Vadodara Weather: શહેરીજનો શેકાશે, આગામી બે દિવસ ગરમીનો પારો વધશે, લોકોને ઘરમાં રહેવા અપીલ


Updated: May 2, 2022, 4:51 PM IST
Vadodara Weather: શહેરીજનો શેકાશે, આગામી બે દિવસ ગરમીનો પારો વધશે, લોકોને ઘરમાં રહેવા અપીલ
આગામી 48 કલાક સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે.

શહેર સહિત રાજ્યભરમાં એપ્રિલ મહિનામાં જ ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા, ત્યારે રવિવારે પણ 10 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે ?

  • Share this:
વડોદરા: શહેર સહિત રાજ્યભરમાં એપ્રિલ મહિનામાં જ ગરમીએ નવા રેકોર્ડ તોડી (Record Break) નાખ્યા, ત્યારે રવિવારે પણ 10 શહેરોમાં ગરમીનો પારો (Heat wave) 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. વડોદરા શહેરોમાં પણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર આગામી 48 કલાક સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. જોકે બે દિવસ બાદ ગરમીમાં રાહત મળે તેવી શકયતા છે.

દક્ષિણ પશ્ચિમ દિશા તરફના પવનની ગતિ કલાકના 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઇ

વડોદરા શહેરમાં રવિવારે લધુત્તમ તાપમાન 26 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. જયારે હવામાં ભેજનું પ્રમાણ સવારે 70 ટકા અને સાંજે 27 ટકા નોંધાયુ હતુ. હવાનું દબાણ 1001.1 મીલીબાર્સ નોંધાયુ હતુ. દક્ષિણ પશ્ચિમ દિશા તરફના પવનની ગતિ કલાકના 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઇ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાક સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને બે દિવસ બાદ ગરમીમાં આંશિક ઘટાડો થવાના સંકેત છે.

વડોદરા શહેરમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

હાલ વડોદરામાં કાળઝાળ ગરમીનો માહોલ છે. વડોદરામાં ગરમીનો પારો 42.2 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જેને લઇ તંત્ર દ્વારા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ નાગરિકોને પણ બીન જરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરાઈ છે. ત્યારે રાજ્યમાં આગામી બે દિવસ બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમીમાં આશંકિ રાહત મળશે.

આવતીકાલ મંગળવારે શહેરમાં મહતમ તાપમાન 42 ડિગ્રી નોંધવાની સંભાવનાઆજરોજ સોમવારે શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 26 ડિગ્રી તથા મહતમ તાપમાનનો પારો 42 ડિગ્રી નોંધાયેલ છે. તથા ભેજનું પ્રમાણ 25 ટકા તથા હવાની ગતિ 19 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાયેલ છે. આવતીકાલ મંગળવારે શહેરમાં લઘુતમ તાપમાન 27 ડિગ્રી તથા મહતમ તાપમાન 42 ડિગ્રી નોંધવાની સંભાવના રહેલી છે. તથા ભેજનું પ્રમાણ 36 ટકા તથા હવાની ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના રહેલી છે.
Published by: kuldipsinh barot
First published: May 2, 2022, 4:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading