વડોદરા: નવરાત્રિને ધ્યાનમાં રાખી ખેલૈયાઓમાં ટેટૂ તથા નેઇલ આર્ટનો જામતો અનોખો ક્રેઝ જોવા મળ્યો


Updated: September 28, 2021, 6:35 PM IST
વડોદરા: નવરાત્રિને ધ્યાનમાં રાખી ખેલૈયાઓમાં ટેટૂ તથા નેઇલ આર્ટનો જામતો અનોખો ક્રેઝ જોવા મળ્યો
નવરાત્રિને ધ્યાનમાં રાખી ગરબા ખેલૈયાઓમાં ટેટૂ તથા નેઇલ આર્ટનો જામતો ક્રેઝ..

રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાઓ માટે પરવાનગી આપતાં કલાનગરી વડોદરાના ગરબા ખેલૈયાઓ તથા ખાસ કરીને યુવા યુવતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી ?

  • Share this:
વડોદરા: નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં ગરબા રસિયાઓ વિવિધ ખરીદી સાથે અન્ય તૈયારીઓમાં લાગી ગયા છે.

1. શહેરમાં નવરાત્રિને ધ્યાનમાં રાખીને ગરબા ખેલૈયાઓમાં ટેટૂ તથા નેઇલ આર્ટનો જામતો ક્રેઝ...

કોરોનાની મહામારીને કારણે ગતવર્ષે સરકારે ગરબાઓ રદ કરતા ગરબા રસીયાઓના મનના ઓરતાં અધૂરા રહી ગયા હતા. પરંતુ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાઓ માટે પરવાનગી આપતાં કલાનગરી વડોદરાના ગરબા ખેલૈયાઓ તથા ખાસ કરીને યુવા યુવતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શનિવાર, રવિવારે બજારોમાં ચણીયાચોળી તથા ઓકસોડાઈઝ, ઇમિટેશન જ્વેલરી ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી હતી. ત્યારે હવે જેમ જેમ નવરાત્રિ નજીક આવી રહી છે, તેમ તેમ યુવાઓમાં ગરબા રમવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા જેતલપુર રોડ ખાતે આવેલ ન્યૂ નેઇલ હબ સ્ટુડિયો ખાતે યુવતીઓ નેઇલ આર્ટ કરાવી રહી છે. નેઇલ આર્ટિસ્ટ ધેર્યા પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં યુવતીઓ અને મહિલાઓમાં નવરાત્રિને લઇને નેઇલ આર્ટનો ક્રેઝ વધી રહ્યો છે. નવરાત્રીની થીમ પર બાંધણી પ્રિન્ટ, પગલાં, દાંડિયા, ચોલીમા લગાડાતાં આભલાઓ, ટીલડીઓ, ગ્લિટર્સ, મેટાલિક, થ્રીડી, ફોર ડી માટેનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

2. ચણીયા ચોલીની ખરીદી માટે સહેલાણીઓ બજારમાં નીકળી...

શહેરના બજારોમાં આજ રોજ ઘણી ભીડ જોવા મળી . જેમાં નવરાત્રીની ખરીદી કરતી મહિલાઓ નજરે ચડી. ખાસ કરીને ચણીયા ચોલીની ખરીદી જ્યૂબેલીબાગ પાસે આવેલ ભક્તિ સ્ટોરમાં જોવા મળી. નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેની તૈયારીઓ અને રોનક શહેરમાં જોવા મળી રહી છે.
First published: September 28, 2021, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading