વડોદરામાંથી બોગસ 'મા કાર્ડ' કાઢવાનું મોટું કૌભાંડ ઝડપાયું, એજન્ટો સામે ફરિયાદ

News18 Gujarati
Updated: December 20, 2020, 9:45 AM IST
વડોદરામાંથી બોગસ 'મા કાર્ડ' કાઢવાનું મોટું કૌભાંડ ઝડપાયું, એજન્ટો સામે ફરિયાદ
આ કાર્ડ કાઢી આપનારા 7 એજન્ટો સામે ક્રાઈમ બ્રાન્ચે એફ.આઈ.આર. નોંધીને તપાસ શરુ કરી છે.

આ કાર્ડ કાઢી આપનારા 7 એજન્ટો સામે ક્રાઈમ બ્રાન્ચે એફ.આઈ.આર. નોંધીને તપાસ શરુ કરી છે.

  • Share this:
વડોદરાની નાયબ મામલતદારની બનાવટી સહી સિક્કાવાળા બોગસ આવકના દાખલા ઉપરથી રાજય સરકારનના મા વાત્સલ્ય કાર્ડ વેચવાનું કૌભાંડ આરોગ્ય વિભાગે ઝડપી પાડયુ છે. બનાવટી દસ્તાવેજોના આધારે સરકારની મા વાત્સલ્ય યોજનાના બોગસ લાભાર્થીઓ બનાવવાનું કૌભાંડ પકડાતાં આરોગ્ય વિભાગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના આજવા રોડના એક માત્ર સુદામાપુરી અર્બન હેલ્થ સેન્ટરનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જ્યાંથી બનાવટી ડોકયુમેન્ટસ ઉપરથી ઈશ્યુ થયેલાં 35 મા વાત્સલ્ય કાર્ડ મળી આવ્યાં છે. આ કાર્ડ કાઢી આપનારા 7 એજન્ટો સામે ક્રાઈમ બ્રાન્ચે એફ.આઈ.આર. નોંધીને તપાસ શરુ કરી છે.

સાત એજન્ટો સામે FIR

તારીખ પહેલી ઓકટોબર 2020ના રોજ આરોગ્ય વિભાગની ટીમ આજવા રોડ, મહાવીર ચાર રસ્તા પાસેના સુદામાપુરી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઓડિટ માટે પહોંચી હતી. અહિં કાર્ડ બનાવવાની કામગીરી ઓમ ઈમેજીંનરીંગ પ્રા.લી. એજન્સીને સોંપવામાં આવી હતી. પરંતુ અહીં તપાસ કરાતા ઈશ્યુ કરેલાં કાર્ડના દસ્તાવેજી પુરાવા શંકાસ્પદ જણાયા હતા. આમા 35 ઉમેદવારોના ડોકયુમેન્ટસ હતા જેમાં શહેરના નર્મદા ભવન જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારની સહી સિક્કાવાળા આવકના દાખલા હતા. જે તમામ દાખલાઓની ખરાઈ કરતાં નકલી સાબીત થયાં હતા. આ લોકોની પૂછપરછ કરતાં 7 એજન્ટોના નામ સામે આવ્યા હતા. જેમણે પૈસા લઈને આવકના દાખલાથી માંડીને કાર્ડ કઢાવી આપ્યા હતા. લાભાર્થીઓએ જણાવેલા એજન્ટો સામે ક્રાઈમ બ્રાન્ચે આઈ.પી.સી. 406, 420, 465, 468, 471 તથા 120(બી) પ્રમાણે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.

21 ડિસેમ્બરના રોજ 800 વર્ષ બાદ બે મોટા ગ્રહો ગુરૂ અને શનિ આવશે નજીક, રાત પણ હશે સૌથી લાંબી

નલિયા 3.8 ડિગ્રી સાથે રહ્યું ઠંડુંગાર, રાજ્યનાં આ વિસ્તારોમાં બે દિવસ પડશે હાડ થીજવતી ઠંડી

મળેલા તમામ બોગસ કાર્ડ બ્લોક કરાયાઆજવા રોડના હેલ્થ સેન્ટરમાંથી મળી આવેલા 35 બોગસ મા કાર્ડ બ્લોક કરી દેવાયા છે. આ તમામ કાર્ડ ગત ઓકટોબર મહિનામાં ઈશ્યુ થયાં હતા. આરોગ્ય વિભાગે ગાંધીનગર ખાતેની કચેરીમાં જાણ કરવામાં આવી હતી. આ સાથે સાત એજન્ટની સામે ફરિયાદ નોંધાઇ છે જેમના પ્રાથમિક માહિતી પ્રમાણે નામ, મનિષ પટેલ, મનોજ સોની, નરેશ, જીતુ, પ્રવિણ, સતિષ છે. હાલ આ લોકોના મોબાઇલ નંબર પરથી તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગરીબી રેખા નીચે જીવતાં અને મધ્યમ વર્ગીય લોકો માટે આ યોજના

મહત્ત્વનું છે કે, ગરીબી રેખા નીચે જીવતાં લોકો અને મધ્યમ વર્ગીય લોકો માટે રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજના તથા મા વાત્સલ્ય યોજના ચલાવવામાં આવે છે. આ કાર્ડ મેળવવા માટે અરજદાર વ્યકિતનું આઈ ડી પ્રુફ, રેશન કાર્ડ તથા આવકના દાખલાની જરુર પડતી હોય છે. આ કામગીરી અર્બન હેલ્થ સેન્ટર ખાતે કીઓસ્ક ઉપર નોંધણી ફોર્મ ભરીને કરવામાં આવે છે. જયાં ફેમિલી ફોટોગ્રાફ અને વ્યકિતગત ફોટા પાડવામાં આવે છે.

આ ઉપરાંત બાયોમેટ્રીક ફીંગર પ્રીન્ટ પણ લેવામાં આવે છે. દસ્તાવેજોની ચકાસણી કરવા માટે આઉટ સોર્સીંગથી એજન્સીને કામગીરી સોંપવામાં આવેલી છે.
Published by: Kaushal Pancholi
First published: December 20, 2020, 9:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading