વડોદરા: દિપક ફાઉન્ડેશને ટ્રાન્સજેન્ડરો માટે 'અનન્ય સ્કીલિંગ' અભ્યાસક્રમ રજૂ કર્યો, 7 ઉમેદવારને મળશે નોકરી


Updated: August 21, 2021, 12:03 PM IST
વડોદરા: દિપક ફાઉન્ડેશને ટ્રાન્સજેન્ડરો માટે 'અનન્ય સ્કીલિંગ' અભ્યાસક્રમ રજૂ કર્યો, 7 ઉમેદવારને મળશે નોકરી
દિપક ફાઉન્ડેશન છેલ્લા પાંચ વર્ષથી હોમ હેલ્થ એઈડ (HHA) માટે કૌશલ્ય નિર્માણના અભ્યાસક્રમો ચલાવી રહ્યું છે. આ વર્ષે ફાઉન્ડેશને કિન્નર અને લિંગ વિસ્તૃત સમુદાયોને તક પૂરી પાડવા માટે કોર્ષને વધુ સમાવિષ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

દિપક ફાઉન્ડેશન છેલ્લા પાંચ વર્ષથી હોમ હેલ્થ એઈડ (HHA) માટે કૌશલ્ય નિર્માણના અભ્યાસક્રમો ચલાવી રહ્યું છે. આ વર્ષે ફાઉન્ડેશને કિન્નર અને લિંગ વિસ્તૃત સમુદાયોને તક પૂરી પાડવા માટે કોર્ષને વધુ સમાવિષ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

  • Share this:
દિપક ફાઉન્ડેશન છેલ્લા પાંચ વર્ષથી હોમ હેલ્થ એઈડ (HHA) માટે કૌશલ્ય નિર્માણના અભ્યાસક્રમો ચલાવી રહ્યું છે. આ વર્ષે ફાઉન્ડેશને કિન્નર અને લિંગ વિસ્તૃત સમુદાયોને તક પૂરી પાડવા માટે કોર્ષને વધુ સમાવિષ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને સ્વસ્થતા , વૃદ્ધો અને વિકલાંગના ઘર આધારિત આરોગ્ય સંભાળ પુરી પાડવામાં તેમનું ધ્યાન કેન્દ્રિત કરવાના છે.

હોમ હેલ્થ એઈડ (HHA)ની શરૂઆત 2014થી કરવામાં આવી. જેમાં પહેલા ફક્ત બહેનોને જ લેવામાં આવતી હતી. પરંતુ સંજોગો વસાત પુરુષોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. અને હવે પછીથી આ કોર્ષમાં અને આ ફિલ્ડમાં કિન્નરો પણ સામેલ થશે. હોમ હેલ્થ એઈડની જરૂર એટલા માટે પડે છે, કારણકે જે લોકો ન્યુક્લિઅર કુટુંબમાં રહે છે, તેવા લોકોને ઘરે સારવાર મળી શકે. જયારે કિન્નરોનો સમાવેશ કરવામાં આવ્યો, ત્યારે લક્ષ્ય ટ્રસ્ટ સંકલનમાં આવ્યું. આ કોર્ષમાં તમામ વિદ્યાર્થીઓ સાથે મળીને ભણે છે અને કામ કરે છે.

કિન્નરોને પણ શરૂઆતમાં સમાજમાં રહીને કામ કરવામાં સંકોચ અનુભવતો હતા. પરંતુ તેઓ એ હાર ના માનતા આગળ વધ્યા છે, તો સમાજ પણ તેમનો સાથ આપશે તેવા વિચારો સાથે આ પહેલ કરવામાં આવી છે. દીપક ફાઉન્ડેશ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રથમ બેચ છે. જેમાં કિન્નરોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આ પ્રોગ્રામમાં તેમને ખાસ કરીને પર્સનાલિટી ડેવલપમેન્ટ, કમ્પ્યુટર નોલેજ, કૉમ્યૂનિકેશન, ઇંગલિશ સ્પીકિંગ પણ શીખવાડવામાં આવે છે. આ કોર્ષને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મંજૂરી મળેલી છે.

આ કોર્ષ કર્યા બાદ નોકરી આપવવાની પણ જવાબદારી લીધેલ છે. નોકરી મળી ગયા બાદ પણ કિન્નરોને કોઈ મુશ્કેલી પડતી નથી તેનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવશે. અને ખાસ કરીને તેમને મેડિકલ પેકેજ પણ મફતમાં કરી આપેલ છે. પુસ્તક જ્ઞાનની સાથે તેમને પ્રેકટીકલ જ્ઞાન પણ પૂરું પાડવામાં આવે છે. આ સાથે હવે કિન્નરો પણ ખુબ ખુશ છે, કે તેમને હવે નોકરી કરવાની તક મળશે અને સમાજમાં તેમને સન્માન પણ મળશે.
Published by: Jay Mishra
First published: August 21, 2021, 11:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading