યું કે, અમારા ગામ દેવતા ભરમા દેવ કુંવારા છે એટલે એમની આમન્યા પાળવા આ રિવાજ પડ્યો છે અને આ ગામના વતની અને શહેરોમાં રહેતા નવ શિક્ષિત યુવાનો અને તેમનો પરિવાર પણ આ રિવાજ આનાકાની વગર પાળે છે. એકાદ બે જણે ભૂતકાળમાં આ રિવાજની અવગણના કરી તો ગામ દેવતાના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું એટલે હવે એવી હિંમત કોઈ કરતું નથી.

ગામમાં આધુનિકતા આવી છતાં આ રિવાજ ખૂબ પ્રતિબદ્ધતા સાથે પાળવામાં આવે છે.

એટલે આ ત્રણ ગામોમાં, વર વગરની જાન અને વરની બહેન સાથે ભાવિ વધુની લગ્ન વિધિની અનોખી પરંપરા પ્રચલિત છે.અને આ પરંપરા પેઢી દર પેઢી આગળ વધી છે.ગામમાં આધુનિકતા આવી છે પણ આ રિવાજ ખૂબ પ્રતિબદ્ધતા સાથે પાળવામાં આવી રહ્યો છે. આ ગામોમાં,ગામની દીકરીના લગ્ન લેવાયાં હોય તો વરની બહેન જાન જોડીને માંડવે આવે છે. અને આ ગામનો દીકરો પરણતો હોય તો એની બહેન જ જાન જોડીને કન્યા પક્ષનાં આંગણે જાય છે અને ભાવિ ભાભીને ધામધૂમ થી પરણી ને લાવે છે અને ભાઈને ભેટ આપે છે. એ પછી વર કન્યાના વિધિવત ઘર આંગણે લગ્ન કરવામાં આવે છે.

આ પણ વાંચો: માણસમાં પહેલીવાર H3N8 બર્ડ ફ્લૂ સંક્રમણ, ચીનમાં નોંધાયો કેસ, જાણો કેટલો છે ખતરનાક

કુંવારા ગામ દેવતાની આમન્યા જળવાય છે અને લગ્ન પ્રસંગ રંગે ચંગે, મંગળ વાતાવરણમાં પાર પડે છે. આ એક સામાજિક ડહાપણનો રિવાજ છે જે પવિત્રતા સાથે પાળવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં ક્ષત્રિય ધર્મના પાલન માટે આ પ્રકારનો થોડો જુદો રિવાજ પ્રચલિત હતો જેના સંજોગો અને કારણો જુદાં હતા. જ્યારે રાઠ વિસ્તારના આદિવાસી સમાજના ત્રણ ગામોના આ રિવાજના કારણો જુદાં છે.

સમાજ જીવનની આ રિવાજ વિવિધતા સમાજ જીવનમાં અનોખા રંગ પુરે છે.વડોદરાથી પોતાની પિતરાઈ બહેનના લગ્ન માણવા આવેલી રીતુ રાઠવા કહે છે કે અમારા ફેરકુંવા ગામમાં પહેલીવાર આવું લગ્ન જોયું છે. એના પિતા અનસિંગભાઇ રાઠવા કહે છે કે અમારા પરિવારમાં પહેલીવાર આ પ્રકારનું લગ્ન યોજાયું છે. ઉપર જણાવેલા ત્રણ ગામો સાથે લગ્ન સંબંધથી જોડાવા માટે ગામ દેવતાની આમન્યા પાળવાનો આ રિવાજ પાળવો અનિવાર્ય શરત છે. એટલે અમે એ રિવાજ સ્વીકારીને આ લગ્ન યોજ્યું છે.

આ પણ વાંચો: લગ્ન બાદ આલિયાનો અનોખો પરિચય આપતો જોવા મળ્યો રણબીર કપૂર, વીડિયો વાયરલ

ત્રણ ગામોમાં આદિવાસી સિવાયના અન્ય સમાજના જે લોકો રહે છે એમના માટે આ રિવાજ બંધનકર્તા નથી

ઉપરોક્ત ત્રણ ગામોમાં આદિવાસી સિવાયના અન્ય સમાજના જે લોકો રહે છે એમના માટે આ રિવાજ બંધનકર્તા નથી. એ લોકો પોતાની નિર્ધારિત પરંપરા પ્રમાણે લગ્ન કરે એનો ગામ દેવતાને વાંધો નથી એની પણ નોંધ લેવી ઘટે. સમાજ જીવનનું આ વૈવિધ્ય જીવનના આનંદ ને વધારે છે.તો બોલો ગામ દેવતાની જય.
Published by: kuldipsinh barot
First published: April 27, 2022, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading