Vadodara: વડોદરામાં 2000 જેટલા ચંદનના વૃક્ષ, પુષ્પરાજો માટે આકર્ષણનું કેન્દ્ર, MS યુનિ માંથી 50થી વધુ ચંદન વૃક્ષોની ચોરી


Updated: May 26, 2022, 11:35 PM IST
Vadodara: વડોદરામાં 2000 જેટલા ચંદનના વૃક્ષ, પુષ્પરાજો માટે આકર્ષણનું કેન્દ્ર, MS યુનિ માંથી 50થી વધુ ચંદન વૃક્ષોની ચોરી
MS યુનિ. કેમ્પસમાં જ ચંદનનાં 800 વૃક્ષ, પરંતુ સિક્યોરિટીના અભાવે વૃક્ષોની ચોરી..

શહેર એ ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે, જ્યાં 2 હજાર જેટલાં ચંદનનાં વૃક્ષો છે, જેથી 'પુષ્પ'રાજ જેવા ચંદનચોરો અને તેમની ટોળકીઓ માટે શહેરનો કમાટીબાગ અને MS યુનિવર્સિટી હંમેશા સોફ્ટ ટાર્ગેટ રહ્યા છે. 

  • Share this:
વડોદરા: શહેર એ ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે, જ્યાં 2 હજાર જેટલાં ચંદનનાં વૃક્ષો (Sandwood Trees) છે, જેથી 'પુષ્પ'રાજ જેવા ચંદનચોરો અને તેમની ટોળકીઓ માટે શહેરનો કમાટીબાગ (Kamatibaug) અને MS યુનિવર્સિટી હંમેશા સોફ્ટ ટાર્ગેટ રહ્યા છે. ત્યાં સુધી કે ખૂંખાર મગરો વસવાટ કરે છે તેવી વિશ્વામિત્રી નદી પણ ચંદનચોરો રાતના અંધારામાં પર કરી જાય છે, છેલ્લા 15 વર્ષમાં વડોદરામાંથી અંદાજે ચંદનના 60 વૃક્ષો ચોરાયા છે. ચંદન ચોરો માત્ર ચાર મિનિટમાં આ ચોરીને અંજામ આપે છે.

એમ.એસ. યુનિવર્સિટીના વિવિધ કેમ્પસમાં ચંદનના 800 વૃક્ષો છે.

એક વૃક્ષના લાકડાનાં આશરે રુ. 6 લાખથી લઇને 42 લાખ સુધી ઉપજે છે. વડોદરામાં ચંદનનાં સૌથી વધુ વૃક્ષો MS યુનિવર્સિટીમાં એમ.એસ.યુનિવર્સિટીના બૉટનિકલ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ હેડ અને નિવૃત્ત પ્રોફેસર અરૂણ આર્યએ જણાવ્યું હતું કે, વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) કર્ણાટકના રાજા જયચામરાજ વાડિયારને મૈસુર મળવા ગયા હતા, ત્યાંથી ત્રણથી ચાર ચંદનના વૃક્ષો લાવ્યા હતા. આ ચંદનના વૃક્ષોને લક્ષ્મી વિલાસ પેલેસ અને કમાટીબાગમાં લગાવવામાં આવ્યા હતા. સમગ્ર વડોદરા શહેરમાં ચંદનના 2 હજાર જેટલા વૃક્ષો હશે. કારણ કે એમ. એસ. યુનિવર્સિટીના વિવિધ કેમ્પસમાં જ ચંદનના 800 વૃક્ષો છે.

આ પણ વાંચો: ગાંધીનગર જઈ રહેલા રાવલ પાલિકાના ચાર કર્મીને નડ્યો અકસ્માત, બેનાં મોત

યૂનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી વર્ષે 2 કે 3 વૃક્ષો સરેરાશ ચોરાતા હોય છે.

ત્યારે અરુણ આર્ય સરના કહ્યા મુજબ જો ચોરી અટકાવી હોય તો ચંદનના ઝાડને લોખંડનો ડ્રિલ વડે નીચેથી ઢાંકવી પડે જેથી આરી કે કટર કોઈ પણ વસ્તુ લોખંડ પર કાપી ન શકીએ, સાથે જ યૂનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી વર્ષે 2 કે 3 વૃક્ષો સરેરાશ ચોરાતા હોય છે. તો ત્યાં સિક્યોરિટી ગાર્ડ પણ મૂકવા જોઈએ, જેથી વૃક્ષો ચોરાતા અટકી શકે છે.
Published by: kuldipsinh barot
First published: May 26, 2022, 11:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading