દિવાળીના મીની વેકેશનને લઈ વડોદરા શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ, લાભ પાંચમે દુકાનો ખુલશે


Updated: November 8, 2021, 5:21 PM IST
દિવાળીના મીની વેકેશનને લઈ વડોદરા શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ, લાભ પાંચમે દુકાનો ખુલશે
લાભપાંચમના દિવસે વેપારીઓ પૂજા કરીને દુકાનો ખોલશે

છેલ્લા એક મહિનાથી દિવાળીને લઈને વડોદરા શહેરમાં ખૂબ જ રોનક દેખાઈ રહી હતી પરંતુ આજે શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે. 

  • Share this:
વડોદરા:  છેલ્લા એક મહિનાથી દિવાળીને લઈને વડોદરા શહેરમાં ખૂબ જ રોનક દેખાઈ રહી હતી પરંતુ આજે શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે. શહેરના લોકો હજી પણ દિવાળી પર્વના ઉત્સવ માંથી બહાર નીકળ્યા નથી. શહેરની મોટાભાગની દુકાનો જે બારેમાસ ખુલ્લી રહેતી હોય છે એવી દુકાનો પણ હજુ સુધી ખુલી નથી.


વર્ષના આ પાંચ દિવસ શહેરમાં જાણે કર્ફ્યુ લાગી જતો હોય એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. લોકો પણ બજારોમાં જોવા મળી રહ્યા નથી. આ પ્રકારની શાંતિ વર્ષ દરમિયાન ક્યારે પણ જોવા મળી નથી. વર્ષોથી પરંપરા ચાલતી આવી છે કે લાભપાંચમના દિવસે વેપારીઓ પૂજા કરીને દુકાનનેે ખોલતા હોય છે. તેથી આવતીકાલે લાભપાચમના શુભ દિવસે વિધિવત પૂજા કર્યા બાદ જ તેને વેપારીઓ દ્વારા દુકાન ખોલવામાં આવશે. ત્યારબાદ શહેરમાં ફરી એક વખત રોનક જોવા મળશે.
Published by: kuldipsinh barot
First published: November 8, 2021, 5:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading