VADODARA: શહેરમાં ધ્વનિ પ્રદુષ્ણ ફેલાવનાર લોકોની હવે ખેર નહી, પોલીસ કમિશ્નરે આપી ચેતવણી


Updated: June 22, 2022, 5:54 PM IST
VADODARA: શહેરમાં ધ્વનિ પ્રદુષ્ણ ફેલાવનાર લોકોની હવે ખેર નહી, પોલીસ કમિશ્નરે આપી ચેતવણી
તા. 22-06-2022 થી તા. 06-07-2022 સુધી આ હુકમનો અમલ કરવાનો રહેશે. 

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 તથા ગુજરાત પોલીસ એક્ટ (Gujarat Police Act) કલમ 33(1), 37(1)(એફ) અન્વયે પોલીસ કમિશનરે હુકમ કર્યો,રાત્રે 10 થી સવારે 10 સુધી નિયત કરવામાં આવેલા સમયમાં હોર્ન સહિત ધ્વનિ પ્રદૂષણ કરતા સાધનો વગાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

  • Share this:
નીધિ દવે/ વડોદરા: ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 તથાગુજરાત પોલીસ એક્ટ (Gujarat Police Act) કલમ 33(1),37(1)(એફ) અન્વયે પોલીસ કમિશનરે (Commissioner of Police) હુકમ કર્યો છે. શહેરમાં કોઇપણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ જાહેર શાંતિ,સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નિયમોને આધિન જાહેરહિતમાં રહી કૃત્યો કરવાની મનાઈફરમાવવામાં આવી છે.

ધ્વનિપ્રદૂષણનિયમો- 2000 અન્વયેધ્વનિની માત્રાના ધોરણો મુજબ નક્કી કરવામાં આવ્યા છે તેનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

અવાજપ્રદૂષણને અટકાવવા અંગે વખતોવખતના ચૂકાદાના નિર્દેશોતથાગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ,પર્યાવરણ વિભાગ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે તે મુજબધ્વનિપ્રદૂષણનિયમો- 2000 અન્વયેધ્વનિની માત્રાના ધોરણો મુજબ નક્કી કરવામાં આવ્યા છે તેનું ચૂસ્તપણે પાલન કરવાનું રહે છે. વિસ્તાર મુજબ નોઈઝ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે. સવારે 6 થી રાત્રે 10 દરમિયાન ઔદ્યોગિક વિસ્તારમાં 75,વાણિજય વિસ્તારમાં 65,રહેણાંક વિસ્તારમાં 55 અને શાંત વિસ્તારમાં 55 ડેસિબલ નોઇઝ સ્ટાન્ડર્ડ છે. રાત્રે 10 થી સવારે 6 દરમિયાન ઔદ્યોગિક વિસ્તારમાં 70,વાણિજય વિસ્તારમાં 55,રહેણાંક વિસ્તારમાં 45 અને શાંત વિસ્તારમાં 40 ડેસિબલ નોઇઝ સ્ટાન્ડર્ડ છે.

રાત્રે 10 થી સવારે 10 સુધી નિયત કરવામાં આવેલા સમયમાં હોર્ન સહિત ધ્વનિ પ્રદૂષણ કરતા સાધનો વગાડવા પર પ્રતિબંધ મુકાયો.

સામાન્ય રીતે દિવાળીમાં ફટાકડા ફુટવા અને નવરાત્રિના તહેવારો દરમિયાન,લગ્ન પ્રસંગો,મેળાવડા દરમિયાન લાઉડ સ્પીકર,ડ્રમ,પબ્લિક એડ્રેસ સીસ્ટમના ઉપયોગની ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. રહેણાંક વિસ્તારમાં થઈરહેલ ઔદ્યોગિક પ્રવૃત્તિ,વાહનોની અવરજવર અને હોર્ન વગાડવાને કારણે તથા બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા સાધનોને કારણે પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. આથી રાત્રે 10 થી સવારે 10 સુધી નિયત કરવામાં આવેલા સમયમાં હોર્ન સહિત ધ્વનિ પ્રદૂષણ કરતા સાધનો વગાડવા પર પ્રતિબંધ છે.

શહેરના હુકમત વિસ્તારમાં વરઘોડા,રાજયકીય,સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા,રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જગ્યામાં ઉપયોગ માટે ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઈક સીસ્ટમ ભાડે આપી શકશે નહિ.માઈક સીસ્ટમ ભાડે આપનાર માલિક,ભાગીદાર,સંચાલક,મેનેજર,ઇવેન્ટ મેનેજર સમગ્ર વડોદરા શહેરના હુકમત વિસ્તારમાં વરઘોડા,રાજયકીય,સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા,રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જગ્યામાં ઉપયોગ માટે ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઇક સીસ્ટમ ભાડે આપી શકશે નહિ.હોસ્પિટલ,શૈક્ષણિક સંસ્થાઓ,અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવા વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઇક સીસ્ટમનો ઉપયોગ થઇ શકશે નહિ. એકબીજાને ઉશ્કેરણી થાય તેવા ગાયનો-ઉચ્ચારણોનો માઇક સીસ્ટમમાં ઉપયોગ કરવો નહિ. રસ્તાની ડાબી બાજુ ચાલવા,ટ્રાફિકને અડચણ ન થાયતથાટ્રાફિકના તમામ નિયમો-કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન-ગરબા જાહેરમાર્ગ રોકાઇ તે રીતે કરવા નહિ.

આ પણ વાંચો: વિશ્વ સંગીત દિવસ: રાત્રી બજાર ગયા, તો વડોદરાના કિશોરકુમારને સાંભળ્યા કે નહિ ?

વડોદરા શહેર વિસ્તારમાં તા. 22-06-2022 થી તા.06-07-2022 સુધી આ હુકમનો અમલ કરવાનો રહેશે.

ડી જે સીસ્ટમ વગાડવા માટે જણાવ્યું તે તમામ પ્રાવધાનોનો અને જોગવાઈઓનો ઉલ્લંઘન કરતા હોય તેવું જાહેર જગ્યાએ ખુલ્લા સ્થળો પર વગાડવા પર પ્રતિબંધ છે. માઈક સીસ્ટમ વગાડવા માટેના પ્રતિબંધોમાંથી છૂટછાટ માટેની શરતો પણ છે જેને ધ્યાને લેવાની રહેશે. વડોદરા શહેર વિસ્તારમાં તા. 22-06-2022 થી તા.06-07-2022 સુધી આ હુકમનો અમલ કરવાનો રહેશે. હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ- 1860ની કલમ-188તથાજીપી એકટ કલમ-131,135 મુજબ શિક્ષાપાત્ર ઠરશે.
Published by: kuldipsinh barot
First published: June 22, 2022, 5:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading