VADODARA : SSG હોસ્પિટલમાં થાય છે એપિલેપ્સી બિમારીની સારવાર, રાહતદરે દર્દીઓને અપાય છે દવાઓ


Updated: June 25, 2022, 5:27 PM IST
VADODARA : SSG હોસ્પિટલમાં થાય છે એપિલેપ્સી બિમારીની સારવાર, રાહતદરે દર્દીઓને અપાય છે દવાઓ
સયાજી હોસ્પિટલમાં બાળ દર્દીઓને નિયમિત સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ 

સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગ દ્વારા એક પહેલના રૂપમાં એપીલેપ્સી ( વાઈ / ખેંચ ) સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ સિવાય પણ સયાજીમાં આ સારવાર ચાલુ જ છે. 

  • Share this:
વડોદરા: સયાજી હોસ્પિટલના (Sayaji Hospital) બાળ સારવાર વિભાગ (Pediatric Department) દ્વારા એક પહેલના રૂપમાં એપીલેપ્સી ( વાઈ / ખેંચ ) સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ સિવાય પણ સયાજીમાં આ સારવાર ચાલુ જ છે. વાઈ, ખેંચ કે મિર્ગીના નામે ઓળખાતા આ રોગના જે દર્દીઓને વધારે દવા આપવા છતાં રોગ કાબૂમાં આવતો નથી, તેમની કેરળની સેવા સંસ્થાના તજજ્ઞ તબીબો દ્વારા સઘન તબીબી ચકાસણી કરવા માટે આ કેમ્પ યોજવામાં આવ્યો છે. જેની સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.

સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં તેના બાળ દર્દીઓને નિયમિત સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે

મિશન બેટર ટુમોરો અને aster - mims કાલિકટ તેમજ આઈ.એમ.એ.વડોદરાના સહયોગથી આયોજિત આ બે દિવસના કેમ્પમાં વાઈ, ખેંચ, મિર્ગી પીડિત દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ આપવામાં આવ્યો છે. આ રોગ મોટેભાગે બાળકોમાં અને કેટલાંક પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે. અને સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં તેના બાળ દર્દીઓને નિયમિત સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે જ. જોકે કેટલાક બાળ અને પુખ્ત વયના વાય પીડિત રોગીઓમાં, દવાઓ બદલવા છતાં અને વધુ દવાઓ આપવા છતાં રોગ કાબૂમાં આવતો નથી. આવા દર્દીઓની સઘન તપાસ આ કેમ્પમાં કરીને તેમનો વધુ ઈલાજ કેવી રીતે થઈ શકે તે માટે આ કેમ્પ યોજવામાં આવ્યો છે. કાલીકટની ઉપરોક્ત સંસ્થામાં આ પ્રકારના જટિલ કેસોની સારવાર અને લાભ થવાની શક્યતા હોય તો ખાસ પ્રકારની સર્જરી કરવામાં આવે છે. આ કેમ્પમાં વિનામૂલ્યે સેવા આપવામાં આવી રહી છે.બાળ દર્દીઓની મિશન બેટર ટુમૉરો સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે સર્જરી કરવામાં આવે છે : એસ્ટર મીમ્સ,તજજ્ઞ

લાંબાગાળે એપીલેપ્સીની સારવાર હેઠળના દર્દીઓની સારવાર અને પરામર્શમાં મદદ કરવા ટેલીમેડીસિનનો વિકલ્પ અપનાવીને સયાજી હોસ્પિટલ જેવી દૂર આવેલી હોસ્પિટલોને તેની સાથે સાંકળી લેવા માંગીએ છે. તેવી જાણકારી આપતાં aster - mims , કાલીકટના તજજ્ઞ એ જણાવ્યું કે, અમારા સેન્ટર ખાતે હઠીલા વાઈ રોગથી પીડિત અને લાભ થવાની શક્યતાઓ હોય તેવા બાળ દર્દીઓની મિશન બેટર ટુમૉરો સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે સર્જરી કરવામાં આવે છે. રાજકોટ પછી વડોદરામાં ગુજરાતનો આ બીજો કેમ્પ અમે યોજી રહ્યાં છે. અમે આ કેમ્પમાં જે બાળકો દવા આપવા છતાં વારંવાર આ રોગના હુમલાનો ભોગ બને છે એમનું સઘન સ્ક્રીનીંગ કરીશું.વાઈ / ખેંચ શું છે?

વાઈના લખો દર્દીઓ દેશભરમાં છે. આ એક મગજની બીમારી છે. જન્મ વખતે બાળક રડ્યું ના હોય, ઇન્ફેક્શન થયું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, જન્મ આ બીમારી હોય, મગજમાં અમુક રસાયણો ઓછા હોવા, એના પરિણામ સ્વરૂપ આ બીમારી હોય છે. આના ખાસ લક્ષણો એવા હોય છે કે, અચાનક શરીરમાં ઝટકા આવે, મોઢું એક તરફ ફરી જાય, ચાલતા ચાલતા પડી જાય, બેભાન થઈ જાય, વગેરે. આવા સમયે બાળક હોય કે પુખ્યવયના વ્યક્તિ હોય જેમનો શ્વાસ રોકાઈ જતો હોય છે.વાઈની બીમારી માટે ખાસ સર્જરી હોય છે, પરંતુ અમુક વખત સર્જરી કરી શકાય એમ ના હોય તો દવાથી કાબુમાં રાખવામાં આવતું હોય છે. આ કેમ્પમાં આવેલ દર્દીઓને મગજની પટ્ટી પણ પડી આપવામાં આવતી હોય છે. આ તમામ સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. અહીં દર્દીઓને નેઝલ સ્પ્રેનો પમ્પ પણ આપવામાં આવતો હોય છે.

ઘરે ખેંચ આવે તો શું કરવું??

ખેંચ એક એવી વસ્તુ છે કે, જેને જોઈને ઘરના લોકો ઘભરાઈ જતા હોય છે. કારણ કે, ખેંચમાં શ્વાસ રોકાઈ જતો હોય છે અને મોઢામાંથી ફીણ નીકળતું હોય છે. ખેંચ માટે લોકોની એક ખાસ વિચારધારાના રહેલી છે કે, ખેંચ આવે તો ડુંગળી સૂંઘાડી દે, મોઢામાં હાથ નાખી દે, ચંપલ સૂંઘાડી દેવું, વગેરે કરતા હોય છે. આ માંથી એક પણ વસ્તુ કરવી નહીં. જો ખેંચ આવે તો વ્યક્તિ કે બાળકને પડખાભેર સુવડાવી દેવું, એટલે કે એક તરફ ફેરવી દેવું અને જેનાથી મોઢામાં આવેલ ફીણ બહાર નીકળી જાય, જેનાથી શ્વાસ બંધ ના થાય. આ પ્રકારે પડખાભેર થોડીવાર રાખવા અને જો 2 મિનિટ સુધી ખેંચ બંધ ના થાય તો દવાખાને લઈ જવું. જો ઘરે નેઝલ સ્પ્રે હોય તો એ આપી દેવાથી ખેંચ બંધ થઈ જતી હોય છે.

સારવારનું સ્થળ:

સયાજી હોસ્પિટલમાં બાળકોનું ખેંચનું ક્લિનિક દર ગુરુવારે બપોરે 3 થી 5:30 દરમિયાન ચાલતું હોય છે. છેલ્લા 20 વર્ષથી આ ક્લિનિક ચાલી રહ્યું છે. જે પુખ્ય વયના લોકો છે એમની માટે સોમવારે અને ગુરુવારે બપોરે 3 થી 5:30 ક્લિનિક ચાલતું હોય છે. જે લોકો આ કેમ્પમાં આવી નથી શક્યા નથી તો એ લોકો હજી પણ આ સ્થળે મુલાકાત લે, જે એસ્ટરની ટિમ આવી છે એમની સાથે મુલાકાત કરાવી આપવામાં આવશે.

સરનામું: ડી.ઈ.આઈ.સી., એસ.એસ.જી હોસ્પિટલ, ઓ.પી.ડી. બિલ્ડીંગની પાછળ, વડોદરા.
સંપર્ક: 9825013180
First published: June 25, 2022, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading