વડોદરા : રાજ્યમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાની માંગ, MLAએ કહ્યું, 'દિવસે દિવસે કિસ્સા વધી રહ્યા છે'
News18 Gujarati Updated: December 1, 2020, 2:31 PM IST
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું સરકારને કરીશું રજૂઆત
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની માંગણી, કહ્યું મુખ્યમંત્રીને રજૂઆત કરીશું
વડોદરા : દેશમાં ભારતીય જનતા પાર્ટી શાશિત રાજ્યોમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદા પસાર કરવાની દિશામાં તેજ પનવ ફૂંકાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે આ વિષયમાં કાયદો ઘડ્યા બાદ હવે ગુજરાતમાં પણ આ કાયદો પસાર કરવાના સૂર ઉઠી રહ્યા છે. રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો પસાર કરવાની માંગણી કરી છે. આજે તેમણે વડોદરા ખાતે પત્રકારોને કહ્યું કે દિવસે ને દિવસે આ કિસ્સાઓ વધી રહ્યા છે. મીડિયાના માધ્યમથી પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આ કિસ્સાઓ પર રોક લાગવી જોઈએ.
શૈલેષ મહેતાએ કહ્યું કે 'સમગ્ર દેશમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે એને અનુલક્ષીને યુપીમાં સરકાર કાયદો લાવી છે. ગુજરાતમાં પણ લવ જેહાદના કિસ્સા દિવસે અને દિવસે વધી રહ્યા છે. યોગી સરકાર જો કાયદો લાવી શકતી હોય તો ગુજરાત સરકારે પણ આ કાયદો ઘડવો જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું અને સરકાર દ્વારા આ કાયદો પસાર કરવામાં આવે તેવી સ્પષ્ટ રજૂઆત કરીશું”
આ પણ વાંચો : ટીમલી ડાન્સના તાલે ટ્રેનિંગ કરતી પોલીસનો વીડિયો વાયરલ, સોશિયલ મીડિયામાં મચી ધૂમયોગી સરકારે લવ જેહાદ કાનૂન પર લગાવી મોહર, 10 વર્ષની સજાની જોગવાઇ
દેશના બીજા રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ લવ જિહાદ (Love Jihad)સામે કાનૂન લાવવા પર યોગી સરકારે (Yogi Government)અંતિમ મોહર લગાવી દીધી છે. ઉત્તર પ્રદેશ મંત્રીમંડળે વિવાહ માટે અવૈધ ધર્માંતરણ રોધી કાનૂનના પ્રસ્તાવને મંગળવારે મંજૂરી આપી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અધ્યક્ષતામાં થયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લગ્ન માટે દગો કરીને ધર્માંતરણ કરવાની ઘટનાઓ પર રોક લગાવવા સંબંધી કાનૂનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે થોડા દિવસો પહેલા કથિત લવ જિહાદ સામે કાનૂન બનાવવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : રાજકોટ : લૂંટેરી દુલ્હન લગ્નના બે વર્ષ બાદ થઈ ફરાર, પોતાની કૂખે જણેલા દીકરાને પણ વેચી નાખ્યો
જાણકારી પ્રમાણે જે પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં કાનૂન બન્ચા પછી આ અંતર્ગત અપરાધ કરનારને 5થી 10 વર્ષની સજાની જોગવાઇ છે. સાથે લગ્નના નામ પર ધર્મ પરિવર્તન પણ કરવામાં આવી શકાશે નહીં. આટલું જ નહીં લગ્ન કરાવનાર મૌલાના કે પંડિતને તે ધર્મનું બધુ જ્ઞાન હોવું જોઈએ. કાનૂન પ્રમાણે ધર્મ પરિવર્તનના નામે હવે કોઈપણ મહિલા કે યુવતી સાથે ઉત્પીડન થઈ શકશે નહીં. આમ કરનારને જેલમાં મોકલવામાં આવશે.
Published by:
Jay Mishra
First published:
December 1, 2020, 2:30 PM IST