વીર ક્રાંતિકારી ભગતસિંહની 114મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન


Updated: September 28, 2021, 7:38 PM IST
વીર ક્રાંતિકારી ભગતસિંહની 114મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન
મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું 

યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Share this:
વડોદરા : વીર ક્રાંતિકારી ભગતસિંહની 114મી જન્મજયંતિ નિમિત્તે યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે દેશના મહાન ક્રાંતિકારી શહિદ -એ-આઝમ વિર ભગતસિંહની 114મી જન્મજયંતિ છે. શહિદ ભગતસિંહનો જન્મ 28મી સપ્ટેમ્બર,1907માં થયો હતો અને તેઓએ દેશની આઝાદી માટે પોતાની યુવાની કુર્બાન કરી દીધી હતી. તેઓને 23મી માર્ચ,1931 ના રોજ ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવ્યા હતા. ઇન્કલાબ જીંદાબાદ તેઓનો નારો હતો.

અંગ્રેજો સામે તેઓએ મા ભોમની આઝાદી માટે બાથ ભીડી હતી. આવા વીર ક્રાંતિકારી શહિદ ભગતસિંહની આજે 114મી જન્મજયંતિ નિમિત્તે યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમિત તિવારીની આગેવાની હેઠળ શહેરના ગોત્રી ખાતે આવેલા જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

આજે સૌ પ્રથમ શહિદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો.જે.પી.વાઘેલા, એડવોકેટ હિતેષ રાવલ સાથે યુવા ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ અમિત તિવારી તથા મંગેશભાઇ તિવારી, કરણ લુહાર, ભરતભાઇ બારીયા, ગજેન્દ્ર ખિન્નિવાલ, મહેશ પટેલ, પ્રકાશ મકવાણા, યશ જાની સહિતના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. આજે 18 વર્ષીય યુવાન યશ જાનીએ પ્રથમવાર રક્તદાન કર્યુ હતું.
Published by: kiran mehta
First published: September 28, 2021, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading