Vadodara: જિંદગીના ભોગે પતંગ લૂંટવા ના દોડતા..જુઓ પરિણામ એક શોર્ટ ફિલ્મના આધારે....
Updated: January 14, 2022, 9:22 PM IST
શહેરના ફિલ્મમેકર સંદીપ રાઠોડ દ્વારા એક ઉત્તરાયણને લઈને શોર્ટ ફિલ્મ બનાવી
તારીખ 14 મી જાન્યુઆરી મકરસંક્રાંતિનો દિવસ છે અને આવતીકાલે વાસી ઉત્તરાયણ છે. આ બે દિવસ પતંગ રસિકો ખુબ જ ઉત્સાહભેર પતંગ ચગાવતા હોય છે અન?
વડોદરા: તારીખ 14 મી જાન્યુઆરી મકરસંક્રાંતિનો દિવસ છે અને આવતીકાલે વાસી ઉત્તરાયણ છે. આ બે દિવસ પતંગ રસિકો ખુબ જ ઉત્સાહભેર પતંગ ચગાવતા હોય છે અને ઘણી કપાયેલી પતંગ લુંટતા પણ હોય છે. પરંતુ એ કપાયેલી પતંગો ના ચક્કરમાં શું પરિણામ આવતું હોય છે એ એક આપણે શોર્ટ ફિલ્મના માધ્યમથી જોઈએ..
વડોદરા શહેરના ફિલ્મમેકર સંદીપ રાઠોડ દ્વારા એક ઉત્તરાયણને લઈને શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. જેમાં ખાસ ઉતરાયણ લોકોએ કેવા પ્રકારની જાગૃતિ રાખવી જોઈએ એ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે બાળકો અગાસીમાં એકલા પતંગ ચગાવતા હોય છે, ત્યારે માબાપે કેવું બાળકોનું ધ્યાન રાખવું જોઈએ એ અહીં દર્શાવવામાં આવેલ છે.
આ પણ વાંચો: Rajkot: હૃદયદ્રાવક ઘટના! દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે કુદરતે છીનવ્યા પિતાના પ્રાણબાળકોને મોંઘી પતંગો લાવી આપવામાં આવે છે છતાં પણ બાળકોને કપાઈને આવતી પતંગો લૂંટવામાં વધુ રસ હોય છે. પરંતુ એ કપાઈને આવતી પતંગ લૂંટવાની પાછળ બાળકો પોતાની અમૂલ્ય જિંદગીનો ભોગ આપી દેતા હોય છે. એવા ઉત્તરાયણના બે દિવસ દરમિયાન ઘણા કેસો બનતા હોય છે. તો આવો આપણે સાથે મળીને "પતંગ" નામની શોર્ટ ફિલ્મને નિહાળીએ અને લોકો સુધી પણ મેસેજ પહોંચાડી એ કે ઉત્તરાયણ દરમિયાન કેવા પ્રકારની જાગૃતિ હોવી જોઈએ.
Published by:
kuldipsinh barot
First published:
January 14, 2022, 9:22 PM IST