વડોદરા : ગૌરી વ્રત નિમિત્તે કુંવારીકાઓને મહેંદી તેમજ હેર-કટ તદ્દન મફત, અનોખી છે આ પહેલ


Updated: July 20, 2021, 7:15 PM IST
વડોદરા : ગૌરી વ્રત નિમિત્તે કુંવારીકાઓને મહેંદી તેમજ હેર-કટ તદ્દન મફત, અનોખી છે આ પહેલ
ગૌરી વ્રત નિમિત્તે કુંવારીકાઓને મહેંદી તેમજ હેર-કટ તદ્દન મફત

Vadodara Gauri Vrat 2021 : વડોદરામાં ગૌરી વ્રત નિમીતે સલૂનના સંચાલિકા જ્યોતિ દીક્ષિત દ્વારા કુવારીકાઓ (નાની દીકરીઓ) ને પાંચ દિવસ માટે મફતમાં મહેંદી મૂકી આપવી તેમજ મફતમાં હેર-કટ કરી આપવાનું અનોખું બીડું ઉપાડવામાં આવ્યું છે.

  • Share this:
કોરોનાના (coronavirus) કહેર વચ્ચે ખુશી લહેર, આજથી વડોદરાની કુંવારીકાઓને મફત હેર-કટ અને મહેંદી મૂકી આપવાની મહિલાની અનોખી પહેલ. ગૌરી વ્રત નિમિત્તે કુંવારીકાઓ (નાની દીકરીઓ) ને મહેંદી તેમજ હેર-કટ તદ્દન મફત કોરોનાની મહામારીમાં અનેક વ્યવસાયો પડી ભાંગ્યા છે કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યા છે. તેવામાં જનજીવનની ગાડી ધીરેધીરે પાટા પર આવી રહી છે તેવામાં વ્યવસાય ધારકો ફરી એક વાર ઉભા થવાના પ્રયાસ કરી રહ્યા છે.

ખાસ કરી ને વાત કરવામાં આવેતો કોરોનાના કારણે અનેક માતા-પિતા એ રોજગારી ગુમાવી છે. તહેવારો પણ આવી રહ્યા છે ત્યારે ઘરમાં નાના બાળકોને તહેવારની ઉજવણીમાં આર્થીક તંગી વિશે કઈ રીતે સમજાવવા એ વિકટ પ્રશ્ન વાલીઓને સતાવી રહ્યો છે.

આવતી કાલથી કુંવારી દીકરીઓનું વ્રત એટલે કે ગૌરી વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે માતા-પિતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના ભાયલી ખાતે રહેતા તેમજ ક્રેઝી કટઝ (crazy cutz) સલૂનના સંચાલિકા જ્યોતિ દીક્ષિત દ્વારા કુવારીકાઓ (નાની દીકરીઓ) ને પાંચ દિવસ માટે મફતમાં મહેંદી મૂકી આપવી તેમજ મફતમાં હેર-કટ કરી આપવાનું અનોખું બીડું ઉપાડવામાં આવ્યું છે.

કુંવારીકાઓને મફ્તમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતા કુંવારીકાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કુંવારીકાઓને મફ્તમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતા કુંવારીકાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

આપણે ભૂતકાળમાં કોરોના કાળમાં સેવા કાર્ય કરતા અનેક લોકો તેમજ સંસ્થાઓને નિસ્વાર્થ ભાવે પોતાનું બનતું યોગદાન આપતા જોયા છે. કોરોના મહામારીની ગતિ હાલ ધીમી પડી છે તેવામાં પોતાની આર્થિક સ્થિતિને જોતા તહેવારોની ઉજવણી કેવી રીતે કરવી તેને લઈને નાગરિકો મુંજવણમાં છે ત્યારે જ્યોતિ દીક્ષિત દ્વારા કરવામાં આવતા આ ઉમદા કામની સૌ કોઈ સરાહના કરી રહ્યા છે. જેમાં આજથી આવનાર પાંચ દિવસ સુધી દીકરીઓને મહેંદી તેમજ હેર-કટ મફતમાં કરી આપવામાં આવશે.
First published: July 20, 2021, 7:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading