Vadodara: જિલ્લા પોલીસ દળને 77.60 કરોડના ખર્ચે વિવિધ આવાસીય અને બિનઆવાસીય મળશે સુવિધા


Updated: May 27, 2022, 6:28 PM IST
Vadodara: જિલ્લા પોલીસ દળને 77.60 કરોડના ખર્ચે વિવિધ આવાસીય અને બિનઆવાસીય મળશે સુવિધા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29 મેના રોજ સુવિધાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તા. 29ના રોજ વડોદરા જિલ્લા પોલીસ માટે રૂ. 77.60 કરોડના ખર્ચથી નિર્માણ પામેલી આવાસીય અને બિનઆવાસીય સુવિધાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે.

  • Share this:
વડોદરા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) આગામી તા. 29ના રોજ વડોદરા જિલ્લા પોલીસ (Vadodara District Police) માટે રૂ. 77.60 કરોડના ખર્ચથી નિર્માણ પામેલી આવાસીય અને બિનઆવાસીય સુવિધાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ (Virtually Inauguration) કરવાના છે.છાણી પોલીસ હેડ કવાર્ટર ખાતે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત પોલીસ અશ્વ દળ,પોલીસ શ્વાનદળ,પોલીસ મોટર ટ્રાન્સપોર્ટ તેમજ રાજ્ય અનામત પોલીસ દળ જુથ -1 વડોદરા ખાતેના બી ટાઇપના નવનિર્મીત રહેણાંક મકાનો તથા કચેરીઓનું લોકાપર્ણ આગામી તા. 29 મે ના રોજ સવારે 11 વાગ્યે છાણી મુખ્ય મથક ખાતેથી થશે.

અશ્વદળને મળશે નવું નિવાસ.

ઉક્ત સુવિધાઓની વિગતો જોઇએ તો જિલ્લા પોલીસના અશ્વો પાસેથી મોટા - મોટા મેળાઓમાં,માનવ મેદનીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જયાં વાહન ન જઇ શકે તે અંરિયાળ વિસ્તારમાં ફરજ બજાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તદ્દઉપરાંત રાષ્ટ્રીય તહેવારોની પરેડમાં ભાગ લઇ મહેમાનોના સ્વાગત માટે એસ્કોર્ટ પાયલોટીંગ અશ્વો રહે છે. આધુનિક યુગમાં પણ અશ્વ પર સવારી ક૨વી ગૌ૨વપૂર્ણ હોવાથી નાગરિકોને પણ રાયડીંગ કલબમાં ઘોડેસવારીતાલીમ આપવામાં આવે છે. હાલમાં વડોદરા ગ્રામ્ય જીલ્લામાં કૂલ 11 અશ્વો ફરજ બજાવે છે. આ અશ્વદળની કચેરીના બાંધકામ સહિતીની સુવિધા માટે કુલ ખર્ચ રૂ .166.89 લાખ થયો છે.

શ્વાન દળને પણ મળશે પોતાનું નવું ઘર

પોલીસના ટ્રેકર ડોગ દ્વારા ગુનાઓ બને ત્યારે સ્મેલ/પ૨સેવા ઉ૫૨થી આરોપીની ઓળખ તેમજ સ્નીફર ડોગ દ્વારા ગનપાવડર,તથા વિસ્ફોટક પદાર્થો શોધવાની કામગીરી તથા નાર્કોટીકસ ડોગ દ્વારા ચરસ,ગાંજો,બ્રાઉનસુગર જેવા નશીલા પદાર્થો શોધી કાઢવામાં મદદરૂપ થાય છે. હાલમાં વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ડોબરમેન પ્રજાતીનું 1 ડોગ ફ૨જ બજાવે છે તેમજ લેબ્રાડોર તથા ડોબરમેન પ્રજાતી ના 2 ડોગ તાલીમમાં છે. તેમના માટે જરૂરી સુવીધાઓ સાથે કેનાલ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અકસ્માતગ્રસ્ત વાહન સાથે લક્ઝરી બસની ટક્કર, આગળના ભાગના ફૂરચા નીકળી ગયાટ્રાન્સપોર્ટ વિભાગ માટે નવી કચેરી

પોલીસ વિભાગમાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ મહત્વનો ભાગ છે. પોલીસ વાહન વ્યવહાર કુદરતી આફતો,હુલ્લડો,તથા અકસ્માત,અપહ૨ણ તેમજ કાયદો અને વ્યવસ્થાને લગત તમામ પરીસ્થિતીમાં પોલીસ અધીકારી/કર્મચારીઓને સમયસર ગંતવ્ય સ્થળ ઉપર પહોંચાડવામાં ખુબજ ઉપયોગી થાય છે. વડોદરા ગ્રામ્ય જીલ્લા ખાતે કૂલ 228 વાહનો કાર્યરત છે. જે વાહનોની જાળવણી અર્થે મુખ્ય મથક,છાણી પોલીસ હેડ કવાર્ટર ખાતે અદ્યતન પોલીગ્ન મોટર ટ્રાન્સપોર્ટની (એમ.ટી.) અતિ આધુનિક નવ ર્નાર્મત કચેરી નિર્માણ પામેલ છે. એમ.ટી. તથા ડોગ કેનાલ બાંધકામનો કુલ ખર્ચ રૂ. 167.18 લાખ થયો છે.

આ પણ વાંચો: સાંતલપુર હાઇવે પર બસને નડ્યો અકસ્માત

જવાનોના પરિવારોના નિવાસ માટે આવાસો

એસ.આર.પી.જૂથ -1,લાલબાગ વડોદરા ખાતે બી - કેટેગરીના 40 અતિઆધુનિક મકાનોનુ લોકાર્પણ પણ થનાર છે . આ બી - કેટેગરીના 40 ૨હેણાંક આવાસોનો કુલ ખર્ચ રૂ. 442.00લાખ થયેલ છે. આમ,આ લોકાર્પણના પગલે જિલ્લા પોલીસ દળની સુવિધાઓમાં અભિવૃદ્ધિ થશે.
Published by: kuldipsinh barot
First published: May 27, 2022, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading