VIDEO: વડોદરા પોલીસના ASI એ માનવતા મહેકાવી, ઇજાગ્રસ્ત યુવતીને ઊંચકીને હોસ્પિટલ લઇ ગયા

News18 Gujarati
Updated: June 16, 2022, 6:46 PM IST
VIDEO: વડોદરા પોલીસના ASI એ માનવતા મહેકાવી, ઇજાગ્રસ્ત યુવતીને ઊંચકીને હોસ્પિટલ લઇ ગયા
અકસ્માતમાં યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી.

આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ASI સુરેશ હિંગલાજીયાની કર્તવ્યનિષ્ઠાના ખુબ જ વખાણ કરી રહ્યા છે. જોકે આ ઘટના બાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ સુરેશ હિંગલાજીયાની કામના વખાણ કરતા એક ટ્વીટ કર્યું હતું અને વડોદરા પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા.

  • Share this:
વડોદરા (Vadodara)માં ખાખીએ માનવતા મહેકાવી છે. વડોદરાના રાવપુરા પોલીસ (Vadodara Police) મથકના એ.એસ.આઈ એ અકસ્માત (Road Accident) ગ્રસ્ત યુવતીને બચાવી લીધી છે. અહીં ટ્રેલર સાથે વાહન ભટકાતા યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેને જોતા જ ASI સુરેશ હિંગલાજીયાએ યુવતીને એસ.એસ.જી હોસ્પિટલ (SSG Hospital)માં ખસેડી હતી.

રાવપુરા પોલીસ મથકના ASI સુરેશ હિંગલાજીયાએ પી.સી.આર વાન મારફતે હોસ્પિટલ લાવી પોતે જ ઊંચકી યુવતીને સારવાર અપાવી હતી. વાહન અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને આ એ.એસ.આઈ કફન પણ ઓઢાડે છે સાથે જ તેઓ પોતાની પી.સી.આર માં જ કફનનો સામાન રાખે છે.


વડોદરામાં રાવપુરા પોલીસ મથકના ASI તરીકે ફરજ બજાવતા સુરેશ હિંગલાજીયા ગઇ કાલે સવારે રાવપુરા ભવન પાસેથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પ્રથમ વરસાદમાં જ લોકો રોડ પર સ્લિપ કાઇ પડી રહ્યા હતા. આ દરમિયાન એક યુવતી પણ પોતાનું વાહન લઇ ત્યાંથી પસાર થઇ રહી હતી અને તે પણ પોતાના વાહન સાથે સ્લિપ થઇ હતી. આ અકસ્માતમાં તે યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી. જેને જોતા જ એ.એસ.આઇ સુરેશ હિંગલાજીયા તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી ગયા હતા અને યુવતીને ઊંચકીને એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડી હતી અને તેને સારવાર અપાવી હતી.

આ પણ વાંચો- ગુજરાતમાં અહીં પેટ્રોલ-ડીઝલ વેચાણની માત્રા મર્યાદીત થઇ, લોકો મુશ્કેલીમાં મૂકાયા

આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ASI સુરેશ હિંગલાજીયાની કર્તવ્યનિષ્ઠાના ખુબ જ વખાણ કરી રહ્યા છે. જોકે આ ઘટના બાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ સુરેશ હિંગલાજીયાની કામના વખાણ કરતા એક ટ્વીટ કર્યું હતું અને વડોદરા પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા. અને ASI સુરેશ હિંગલાજીયાને ઉમદા કામગીરી કરવા બદલ 100 સલામ કર્યા હતા.
Published by: rakesh parmar
First published: June 16, 2022, 6:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading