Vadodara: કાલાઘોડા થયું ગ્રીન, આ ગ્રીન વિકાસનું નહીં પરંતુ લાપરવાહીની ગ્રીનરી


Updated: April 27, 2022, 8:35 PM IST
Vadodara: કાલાઘોડા થયું ગ્રીન, આ ગ્રીન વિકાસનું નહીં પરંતુ લાપરવાહીની ગ્રીનરી
વિશ્વ પ્રસિધ્ધ કાલાઘોડા પ્રતિમા કોર્પોરેશની બેદરકારીથી કદરૂપી બની...

શહેરનું ઐતિહાસિક કાલાઘોડા સર્કલ, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા છે. જે મહારાજાના 50 વર્ષના જન્મદિવસે નગરજનો દ્વારા ભેટ આપવામાં આવી હતી. તેથી આ કાળઘોડા વડોદરાની ઓળખ અને ખૂબ જ મહત્વનું છે. 

  • Share this:
વડોદરા: શહેરનું ઐતિહાસિક (Historic) કાલાઘોડા (Kala Ghoda) સર્કલ, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની (Maharaja Sayajirao Gaekward) પ્રતિમા છે. જે મહારાજાના 50 વર્ષના જન્મદિવસે નગરજનો દ્વારા ભેટ આપવામાં આવી હતી. તેથી આ કાળઘોડા વડોદરાની ઓળખ અને ખૂબ જ મહત્વનું છે. સયાજીગંજ વિસ્તારમાં કલા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાની દ્રષ્ટિએ અત્યંત મુલ્યવાન એવી વિશ્વ પ્રસિધ્ધ (World Famous) 'કાલાઘોડા' પ્રતિમાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યોગ્ય જાળવણી નહી કરતા પ્રતિમા પર લગાવવામા આવેલ કાળા રંગનું કોટિંગ ઉખડી ગયુ છે.

કાલાઘોડા પ્રતિમાની હાલત દયનિય,ક્લાઘોડા લીલા રંગનું થઈ ગયો.

પરિણામે કાલાઘોડા પ્રતિમા હવે કદરૂપી પ્રતિમા દેખાઇ રહી છે. જેની હાલમાં ખૂબ જ દયનિય હાલત છે. આ કાલાઘોડાને કોર્પોરેશન દ્વારા કેમિકલથી સફાઇ કરાતું હોવાથી કાળા રંગનું કોટિંગ ઉખડી જતા બ્રોન્ઝ ધાતુ પર કાટ લાગી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.115 વર્ષ પહેલા સર સયાજીરાવ ગાયકવાડ (તૃતિય)ના રાજ્યભિષેકના સિલ્વર જ્યુબિલી સમારોહ વખતે સન 1907માં આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. મહારાજ સયાજીરાવ ઘોડા પર સવાર હોય એવી આ પ્રતિમાનો રંગ કાળો કેમ પસંદ કરાયો તે અંગે વડોદરાના હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટીલ સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે, આ પ્રતિમા બ્રોન્ઝ ધાતુમાંથી તૈયાર કરવામાં આવી હતી. બ્રોન્ઝ ધાતુને સદીઓ સુધી કાટ ના લાગે તે માટે તેના પર 'પેનેટાઇઝેશન' નામની રસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ગ્રીન, બ્રાઉન, અથવા તો બ્લેક રંગનું આવરણ ધારણ કરે છે. તેમાંથી જે પસંદ હોય તે રંગ રાખી શકાય છે.

આ પણ વાંચો: પિતરાઈ બહેન પર દુષ્કર્મ આચરી હત્યા કરનારાને ફાંસીની સજા

શહેરમાં 115 વર્ષ પહેલા આ પ્રતિમાને યોગ્ય પેનેટાઇઝેશન કરીને સ્થાપિત કરવામાં આવી હતી.

115 વર્ષ પહેલા આ પ્રતિમાને યોગ્ય પેનેટાઇઝેશન કરીને સ્થાપિત કરવામાં આવી હતી. હવે તેનુ આવરણ ઉખડી રહ્યું છે. સામાન્ય રીતે આવરણ ઉખડવુ ના જોઇએ. પરંતુ કોર્પોરેશનના કર્મચારીઓ પ્રતિમાને સફાઇ માટે કેમિકલનો ઉપયોગ કરે છે જેના પરિણામે આવુ થયુ છે. વડોદરામાં આ ઉપરાંત જ્યુબિલી બાગ પાસે ગાંધીજીની પ્રતિમા, સયાજીગંજથી જેલરોડ તરફના કોર્નર પર મહારાજા ફતેસિંહની પ્રતિમાં કમાટીબાગમાં આવેલ પ્રતિમાઓમાં પણ આ સ્થિતિ છે.આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોનો ખર્ચ ધૂળધાણી, જુઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આવી છે અવદશા

શહેરમાં આવેલી ધાતુની ઐતિહાસીક પ્રતિમાઓની સફાઇ માત્ર મિનરલ વોટરથી જ કરવામાં આવે છે

બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે, શહેરમાં આવેલી ધાતુની ઐતિહાસીક પ્રતિમાઓની સફાઇ માત્ર મિનરલ વોટરથી જ કરવામાં આવે છે કોઇ કેમિકલનો ઉપયોગ કરાતો નથી. પ્રતિમાઓ 100 વર્ષથી વધુ જુની છે અને ખુલ્લામાં હોવાથી વાતાવરણ અને પ્રદૂષણની અસર થઇ છે એટલે આ પ્રતિમાઓની યોગ્ય જાણવણી માટે નિષ્ણાંત પુરા પાડવા સાંસ્કૃતિક મંત્રાલય પાસેથી મદદ માગી છે. તથા ઘણા કોટેશન પણ મંગાવમાં આવ્યા છે. ટુક જ સમયમાં આના પર પ્રક્રિયા કરવામાં આવશે.
Published by: kuldipsinh barot
First published: April 27, 2022, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading