વડોદરા : Friendship Day અને 'જ્ઞાન શક્તિ દિવસ' આવી રીતે થઈ ઉજવણી, જુઓ Video


Updated: August 2, 2021, 12:22 PM IST
વડોદરા : Friendship Day અને 'જ્ઞાન શક્તિ દિવસ' આવી રીતે થઈ ઉજવણી, જુઓ Video
વડોદરામાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી સાથે ફ્રેન્ડશીપ ડે પણ ઉજવાયો

Vadodara News : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ઉજવાયો 'જ્ઞાન શક્તિ દિવસ' જુઓ વડોદરાના સમાચારનું આ ખાસ વીડિયો બૂલેટિન

  • Share this:
વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે અને તેમની તેજસ્વી કારકિર્દી ઘડવા અમારી સરકાર સંકલ્પબદ્ધ છે તેવા શબ્દો સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે,દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM
Modi)ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના વિદ્યાર્થીઓને વિશ્વમાં સ્પર્ધા કરે તેવા સક્ષમ બનાવવાનું આયોજન કર્યું જેને અમારી સરકાર વ્યાપક બનાવી રહી છે.

વિશ્વ કક્ષા ના વિદ્યાર્થીઓ તૈયાર કરવાની આ સુવિધાને પગલે વિશ્વમાં આપણા વિદ્યાર્થીઓ નામના મેળવી રહ્યાં છે.નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ આજે વડોદરામાં સુશાસનના પાંચ વર્ષ નિમિતે યોજાયેલ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. વડોદરા શહેર જિલ્લામાં સાત સ્થળોએ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અમારી સરકારે ટેકનોલોજી આધારિત શિક્ષણ સુલભ અને સરળ બનાવવા રૂ. એક હજારના ટોકન દરે વિવિધ વિદ્યા શાખાઓના ૩ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટની સુવિધા આપી છે.દેશમાં પ્રથમવાર ગુજરાતે પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને કુલ રૂ.૩ લાખની શિષ્યવૃતિ તબક્કાવાર આપવાની યોજના શરૂ કરવાની પહેલ કરી છે.મને આનંદ છે કે વડોદરાની મ. સ.વિશ્વવિદ્યાલયના સહુથી વધુ 132 વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિને પાત્ર ઠર્યા છે.

યુ.જી.સી. એ હવે વિશ્વ વિદ્યાલય કે કોલેજના શિક્ષક માટે પી.એચ.ડી.ની લાયકાત અનિવાર્ય કરી છે ત્યારે ગુજરાતની આ યોજના વિદ્યાર્થીઓ ને ખૂબ જ પ્રોત્સાહિત કરશે.એસ.સી.એસ.ટી. સહીત અનામત વર્ગોના વિદ્યાર્થીઓ ની સાથે બિન અનામત વર્ગોના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ રૂ.700 કરોડથી વધુ રકમના ખર્ચે શૈક્ષણિક યોજનાઓ નો લાભ આપવાનું આયોજન કર્યું છે.મ.સ.યુનિવર્સિટી એ રાજ્યની એકમાત્ર નિવાસી યુનિવર્સિટી છે તેનો ઉલ્લેખ કરતાં નાયબ મુખ્યમંત્રી એ જણાવ્યું કે સરદાર સાહેબે આ સંસ્થા સાથે સંકળાયેલી શાળામાં થોડો સમય શિક્ષણ લીધું હતું.

મહામાનવ બાબા સાહેબ આંબેડકર,મહર્ષિ અરવિંદ જેવા રાષ્ટ્ર રત્નો આ વિદ્યાધામ સાથે જોડાયેલા રહ્યાં છે.તેના વિદ્યાર્થીઓ એ દેશ અને દુનિયામાં વડોદરાનું,ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે.તેમણે જ્ઞાનશક્તિ કાર્યક્રમના સુંદર અને સફળ આયોજન માટે કુલપતિ અને ટીમ મ. સ. યુ. ને અભિનંદન આપ્યા હતા.નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ તથા મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ન.મો.ટેબલેટ, શોધ યોજના હેઠળ પી.એચ.ડી.કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ચેક, મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ વિદ્યાર્થીઓને લોન સહાયનું વિતરણ કર્યું હતું.ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના સક્ષમ નેતૃત્વમાં સૌના સાથ, સૌના વિકાસ થકી વિકાસની ગતિ વધુ તેજ બની છે. ગુણવતાયુક્ત શિક્ષણની દિશામાં ગુજરાત આજે સમગ્ર દેશમાં અગ્રેસર છે.જ્ઞાન કુંજ પ્રોજેક્ટના માધ્યમથી સ્માર્ટ ક્લાસ દ્વારા ગામડાઓ સુધી ટેકનોલોજી આધારિત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે.મ. સ.વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રા.પરિમલ વ્યાસે જણાવ્યું કે રાજ્યને શિક્ષણમાં અગ્રેસર રાખવામાં વિશ્વવિદ્યાલય અગત્યનું યોગદાન આપી રહી છે.

રાજ્ય સરકારની વિવિધ વિધ્યોત્તક યોજનાઓનો લાભ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ લઈ રહ્યાં છે અને તેમણે અનેક સિદ્ધિઓ મેળવી છે.ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના સક્ષમ નેતૃત્વમાં સૌના સાથ, સૌના વિકાસ થકી વિકાસની ગતિ વધુ તેજ બની છે. ગુણવતાયુક્ત શિક્ષણની દિશામાં ગુજરાત આજે સમગ્ર દેશમાં અગ્રેસર છે.

જ્ઞાન કુંજ પ્રોજેક્ટના માધ્યમથી સ્માર્ટ ક્લાસ દ્વારા ગામડાઓ સુધી ટેકનોલોજી આધારિત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રસંગે અગ્રણી ભાર્ગવ ભટ્ટ,  ડો.વિજયભાઈ શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્રભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ,કલેકટર આર.બી. બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન ઐયર,બરોડા મેડિકલ કોલેજના પ્રાધ્યાપકો, યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના ડીન,પદાધિકારીઓ, સેનેટ અને સિન્ડિકેટ સદસ્યો,વડોદરા મહાનગર પાલિકા ના પદાધિકારીઓ,નગર સેવકો, સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.વિશ્વ વિદ્યાલય રજિસ્ટ્રાર શ્રી ચુડાસમા એ આભાર વ્યક્ત કર્યો હતો.

 ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી: સંવેદના દ્વારા ગરીબ બાળકોની રમકડાંની ભેટ 

સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં રહેતા ગરીબ બાળકો સાથે મળીને  ફ્રેંડશીપ ડે ની ઉજવણી કરવામાં આવી હતી ,જેમાં 300 થી વધારે બાળકોને લાભ મળ્યો અને પોષણ મળી રહે, એના માટે દૂધ અને બિસ્કિટ આપી એમની સાથે ફ્રેંડશીપ ડે ઉજવ્યો હતો.

આ ઉજવણી દરમિયાન કોરોનની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. દરેક બાળકોને માસ્ક આપવામાં આવ્યા. ઉજવણી દરમિયાન બાળકોના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવામાં આવી. બાળકો ખુબ જ ખુશ થઈ ગયા. આવી રીતે સંવેદના ટ્રસ્ટ દ્વારા ઘણા ઉત્સવોની ઉજવણી કરવામાં આવતી હોય છે.
First published: August 2, 2021, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading