Vadodara Weathers: ઠંડીનું જોર યથાવત,બે દિવસ સુધી કોલ્ડવેવની અસરને કારણે ઠંડીમાં ઘટાડાની શક્યતા નહિવત્
Updated: January 26, 2022, 3:35 PM IST
ગુજરાત રાજ્ય સહિત વડોદરામાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
સતત ફૂંકાઈ રહેલ શીત લહેરોને પગલે વડોદરા (Vadodara) શહેર અને જિલ્લામાં કાતિલ ઠંડીએ પોતાનો કબજો જમાવ્યો છે. સતત બીજા દિવસે પણ કડકડતી ઠંડી પડતાં વડોદરા શહેર જિલ્લાનું જીવન પણ અસર પામ્યું હતું.
વડોદરા: માવઠાની અસરને પગલે ગુજરાત રાજ્ય (Gujarat State) સહિત વડોદરામાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો ગગડતાં અને સતત ફૂંકાઈ રહેલ શીત લહેરોને પગલે વડોદરા (Vadodara) શહેર અને જિલ્લામાં કાતિલ ઠંડીએ પોતાનો કબજો જમાવ્યો છે. સતત બીજા દિવસે પણ કડકડતી ઠંડી પડતાં વડોદરા શહેર જિલ્લાનું જીવન પણ અસર પામ્યું હતું. ત્યારે હજુ બે ચાર દિવસ સુધી કોલ્ડવેવની (Cold Wave) અસરને કારણે ઠંડીમાં ઘટાડાની કોઈ શક્યતા જણાતી નથી.
કમોસમી વરસાદ બાદ રાજ્યભરમાં કડકડતી ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી બે ચાર દિવસ સુધી શહેર અને જિલ્લામાં ઠંડીનું જોર જારી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ગઈકાલે વડોદરા શહેર જિલ્લાનું તાપમાન સિંગલ ડિજિટ પહોંચી ગયું હતું. ત્યારે આજે બીજા દિવસે પણ લઘુતમ તાપમાનનો પારો નીચે રહેતા વડોદરાવાસીઓ કાતિલ ઠંડીની ઝપેટમાં જોવા મળ્યા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠાને કારણે સતત ઠંડા પવનો ફૂંકાય રહ્યા છે જેને કારણે વડોદ૨ા ઠંડુગાર બની રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 8.6 ડિગ્રી, નલિયા 4.8 ડિગ્રી સાથે ઠંડુંગાર : 9 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાનઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં મોટા ભાગના દિવસોમાં લઘુતમ તાપમાનનો પારો નીચો રહેતા શહેર અને જિલ્લો ઠંડીમાં ઠુઠવાઈ ગયો હતો. ત્યારે જાન્યુઆરીના અંત સુધી કદાચ કાતિલ ઠંડીનું મોજુ યથાવત રહી શકે છે. આજરોજ વડોદરા શહેરનું લઘુતમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહેલું છે. તથા ભેજનું પ્રમાણ 32 ટકા નોંધાયું છે. અને 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ-પ્રભાસ પાટણમાં કર્યુ ધ્વજવંદન, જુઓ PHOTOS
આવતીકાલ ગુરુવારના રોજ વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી નોંધાવાની શક્યતા રહેલી છે. તથા ભેજનું પ્રમાણ 40 ટકા નોંધાઈ શકે છે. અને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ નોંધાવાની શક્યતા રહેલી છે. જેથી કરીને ઠંડીનું પ્રમાણ યથાવત જ રહેશે.
Published by:
kuldipsinh barot
First published:
January 26, 2022, 3:35 PM IST