વડોદરાના ઐતિહાસિક ખંડેરાવ મંદિરમાં ચંપાષષ્ઠી ઉત્સવ, જાણો કેમ ઉજવાય છે આ મહોત્સવ


Updated: December 7, 2021, 9:21 PM IST
વડોદરાના ઐતિહાસિક ખંડેરાવ મંદિરમાં ચંપાષષ્ઠી ઉત્સવ, જાણો કેમ ઉજવાય છે આ મહોત્સવ
ખંડોબા ભગવાનને ચંપાનું ફૂલ પ્રિય હોવાથી ઉત્સવને ચંપાષષ્ઠી તરીકે ઉજવવામાં આવે છે

વડોદરાના આર.વી.દેસાઇ રોડ પર આવેલા ઐતિહાસિક શ્રી ખંડેરાવ મંદિરમાં તા. 5 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન પરંપરાગત ‘ચંપાષષ્ઠી ઉત્સવ’

  • Share this:
વડોદરા: વડોદરાના આર.વી.દેસાઇ રોડ પર આવેલા ઐતિહાસિક શ્રી ખંડેરાવ મંદિરમાં તા. 5 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન પરંપરાગત ‘ચંપાષષ્ઠી ઉત્સવ’નું આયોજન કરાયુ છે. ઉત્સવ દરમિયાન મંદિર સવારના 7 થી રાતના 9 સુધી ખુલ્લુ રહેશે.


ખંડોબા ભગવાનને ચંપાનું ફૂલ પ્રિય હોવાથી આ ઉત્સવને ચંપાષષ્ઠી તરીકે ઉજવવામાં આવે છે.

તા. 8 ડિસેમ્બર બુધવારે સાંજે 4:30 કલાકે શ્રી બોલાઇ માતા મંદિરથી ‘પીઠી’ લઇને શ્રી ખંડેરાવ મંદિરમાં વાજતે ગાજતે જશે અને સાંજના 6:30 સુધી પીઠી વિધિનો કાર્યક્રમ યોજાશે. તો લગ્નોત્સવનો વરઘોડા તા. 9 ડિસેમ્બર ગુરૂવારે સાંજે 5:00 વાગ્યે બોલાઇ માતા મંદિરથી પાલખીમાં નીકળશે અને સાંજે 7:30 કલાકે ખંડેરાવ મંદિર પહોંચશે.

આ પણ વાંચો: અમદાવાદ : ગેસ સિલિન્ડર ફ્રી માં ના આપતા સગીરે યુવકની કરી હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ

જ્યાં શુભ મંગલ વિવાહ યોજાશે આ કાર્યક્રમમાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ તથા રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, શ્રી ખંડેરાવ 2 (ખંડોબા) ભગવાનને પીળા રંગનુ ચંપાનું ફુલ અત્યંત પસંદ છે અને માગસર સુદ એકમથી ભગવાનના વિવાહનો પ્રસંગ શરૂ થાય છે અને છઠ્ઠના દિવસે પૂર્ણ થાય છે એટલે આ ઉત્સવને ચંપાષષ્ઠી ઉત્સવ કહેવામાં આવે છે.
Published by: kuldipsinh barot
First published: December 7, 2021, 9:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading