વડોદરામાં ખેલાયો ખૂની ખેલ: ભાઇએ સગી બહેન અને માતાને જ માર્યા છરીના ઘા, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: June 22, 2022, 11:41 AM IST
વડોદરામાં ખેલાયો ખૂની ખેલ: ભાઇએ સગી બહેન અને માતાને જ માર્યા છરીના ઘા, વીડિયો વાયરલ
આ યુવક ફોરેન્સિક સાયન્સનો વિદ્યાર્થી છે

Vadodara Crime news: આ યુવક ફોરેન્સિક સાયન્સનો વિદ્યાર્થી છે. આ યુવકની માનસિક હાલત પણ સ્થિર નથી. બહેન અને માતા એટલી હદે ગભરાઇ ગયા છે કે તોઓ પોતાનું ઘર છોડીને જતા રહ્યા છે,

  • Share this:
વડોદરા: રાજ્યમાં (Gujarat Crime news) ઘાતકી હત્યાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વડોદરાના (Vadodara news) ખટંબામાં એક ભાઇએ સગી બહેન અને માતા પર ચપ્પુના ઘા માર્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (Vadodara viral news) થઇ રહ્યો છે. આ કાળજુ કંપાવનારી આ ઘટના 20 જૂનની હોવાનુ જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે પુત્રની માતાએ જ તેની વિરુદ્ધ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બહેન અને માતા એટલી હદે ગભરાઇ ગયા છે કે, તેઓ પોતાનું ઘર છોડીને દમણ જતા રહ્યાં છે. હાલ ઇજાગ્રસ્ત બહેનની દમણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઘરની બહાર રસ્તા પર આવીને કર્યા હુમલા

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ખટંબા ગામમાં ક્રિષ્ણા દર્શન વીલામાં આ ઘાતકી ઘટના બની છે. આ વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીએ જ પોતાની સગી બહેન પર શાક સમારવાના ચપ્પાથી સાત જેટલા બહેરેમીપૂર્વક ઘા માર્યા હતા. આ બહેન પોતાના ઘરમાંથી બહાર દોડીને આવે છે. તેની પાછળ પાછળ તેનો ભાઇ પણ આવે છે. જે બાદ તે બહેનને બહેરેમીપૂર્વક મારે છે.

આ પણ વાંચો: પત્નીને મૃતક પતિની મિલકત વેચવાની મંજૂરી ન મળી, ગુજરાત હાઇકોર્ટનો દાખલારૂપ કિસ્સો

યુવકે પાડોશી સામે કર્યા બિભત્સ ચેનચાળા

જેથી તેમના પાડોશી પણ આવું ન કરવાનું કહે છે અને છોકરીને બચાવવાનો પ્રયાસ કરે છે. તો આ યુવાન તે મહિલાને પણ ડરાવે છે તેથી તે ફરીથી પોતાના ઘરમાં જતી રહે છે. જે બાદ ઉશ્કેરાયેલો યુવક તેના ઘરની બારી પર પણ ડોલ જેવું કાંઇક ફેંકે છે. આ દરમિયાન આસપાસના લોકો પણ બૂમાબૂમ કરે છે. ત્યારે આ યુવકે બિભત્સ ચેનચાળા પણ કર્યા હતા.આ પણ વાંચો:  જામનગર: યુવતીએ નશામાં ધૂત થઈને ગાળોની રમઝટ બોલાવીયુવક માનસિક અસ્થિર

મળતી માહિતી પ્રમાણે, આ યુવક ફોરેન્સિક સાયન્સનો વિદ્યાર્થી છે. આ યુવકની માનસિક હાલત પણ સ્થિર નથી. હાલ આ યુવકની સાયકોલોજીસ્ટ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
Published by: Kaushal Pancholi
First published: June 22, 2022, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading