100થી 200 હિન્દુ યુવતીઓનું ધર્મપરિવર્તન, ઈસ્લાામિક ટ્રસ્ટ ઉપર ગંભીર આરોપ, પોલીસની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો

News18 Gujarati
Updated: November 24, 2021, 11:25 PM IST
100થી 200 હિન્દુ યુવતીઓનું ધર્મપરિવર્તન, ઈસ્લાામિક ટ્રસ્ટ ઉપર ગંભીર આરોપ, પોલીસની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

Islam conversion case: આ કેસના મુખ્ય આરોપી બનાવવામાં આવેલા વ્યક્તિ ઉપર વડોદરામાં (vadodara news) પૈસાનો ઉપયોગ કરીને 100થી 200 હિન્દુ યુવતીઓને ઈસ્લામ (Islam) કબૂલ કરાવીને તેમના લગ્ન (Marriage) કરાવવાનો આરોપ છે.

  • Share this:
વડોદરાઃ ગુજરાતમાં વિદેશી ફંડિંગ (Foreign Funding) થકી એક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કથિત રીતે ધર્મ પરિવર્તન કરાવવાના મામલે ગુજરાત પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ (Gujarat Police files chargesheet in court) કરી છે. આ કેસના મુખ્ય આરોપી બનાવવામાં આવેલા વ્યક્તિ ઉપર વડોદરામાં પૈસાનો ઉપયોગ કરીને 100થી 200 હિન્દુ યુવતીઓને ઈસ્લામ (Islam) કબૂલ કરાવીને તેમના લગ્ન કરાવવાનો આરોપ છે. આ મામલે વડોદરા પોલીસે આરોપ પત્ર દાખલ કર્યું છે. જેમાં ધાર્મિક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને તેમના સહયોગીઓ ઉપર વિદેશી ફંડિંગ થકી ગૈરકાયદા રીતે લોકોને ઉપયોગ કરીને કબૂલ કરાવી, મસ્જીદ બનાવવા અને એન્ટી નાગરિકતા સંશોધન કાનૂન વિરોધી પ્રદર્શનકારીઓ અને દિલ્હી હિંસાનો પણ આરોપીઓની મદદ પહોંચાડવાનો આરોપ છે. 1860 પેજની ચાર્જશીટમાં 5 નામજોગ આરોપી છે.

ચાર્જશીટમાં પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસના મુખ્ય આરોપી, દિલ્હીના રહેવાસી મોહમ્મદ ઉમર ગૌતમે 100થી 200 છોકરીઓને ઈસ્લામમાં પરિવર્તિત કરીને તેમના લગ્ન કરાવ્યા હતા.

આ ઉપરાંત વડોદરા સ્થિત AFMI ચેરિટેબલના મેનેજિંગ ટ્રસ્ટી સલાહુદ્દીન શેખના નજીકના સહયોગી ગૌતમ પર પણ ટ્રસ્ટ ફંડની મદદથી વિવિધ સમુદાયના આશરે 1,000 લોકોને ધર્માંતરણ કરવાનો આરોપ છે. પોલીસે કહ્યું કે જે લોકો ઈસ્લામમાં ધર્મ પરિવર્તન પામ્યા છે તેમાં લગભગ 10 લોકો બહેરા છે જેઓ સાંભળી શકતા નથી.

આ પણ વાંચોઃ-જેતપુરઃ ફટાકડા ફોડવાની બાબતમાં યુવકોએ વૃદ્ધ મહિલા પર કર્યો પથ્થર મારો, વૃદ્ધાનું મોત થતાં ચારેય થયા જેલ ભેગા

તે જ સમયે, શેખ માટે કામ કરતા ગૌતમ, શેખ અને મોહમ્મદ મન્સૂરીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી ચુકી છે. વડોદરા પોલીસે ભરૂચ જિલ્લાના રહેવાસી લંડન સ્થિત અબ્દુલ્લા ફાફડાવાલાને અને UAEમાં રહેતા મુસ્તફા થાનાવાલાને ફરાર જાહેર કર્યા છે. ગૌતમને UP STF દ્વારા આ વર્ષે જૂનમાં લોકોને છેતરપિંડીથી ઈસ્લામમાં ધર્માંતર કરાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-ગોધરાઃ ACBએ જેલ સહાયક હિતેશ રબારીને રૂ.400ની લાંચ લેતા રંગેહાથે પકડ્યો, રૂ.500 લઈ રૂ.100 આપ્યા હતા પાછાજણાવી દઈએ કે ઓગસ્ટમાં વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ કેસમાં શેખ, ગૌતમ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી હતી. જેમાં વિવિધ સમુદાયો વચ્ચે ધાર્મિક દ્વેષ ફેલાવવા, બનાવટી અને ગુનાહિત કાવતરું રચવા સંબંધિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદ: રત્નાકર બેંકના 2 લાંચિયા અધિકારી cbiની ઝપેટમાં આવ્યા, મૂલ્યાંકન પ્રમાણપત્ર માટે માંગ્યા હતા એક કરોડ રૂપિયા

વડોદરા પોલીસનું કહેવું છે કે આરોપી શેખ અને ગૌતમ બંનેની કસ્ટડી આ મહિનાની શરૂઆતમાં UP ATS પાસેથી મળી હતી અને તેઓ બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
Published by: ankit patel
First published: November 24, 2021, 11:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading