Vadodara Weather: શહેરના વાતાવરણમાં પલટો, વાદળ છાયું વાતાવરણથી શહેરીજનોને ગરમીથી આંશિક રાહત


Updated: May 24, 2022, 2:42 PM IST
Vadodara Weather: શહેરના વાતાવરણમાં પલટો, વાદળ છાયું વાતાવરણથી શહેરીજનોને ગરમીથી આંશિક રાહત
30 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ગરમીનો અનુભવ ઓછો થયો છે.

છેલ્લા ત્રણ ચાર દિવસથી શહેરમાં વાદળછાયું વાતવરણ. આખો દિવસ પવન ફૂંકાઈ રહ્યો છે.30 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ગરમીનો અનુભવ ઓછો થયો છે.

  • Share this:
વડોદરા: છેલ્લા ત્રણ ચાર દિવસથી શહેરમાં વાદળછાયું વાતવરણ (Cloudy weather)છે. શહેરમાં આખો દિવસ પવન ફૂંકાઈ રહ્યો છે. વાદળોના કારણે બફારો વર્તાઈ રહ્યો છે, પરંતુ 30 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ગરમીનો અનુભવ ઓછો થયો છે. ઉલ્લેખનિય છે કે, શહેરમાં સતત 4 દિવસથી 45 થી 55 કિમીની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના (Meteorological Department) મતે શહેરમાં મંગળવારના આજરોજ પણ ગરમીનો પારો 38 થી 40 ડિગ્રી વચ્ચે રહેશે.

પશ્ચિમની દિશાથી સરેરાશ 18 કિમીની ઝડપે પવનો ફૂંકાયા.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 28.8 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 72 ટકા અને સાંજે 48 ટકા નોંધાયું હતું. જ્યારે પશ્ચિમની દિશાથી સરેરાશ 18 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. છેલ્લા 4 દિવસથી ફૂંકાઈ રહેલા જોરદાર પવનો બાદ સોમવારે સવારથી વાદળો છવાયાં હતાં.

આકાશમાં પ્રી મોનસૂન એક્ટિવિટી સર્જાતા હવામાનમાં પલટો આવ્યો.

હજુ બે દિવસ સુધી શહેરમાં આ રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. એપિલ અને મે મહિનામાં વડોદરામાં પડેલી કાળઝાળ ગરમીને કારણે જનજીવન ખોરવાયુ હતુ. જોકે, છેલ્લાં ત્રણ ચાર દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. આકાશમાં પ્રી મોનસૂન એક્ટિવિટી સર્જાતા હવામાનમાં પલટો આવ્યો છે અને વડોદરાના આકાશમાં વાદળછાયો માહોલ રચાયો છે. શહેરના માથે વાદળો ઘેરાયા છે. પવનોના કારણે ખુલ્લા મેદાનો, પ્લોટો પરથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને રસ્તા પરથી પસાર થતા વાહનોના ચાલકો તેમજ રાહદારી હેરાન થઈ ગયા છે.

આ પણ વાંચો: હાર્દિક પટેલ 30મીએ ભાજપનો ખેસ ધારણ કરશે, બીજેપી હાઇકમાન્ડે આપી લીલીઝંડી!આવતીકાલ બુધવારે પણ લઘુતમ તાપમાન 29 ડિગ્રી તથા મહતમ તાપમાન 39 ડિગ્રી રહેવાની સંભાવના.

આજરોજ મંગળવારે શહેરમાં સવારથી વાદળો ઘેરાયા છે.શહેરમાં લઘુતમ તાપમાન 29 ડિગ્રી તથા મહતમ તાપમાન 39 ડિગ્રી રહેલું છે. તથા હવામાં ભેજનું પ્રમાણ 43 ટકા તથા હવાની ગતિ 21 કિલોમીટર પ્રતિ કલાકની રહેલી છે. આવતીકાલ બુધવારે પણ લઘુતમ તાપમાન 29 ડિગ્રી તથા મહતમ તાપમાન 39 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે. તથા ભેજનું પ્રમાણ 52 ટકા તથા હવાની ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સાંભવના રહેલી છે.
Published by: kuldipsinh barot
First published: May 24, 2022, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading