વડોદરા: દિવ્ય રોશની ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને ની:શુલ્ક ભણતરની સેવા


Updated: August 3, 2021, 8:48 PM IST
વડોદરા: દિવ્ય રોશની ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને ની:શુલ્ક ભણતરની સેવા
પ્રતિકાત્મક તસવીર

વડોદરામાં મહિલા પોલીસકર્મી તથા ફરિયાદી મહિલાઓના નાના બાળકો માટે ચાઈલ્ડ ઝોન કાર્યરત, તો બીજીબાજુ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સેવા યજ્ઞ: શહેરમાં ૧૯ અને જિલ્લામાં ૮ મળી કુલ ૨૭ કાર્યક્રમો પણ યોજાયાં.

  • Share this:
1. વડોદરા: દિવ્ય રોશની ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને ની:શુલ્ક ભણતરની સેવા

વડોદરા શહેર, મકરપુરામાં આવેલ દિવ્ય રોશની ગ્રુપ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ ગ્રુપ 11 મહિલાઓ કાર્યરત છે. છેલ્લા 7 વર્ષથી ગરીબ બાળકોને શિક્ષિત કરે છે. સવારે 7 થી 10 અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી બાળકોને ભણાવવામાં આવે છે. કોરોના કાળને કારણે હાલમાં એક જ બેચ સવારની ચાલી રહી છે.અહીંયા કુલ 130 બાળકો ભણવા આવે છે. આ તમામ બાળકોની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે છે. નોટ, પેન્સિલ, રબર, કંપાસ, જેવી જરૂરિયાત વાળી વસ્તુઓ આ ગ્રુપ દ્વારા પુરી પાડવામાં આવે છે. બાળકોની ફી ડોનેશન દ્વારા ભેગું કરવામાં આવે છે. અહીંયા ભણેલા બાળકોમાંથી ઘણા બાળકોને પ્રાઈવેટ શાળામાં પણ ભરતી કરાવી આપવામાં આવ્યા છે.

2. મહિલા પોલીસ કર્મી તથા ફરિયાદી મહિલાઓના નાના બાળકો માટે ચાઈલ્ડ ઝોન કાર્યરત

ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા તેમજ વડોદરા પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંગએ મહિલા પોલીસ કર્મીના સુખાર્થે પોલીસ ટ્રેનિંગ સેન્ટર તેમજ પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત લગભગ વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ઝોન બનાવવામાં આવ્યા છે. ત્યારે વડોદરાના મધ્યમાં આવેલું સૌથી જૂની ઐતિહાસિક ઇમારત ધરાવતું રાવપુરા પોલીસ સ્ટેશનમાં પણ ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર ઊભું કરવામાં આવ્યું છે. જેનો લાભ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીઓના બાળકો તેમજ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવા આવતા અરજદારોના બાળકો તેમજ આરોપીઓના બાળકો રમી શકે તે માટે રમકડાં સાથે ની વ્યવસ્થા કરવામાં આવી છે.ત્યારે આ ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરનો લાભ હાલ તો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીઓના બાળકો ઉઠાવી રહ્યા છે અને ખૂબ જ આનંદ અને તણાવમુક્ત વાતાવરણમાં પોતાની માતાની સાથે જ રહીને સમય ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરમાં વ્યતીત કરી રહ્યા છે. પોલીસ વિભાગની ચાઈલ્ડ ઝોનની મુહિમનો મહિલા પોલીસ કર્મીઓએ આવકારી છે અને આભાર પણ વ્યક્ત કર્યો છે.

3. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સેવા યજ્ઞ: શહેરમાં ૧૯ અને જિલ્લામાં ૮ મળી કુલ ૨૭ કાર્યક્રમો યોજાયાં.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સેવા યજ્ઞના ભાગરૂપે પુરવઠા તંત્રે મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અને જિલ્લા કલેકટર આર.બી.બારડ ના માર્ગદર્શન હેઠળ શહેરના ૧૯ વોર્ડમાં ૧૯ અને પ્રત્યેક તાલુકામાં ૧ પ્રમાણે ૮ મળીને કુલ ૨૭ મુખ્ય કાર્યક્રમો યોજીને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાના લાભાર્થી પરિવારોને રાહતદરના મળવાપાત્ર જથ્થા ઉપરાંત સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખાનું વિનામૂલ્યે વિતરણ મહાનુભાવોના હસ્તે કર્યું હતું.નવેમ્બર ૨૧ સુધી આ વધારાનું અનાજ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. આજે શહેર જિલ્લાની ૬૫૦ જેટલી વાજબી ભાવની દુકાનો ખાતે દાહોદના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
First published: August 3, 2021, 8:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading